કોરોના મહામારી દરમિયાન નાણાં ગુમાવ્યાના મહિનાઓ પછી અમેરિકન હોટેલ્સ ઉદ્યોગમાં છેવટે ઑક્ટોબરમાં પોઝિટિવ પ્રોફિટ્સ જોવા મળ્યો છે તેમ હોટસ્ટેટ્સનું કહેવું છે. જોકે, કોવિડ-19ના કેસોમાં વધારાને પગલે ટ્રેન્ડમાં વૃદ્ધિ ચાલુ રહેશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
યુએસ હોટેલ્સ ઉદ્યોગમાં ઑક્ટોબરમાં જીઓપીપીએઆરમાં 5.43 ડોલરનો સામાન્ય ઊછાળો જોવા મળ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયની સરખામણીમાં 95.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઓક્યુપન્સીમાં સાધારણ ઉછાળો આવ્યો છે અને એડીઆર આધારિત રેવપીએઆર 40.99 ડોલર થયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 78 ટકાનો ઘટાડો દર્શાવે છે, પરંતુ સપ્ટેમ્બરની સરખામણીમાં 7.3 ટકા અને એપ્રિલની સરખામણીમાં 365 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલમાં રેવપીએઆર સૌથી તળીયે 8.99 ડોલરના સ્તરે હતો.
ઑક્ટોબરમાં રેવપીએઆર 60.89 ડોલર હતો, જે અગાઉના મહિના કરતાં પાંચ ડોલરનો ઊછાળો, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં 79.3 ટકાનો ઘટાડો દર્શાવે છે. માર્ચ પછી સૌપ્રથમ વખત એફએન્ડબી રેવપીએઆર બે આંકડાને સ્પર્શ્યો છે ત્યારે તે ગયા વર્ષની સરખામણીમાં હજી પણ 87.9 ટકાની નરમાઈ દર્શાવે છે અને ભવિષ્યમાં તે વધુ ઘટી શકે છે.
હોટસ્ટેટ્સે જણાવ્યું હતું કે, ‘કોવિડ-19નો પ્રસાર રોકવા માટે સ્થાનિક સ્તરે ફરીથી પગલાં લેવામાં આવતાં ફિઝિકલ ડિસ્ટન્સિંગ નિયમોને કારણે ઓછી સંખ્યામાં રેસ્ટોરાંને મંજૂરી આપવામાં આવતાં એફએન્ડબી પર તેની નકારાત્મક અસર પડી શકે છે. અત્યાર સુધીમાં અનેક રેસ્ટોરાં અલ ફ્રેસ્કો ડાઈનિંગ ઓફર કરીને ટકી રહેવા સક્ષમ બની હતી, પરંતુ દેશમાં ગરમ હવામાન ઠંડા તાપમાનને આગળ વધારતાં રેસ્ટોરાં માટે આગામી સમય મુશ્કેલ બની શકે છે.’
ઊનાળાની મોસમના અંતને કારણે હોટેલ્સ માટે સૌથી મોટો ખર્ચ એવી લેબર કોસ્ટ 23 ટકા ઘટે તેવી સંભાવના છે. આવકમાં વધારો થતાં અને લેબર ખર્ચ ઘટતાં સપ્ટેમ્બરની સરખામણીમાં ઑક્ટોબરમાં આવકની ટકાવારી તરીકે કુલ લેબર ખર્ચ 20 ટકા જેટલો ઘટીને 47.8 ટકા થયો હતો.
ઑક્ટોબર માટે અમેરિકા એશિયા-પેસિફિક રીજનના નેતૃતવમાં વિશ્વના અન્ય બજારોના પ્રોફિટમાં વધારાના ટ્રેન્ડ સાથે જોડાયું છે. એશિયા-પેસિફિક રીજનમાં માસિક ઓક્યુપન્સી સૌપ્રથમ વખત 50 ટકા કરતાં વધ્યો છે અને ચીનનો ઓક્યુપન્સી છેલ્લા ત્રણ મહિના માટે 60 ટકાની મર્યાદાને પાર કરી ગયો છે. યુરોપમાં ઑક્ટોબરમાં ઓક્યુપન્સીમાં પાંચ ટકાના ઘટાડા સાથે આ વખતે વિપરિત સ્થિતિ જોવા મળી હતી, જ્યાં રેવપીએઆરમાં 20.7 ટકાનો ઘટાડો અને 5.06 યુરોનો નેગેટીવ જીઓપીપીએઆર જોવા મળ્યો હતો.