હોટસ્ટેટ્સઃ ઓમિક્રોનની પ્રતિક્રિયા આવનારાનો વર્તારો દર્શાવો છે

નવેમ્બર મહિનાનો ગોપપાર વર્ષ-દર-વર્ષના સ્તરે વધ્યો પણ ગત મહિનાની સરખામણીએ ઘટ્યો

0
894
અમેરિકાની હોટલોનો નવેમ્બર મહિનાનો ગોપપાર 55.68 ડોલર રહ્યો, જે નવેમ્બર, 2019ની સરખામણીએ 29.4 ટકા ઓછો રહ્યો હતો, તેમ હોટસ્ટેટ્સનું કહેવું છે. ઓક્ટોબરની સરખામણીએ પણ તે ઘટીને 68.97 ડોલર રહ્યો હતો.

હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી માટે ઓમિક્રોન વરિયન્ટ નુકસાનકારક રહ્યું છે, જોકે તે ધારણા હતી તેટલું ખરાબ પણ નિવડ્યું નથી, આવનારા સમય માટે તે સારો સંકેત આપે છે તેમ હોટસ્ટેટ્સનું કહેવું છે. નવેમ્બર મહિનાનો ગોપપાર તેના ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ વધ્યો પણ 2019ની સરખામણીએ ઘટ્યો છે.

નવેમ્બર મહિનાનો ગોપપાર 55.68 ડોલર રહ્યો, જે નવેમ્બર 2019ની સરખામણીએ 29.4 ટકા ઘટ્યો છે. તે ઓક્ટોબરની સરખામણીએ પણ ઘટીને 68.97 ડોલર રહ્યો છે, જોકે હોટસ્ટેટ્સના જણાવ્યા અનુસાર તે આ વર્ષના સમય અનુસાર અસામાન્ય નથી.

ઓક્ટોબરના નફામાં સામાન્ય વધારો રહ્યો છે, જે નવેમ્બરના સ્તરને પણ અસરકર્તા છે, તેમ હોટસ્ટેટ્સ જણાવે છે. મહિનાનો એડીઆર 2019ના સમાનગાળાની સરખામણીએ સાત ડોલર વધ્યો છે, જે 2020માં ઘટ્યો હતો. તેને કારણે રેવપાર અને ટ્રેવપારમાં પણ અસર થઇ છે. જે 2020ની સરખામણીએ દ્વિઅંકમાં વધ્યું છે.

સાઉથ આફ્રિકાથી ડિસેમ્બરમાં શરૂ થયેલો ઓમિક્રોન વરિયન્ટ ખૂબ ઝડપથી અમેરિકા સહિતના દેશોમાં સંક્રમણ વધ્યું છે, તેમ હોટસ્ટેટ જણાવે છે. દેશ હાલમાં પણ ડેલ્ટા વરિયન્ટના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે.

ગત મહિને, હોટસ્ટેટ્સે જણાવ્યું હતું કે ઓમિક્રોન સંક્રમણને કારણે સહુનું ધ્યાન ગયું છે અને તેને કારણે ટ્રાવેલ નિયંત્રણો પણ વધ્યા છે. તેના વધતા સંક્રમણને કારણે પ્રવાસ પર પ્રતિબંધ વધ્યા છે, તેને કારણે આવનારા સમયમાં થનારી હોટેલ બુકિંગ, મીટીંગ તથા અને હોટેલ સંબંધિત પ્રવૃત્તિને પણ અસર પહોંચી શકે તેમ છે.

આ અંગે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ રીસર્ચ ફર્મ ચેક-ઇન એશિયાના ડિરેક્ટર ગેરી બોવરમાન હોટસ્ટેટ્સને જણાવે છે કે  હોટેલ ઇન્ડસ્ટ્રી સામે હાલ જે સૌથી મોટું સંકટ છે કે ભય છે. ભલે પછી તે વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય કે નહીં પણ તે રાતોરાત પરત ફર્યું છે.

ઓમિક્રોન સંક્રમણને કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને પણ અસર પહોંચી છે. આવનારા સમયમાં તેને કારણે હોટેલ બુકિંગ સહિતની કામગીરીને પણ અસર થઇ છે. સંક્રમણને કારણે નાગરિકોમાં પણ ભયની લાગણી વ્યાપી છે અને તેની અસર હોટેલ બુકિંગ વગેરેને પણ થઇ રહી છે.