હોટસ્ટે્સે કોવિડ-19 કટોકટીમાં તક શોધવાના પાંચ માર્ગ દર્શાવ્યા

ખર્ચ પર અંકુશ, ગ્રાહકોની જાળવણી અને નવી માગ શોધવા સહિતના વિકલ્પો

0
1179
હોટસ્ટેસના બ્લોગ મુજબ હાલની મહામારી જેવી કટોકટીના સમયમાં પણ ગભરાઇને નુકસાન સહન કરવાની જગ્યાએ હોટેલ્સે વિવિધ તકો શોધી શકે છે

હાલની મહામારી જેવી અસાધારણ કટોકટીમાં પણ હોટેલ્સ વધારાનો નફો મેળવવાની તક શોધી શકે છે, એમ હોટસ્ટેસના બ્લોગમાં જણાવાયું છે. અહીં કાળજીપૂર્વકના આયોજન અને અત્યાર સુધી અજાણ્યા હોય તેવા આવકના સ્રોત્ર શોધવાની જરૂર છે.

આ આર્ટિકલમાં આપત્તિને અવસરમાં પલટી નાંખવાના પાંચ માર્ગની ચર્ચા કરાઈ છે.

બેઝલાઇન સ્થાપિત કરો

હોટેલિયર્સે હોટેલના નફાના પોઇન્ટ્સ શોધવા માટે બેઝિક ઓક્યુપન્સી રેટ અને આવકની જરૂરિયાતની સમીક્ષા કરવી જોઇએ. આર્ટિકલમાં જણાવાયું છે કે નફાના પોઇન્ટ્સ શોધીને હોટેલિયર્સ કટોકટી દરમિયાન ખરેખર ઉપયોગ થઈ શકે તેવા કેટલાં રૂમ છે તે જાણી શકે છે. તમે તાકીદની જરૂરિયાત નક્કી કરો એટલે હોટેલની કામગીરી વધુ ચુસ્ત બને છે. તેનાથી હોટેલિયર્સ બદલતા બજારમાં એડજસ્ટમેન્ટ કરીને નફો કમાઈ શકે છે.

લાંબા ગાળાના લાભ પર ફોકસ

લાંબા ગાળાના ધ્યેયનું આયોજન કોઇપણ કટોકટી માટે તૈયારી કરવાનો હોટેલિયર્સ માટેનો એક શ્રેષ્ઠ માર્ગ છે. તેમાં સારી કસ્ટમર સર્વિસિસ મારફત ગ્રાહકોની જાળવણીનો સમાવેશ થાય છે.

આર્ટિકલમાં જણાવાયું છે કે હાલના ગ્રાહકોને જાળવી રાખવાની બાબત નવા ગ્રાહકોને આકર્ષવા કરતાં પાંચ ગણી ઓછી ખર્ચાળ છે. ખાસ કરીને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં હોટેલ સ્ટાફ જેટલી ઝડપથી ગેસ્ટની સમસ્યાનો ઉકેલ લાવે તેટલાં પ્રમાણમાં ગ્રાહક વધુ વફાદાર બને છે

ખર્ચ પર અંકુશ

ખર્ચમાં ક્યાં કાપ કરવો અને કઇ જગ્યાએ રોકાણ કરવું તે નક્કી કરવા માટે હોટેલના ખર્ચ અંગે સ્પષ્ટ માહિતી એકત્ર કરો. હોટેલના સર્વસામાન્ય ખર્ચમાં કર્મચારી, યુટિલિટી, મેઈન્ટેનન્સ, ફૂડ સેલ્સ, લીઝ અને સંચાલન ખર્ચનો સમાવેશ થાય છે.

અગાઉ ક્યારેય ન હોય તેવી માગ ધરાવતા પ્રોગ્રામ પર સ્પર્ધાને કારણે ફટકો પડે છે ત્યારે ખર્ચના ડેટા અંગે સંપૂર્ણ સમજ ધરાવતા હોટેલિયર્સ ઝડપથી જાણી શકે છે કે કયો વિભાગ વધુ ખર્ચ કરે છે અને કયો વિભાગ બચત કરે છે.

લાંબા ગાળાના નફાનું આયોજન

હોટેલની કામગીરીની એવી રીતે ગોઠવણી કરો કે જેથી સર્વોચ્ચ કાર્યક્ષમતા હાંસલ કરી શકાય અને તેનાથી આવકમાં વધારો કરી શકાય. આર્ટિકલમાં જણાવાયું છે કે કટોકટી દરમિયાન હોટેલિયર્સ નફા માટે હોટેલ કામગીરીમાં ફેરફાર કરીને સ્પર્ધામાં આગળ રહી શકે છે. ખર્ચમાં કપાત અને વધુ નફા માટે રોકાણમાં ફેરફાર મારફત હોટેલિયર્સ કટોકટી દરમિયાન વળતરમાં વધારો કરી શકે છે.

માગનો ટ્રેન્ડ

કમાણી કરી શકાય તેવી નવી માગના ટ્રેન્ડ શોધવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે કોવિડ-19ની મહામારીથી સ્પા ઓપરેશન્સ જેવી ઇન-પર્સન સર્વિસિસ માટેની માગ રહી નથી, પરંતુ તેની સાથે ગોલ્ફ ઓપરેશન્સ સહિતના આઉટડોર રીક્રેએશનની માગને વેગ મળ્યો હોય તેમ લાગે છે. માગનો આ નવો ટ્રેન્ડ જાણી લેવાથી હોટેલિયર્સ સ્પર્ધામાં આગળ રહી શકે છે.

સ્પર્ધામાં અગ્રેસર રહેવાનો બેન્ચમાર્ક

કટોકટી દરમિયાન હોટેલિયર્સ મન શાંત રાખીને માગનું વિશ્લેષણ કરી ડેટાના આધારે ટ્રેન્ડની આગાહી કરી શકે છે. કોઇપણ કટોકટીમાં તક શોધવા માટે હોટેલિયર્સે સૌ પ્રથમ હોટેલ પ્રોફિટનો બેન્ચમાર્ક નક્કી કરવો જોઇએ. આ ગહન વિચારણા બાદ એવો રોડમેપ મળે છે કે જેનાથી અસાધારણ સ્થિતિમાં વધુ તકો મળે છે. અગાઉના બ્લોગમાં હોટસ્ટે્સે મહામારીથી હોટેલ્સના કારોબારમાં આવેલા પરિવર્તનના પાંચ માર્ગ દર્શાવ્યા હતા.