અમેરિકાની હોટેલ્સ હાલમાં લેબર, કોર્પોરેટ ટ્રાવેલ પૂર્વવત્ થવુ, ગ્રુપ અને કોન્ફરન્સ લેવલ તથા ફુગાવાની ખર્ચ પર અસર અને ઊર્જા કટોકટીનો સામનો કરી રહી છે, એમ હોટસ્ટેટના સીઇઓ માઇકલ ગ્રોવે તેના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું. આ જ સત્રમાં આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી ઇન્વેસ્ટમેન્ટ ફોરમના પેનલિસ્ટ્સે ઉદ્યોગની કામગીરીને માપવા માટે ઉપયોગમાં લેવાતા શ્રેષ્ઠ માપદંડ અંગે પણ ચર્ચા કરી હતી.
આઇએચઆઇએફ ખાતે ડિકોડિંગ ધ ડેટાના ટાઇટલ હેઠળના પેનલ સેશનમાં બોલતા ગ્રોવે જણાવ્યું હતું કે સૌથી મહત્વનો મુદ્દો વેરિયેબલ એરિયાઝમાં આવતા વૃદ્ધિના સ્થાન પરના સ્થાયી ખર્ચનો છે, જેણે ખર્ચ આધારનું પરિમાણ બદલી નાખ્યું છે.
ગ્રોવે જણાવ્યું હતું કે આ સરેરાશ વૃદ્ધિની ચાવીરૂપ બાબતોમાં એક જ્યારે સંપૂર્ણ કારોબાર મિક્સ પરત ફરશે ત્યારે પરિસ્થિતિ શું હશે તે છે. અમારી પાસે હજી પણ લોઅર-રેટેડ બિઝનેસ પરત ફરવાની સંભાવના છે, તેમા ટુર્સ, ગ્રુપ અને અન્ય સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે. અમારે તેની કોસ્ટલાઇન્સ પર અસર જોવાની જરૂરિયાત છે. નફાનુકસાન ખાતામાં ખર્ચની યાદી જોવી પડે તેમ છે અને ફુગાવાની અસર પણ ધ્યાન આપું જોઈએ, તેની સાથે લેબર ચેલેન્જ પણ કેટલી અસર કરી રહી છે તે જોવાનું છે.
તે તેમને પરિવર્તનશીલ વાતાવરણમાં વધુ લવચીક બનાવે છે. તેના દ્વારા ખાસ કરીને સીઝનલ હોટેલ્સ જે એવા વિસ્તારોમાં આવી છે તે ઓછી આવકના સમયમાં ખોટ કરતી હોય છે ત્યાં તેમને મદદ કરે છે. તેઓ આ બાબતને એટલા માટે સ્વીકારશે, કારણ કે તેમના લીધે તેમનો સ્થાયી ખર્ચ નીચો જાય છે.
કોપલેન્ડ હોસ્પિટાલિટી પાર્ટનર્સના સીઇઓ રોનિત કોપલેન્ડે ગ્રોવને ચલિત ખર્ચ અંગે પૂછ્યુ હતુ. ગ્રોવે જણાવ્યું હતું કે હોટેલ્સે પરિવર્તનશીલ વાતાવરણમાં વધારે લવચીક રહેવું જોઈએ. આ પ્રકારનો અભિગમ અપનાવવાના લીધે ખાસ કરીને અમુક પ્રાતો જ્યાં નીચી આવકના સમયે ખોટ થતી હોય છે ત્યાં આ પ્રકારના અભિગમથી મદદ મળે છે. તેઓ સ્થાયી ખર્ચનો આધાર નીચો જતો હોવાના લીધે આ બાબતને સરળતાથી સ્વીકારી લેશે, એમ ગ્રોવે જણાવ્યું હતું. નવા વિશ્વમાં ઝૂમ એક વિકલ્પ છે, એક વાસ્તવિકતા છે ત્યારે કેટલાક લો-રેટેડ સેગમેન્ટ આગળ જતા ડિસ્પ્લેસ્ડ થવાના છે. કોન્ફરન્સિંગ ચોક્કસપણે તેના અંગે સંવેદનશીલ છે.
ઇવેન્ટ દરમિયાન ગ્રોવ અને બીજા પેનલિસ્ટ્સે ઉદ્યોગની કામગીરીની સમીક્ષા માટે શ્રેષ્ઠ માપદંડ અંગે ચર્ચા કરી હતી. RevPAR અંગે ગ્રોવે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક બાબત છે. પરંતુ હોટેલ્સ ફક્ત તેના પૂરતી સીમિત નથી. તેઓ કંઈ બેડરૂમ બ્લોક્સ નથી. ઘણી હોટેલ્સ તેના કારોબારના 40 ટકાથી પણ ઓછા રૂમ ધરાવે છે અને નફાકારકતાના મોડેલના અન્ય ક્ષેત્રોમાં ટકવામાં સફળ થઈ ચે. હું માનું છું કે TRevPAR આવક સર્જન અને ફાળવણીના મેનેજમેન્ટ અંગેની વિવિધ મૂવમેન્ટ્સનું પ્રતિબિંબ પાડે છે. આ એક રીતે કમ્બાઇન્ડ મેટ્રિકથી વિશેષ છે અને ઉદ્યોગ તે દિશામાં આગળ વધી રહ્યો છે.
ગ્રોવના જણાવ્યા મુજબ હોટેલ્સે તેના નફાની ટકાવારીમાં વધારો કરવા માટે ફ્લો-થ્રુ પર ચાંપતી નજર રાખવો જોઈએ. આવકમાં દરેક ડોલરના વધારાની સાથે રેવન્યુ સરપ્લસને ગયા વર્ષના બજેટની જોડે માપવી જોઈએ.
આ બાબત હવે ચાવીરૂપ માપદંડ બની ગઈ છે. અમને આશા છે કે લગભગ 70થી 80 ટકાનો આધાર તો અમે ખર્ચમાં કેવી રીતે બચત કરીએ તે છે અને વાસ્તવમા યુરોપમાં અમે હાલમાં 30થી 35 ટકા ફ્લો-થ્રુ જોયો છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગયા મહિને હોટસ્ટેસ્ટે જણાવ્યું હતું કે અમેરિકાની હોટેલ્સની કામગીરી માર્ચમાં પૂરા થયેલા પહેલા ક્વાર્ટરમાં મજબૂત રહી હતી અને વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં હોટેલ્સના નફામાં વૃદ્ધિ જોવા મળી હતી.