અમેરિકાની હોટેલોમાં એવા મહેમાનોને રાહત આપવામાં આવી રહી છે કે જેમણે સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે. તેમને તાજેતરની ફેડરલ સરકારની તથા હોટેલ એસોસિએશનની ગાઇડલાઇન્સના પાલનમાં પણ ફેસમાસ્ક પહેરવા સહિતના નિયંત્રણોમાં છુટ આપવામાં આવી છે. જેમણે કોવિડ-19 સામે રક્ષણ આપતી રસી હજુ લીધી નથી તેવા ગેસ્ટને માસ્ક પહેરી રાખવા માટે જણાવવામાં આવે છે. જો કે, અને ઘણી કંપનીઓ સ્થાનિક પ્રતિબંધોના પાલન માટે અન્ય ચેતવણીઓ બનાવી રહી છે.
ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા સેન્ટર્સ ફોર ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા અપાયેલ રાહત આપતા વેલકમ ન્યુઝનું સ્વાગત કર્યું છે. આહોઆ દ્વારા પણ સીડીસીના નિર્ણયનું અગાઉ સ્વાગત કરાયું હતું. જોકે હોટલોએ નવા કાયદાને કેવી રીતે અમલમાં મૂકવો જોઈએ તે સ્પષ્ટ કરવાનું બંધ કર્યું. ચીપ રોજર્સ, આહલાના પ્રેસિડેન્ટ અને સીઈઓએ જણાવ્યું હતું કે નિયંત્રણો હળવા બનવા જોઇએ.
“તાજેતરમાં સીડીસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સંપૂર્ણ રસીકરણ કરાવેલ વ્યક્તિઓએ હવે માસ્ક પહેરી રાખવાની કે ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાની પણ જરૂર નથી, અમારી સેફ સ્ટે ગાઇડલાઇન્સમાં પણ એવા ગેસ્ટ કે જેમણે રસીકરણ કરાવ્યું છે તેમને માસ્ક પહેરવામાંથી મુક્તિ સહિતની છુટ મળશે, તેમ રોજર્સ કહે છે. હાલના સમયે હોટેલવાળાઓને વેક્સિનેશન પ્રૂફની ખરાઈ માટે પૂછતા નથી, પરંતુ દરેક ગેસ્ટ અને કર્મચારીઓને પૂછીએ કે તેમણે રસી લીધી છે કે નહીં. તેઓ આદર સાથે આ નવી ગાઇડલાઇન્સનો અમલ કરે. રસી નહીં લેનારા ગેસ્ટોને ચહેરો ઢાંકી રાખતા માસ્ક પહેરવાનું જણાવીને તેઓ ફીઝિકલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી આદત પાડવી જોઇએ.
જે હોટેલવાળાઓ રસીવાળા ગેસ્ટને માસ્ક વગર રહેવા દેવાની મંજૂરી આપી રહી છે તેમાં બેસ્ટ વેસ્ટર્ન ઈન્ટરનેશનલ, ચોઇસ હોટેલ્સ, હિલ્ટન વર્લ્ડવાઇડ અને આઈએચજી હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સનો સમાવેશ થાય છે.
“સીડીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન્સની સમીક્ષા કરીને અને આહલા સેફ સ્ટે ગાઇડલાઇન્સ અને ભલામણો, ગેસ્ટ કે જેમણે સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે તેમણે હોટેલમાં રોકાણ દરમિયાન માસ્ક પહેરી રાખવાની જરૂર નથી,” તેમ આઈએચજી દ્વારા તેની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે. જેમણે હજુ રસી લીધી નથી તેવા અમારા ગેસ્ટને અમે રસીકરણ માટે પ્રોત્સાહિત કરીએ છીએ અને જ્યાં સામાજીક અંતર જાળવવાનું શક્ય નથી ત્યાં માસ્ક પહેરી રાખવાની પણ ભલામણ કરીએ છીએ.
રોજર્સ કહે છે કે હોટેલ કર્મચારીઓને હાલના સમયે અંદરની તરફ સતત માસ્ક પહેરી રાખવા માટે જણાવવામાં આવે છે અને તેમને માસ્ક પહેરવા અંગેની સ્થાનિક તથા બીઝનેસ ગાઇડલાન્સનું પાલન કરવા જણાવવામાં આવે છે. જે કર્મચારીઓ બહાર કામ કરે છે અને જેઓ બીજા કોઇના સંપર્કમાં સીધી આવતા નથી તેઓ માસ્ક અંગેની રાજ્ય તથા સ્થાનિક નિયંત્રણોનું પાલન કરવું જોઇએ.
“કોવિડ-19 વેક્સિનેશનને કારણે આપણો દેશ અને આપણા ઉદ્યોગોને હતાશાવાળા એક વર્ષમાંથી બહાર નીકળીને ફરી ધમધમતું થવામાં મદદરૂપ બનશે, તેમ રોજર્સ કહે છે. પરંતુ અમને સીડીસીની તથા પબ્લીક હેલ્થ એક્સપર્ટની નવી ગાઇડલાઇન્સની જાહેરાતની સંભાવના રાખી રહ્યાં છીએ, તેમ રોજર્સ કહે છે.
આહલા સેફ સ્ટે ગાઇડલાઇન્સની સમીક્ષા કરશે અને ફેડરલ અને લોકલ ગાઇડલાઇન્સમાં ફેરફારની પણ સમીક્ષા કરશે.