હોટેલ ડેટા કોન્ફરન્સની ટિકિટો 2019 પછી પહેલી વખત પૂરેપૂરી વેચાઈ

ઇવેન્ટમાં પાંચ વિવિધ કેટેગરીના 92થી વધારે સ્પીકરો હાજર રહેશે

0
916
14મી હોટેલ ડેટા કોન્ફરન્સની બધી જ ટિકિટો 2019 પછી પહેલી વખત પૂરેપૂરી વેચાઈ ગઈ છે એમ કોન્ફરન્સના આયોજક એસટીઆરે જણાવ્યું હતું. આ કોન્ફરન્સ તે ઇન્ડસ્ટ્રી ડેટા કમ્યુનિટીનું ગેધરિંગ છે.

ઇન્ડસ્ટ્રી ડેટા કમ્યુનિટીના ગેધરિંગ 14મી વાર્ષિક હોટેલ ડેટા કોન્ફરન્સની ટિકિટો 2019 પછી પહેલી વખત સંપૂર્ણપણે યોજાઈ ગઈ છે. ઓમ્ની નોશવિલ હોટેલ ખાતે 10થી 12 ઓગસ્ટના રોજ યોજાનારી આ ઇવેન્ટમાં 712 સહભાગીઓ ભાગ લેવાના છે, એમ એક નિવેદનમાં જણાવાયું છે.

2009માં શરૂ થયેલી આ કોન્ફરન્સનું સૌપ્રથમ આયોજન IDeaS દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતુ અને હવે STR અને હોટેલ ન્યૂઝ નાઉ તેનું સહયજમાનપદ સંભાળે છે.

“HDC કેપેસિટી સ્ટેટસ પર પાછું આવવું એ હોટેલ ઉદ્યોગની પુનઃપ્રાપ્તિનું બીજું સૂચક છે,”  STRએ પ્રમુખ અમાન્દા હિટે જણાવ્યું હતું. “અમારી કોન્ફરન્સ ઉદ્યોગના એવા સેગમેન્ટને પૂરી કરે છે જે બજેટ અને સંસાધનોની દ્રષ્ટિએ સૌથી વધુ અસરગ્રસ્ત હતા. આ સેગમેન્ટના પ્રોફેશનલ્સે સ્થિતિને પૂર્વવત્ કરવા મદદ કરવા માટે ડેટા પર આધાર રાખ્યો છે, અને તેઓ નવા પરિપ્રેક્ષ્યની જરૂરિયાતને સમજે છે કારણ કે અમે આર્થિક અનિશ્ચિતતાના સમયમાં લેઝરથી કોર્પોરેટ માંગ તરફ વળવાની સ્થિતિમાં છીએ. અમને અમે બનાવેલા એજન્ડા અને કન્ટેન્ટ દ્વારા જે સંદર્ભો પાર પાડવામાં સફળતા મેળવી છે, તેના પર અમને ગર્વ છે.

પાંચ સામાન્ય સત્રોમાં 92 સ્પીકર્સહશે, 12 બ્રેકઆઉટ પેનલ સત્રો હશે, 17 “ડેટા ડેશ” સત્રો અને છ એડવાન્સ લેવલ  “ડેટા ડાઈવ” ચર્ચાઓ હશે, એમ નિવેદનમાં જણાવાયું હતું.

કોન્ફરન્સમાં આવરી લેવામાં આવેલા વિષયોમાં બિઝનેસ ટ્રાવેલ, ફોરકાસ્ટિંગ, ગ્રુપ બિઝનેસ, ગેસ્ટ ઇવોલ્યુશન, ફુગાવો અને અન્ય મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર્સ, લેબર પડકારો, માર્કેટ લીડર્સ, OTA સંબંધો, પાઇપલાઇન અને પ્રોફિટ ઑપ્ટિમાઇઝેશનનો સમાવેશ થાય છે.

મુખ્ય વક્તાઓ, મેરિયોટ ઇન્ટરનેશનલના એરિકા એલેક્ઝાન્ડર, ક્રેસ્ટલાઇન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના જેમ્સ કેરોલ, કાર્નિવલ ક્રૂઝ લાઇનના ક્રિસ્ટીન ડફી, હોસ્ટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના  સૌરવ ઘોષ, ડેલ્ટા એર લાઇન્સના  મિશેલ હોર્ન, વિઝન હોસ્પિટાલિટી ગ્રૂપના  મિચ પટેલ, ટુરિઝમ ઇકોનોમિક્સના એડમ સેક્સ,  ઓમ્ની હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના પીટર સ્ટ્રેબેલ છે.

કોવિડ-19 રોગચાળાને કારણે HDC, અન્ય ઘણી મોટી કોન્ફરન્સની જેમ ઓનલાઈન થઈ હતી. આમ બે વર્ષ પછી આ કોન્ફરન્સ યોજાઈ રહી છે અને તેની બધી ટિકિટો વેચાઈ ગઈ છે.