હોટેલ કંપનીઓ એક્સટેન્ડેડ-સ્ટેમાં રસ લઇ રહી છે

સેગમેન્ટમાં ચોઇસની બ્રાન્ડ મજબૂત દેખાવ કરી રહી છે, વિન્ધમ દ્વારા નવી ઇકોનોમી એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડનું આયોજન

0
841
ચોઇસ હોટેલ્સ ઈન્ટરનેશનલ દ્વારા તેની એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડમાં સારો અને મજબૂત વેપાર દેખાઈ રહ્યો છે, ખાસ કરીને તેની ઇકોનોમી વૂડ સ્પ્રિંગ સ્યુટ્સની માગ ઘરેલું બજારમાં 30 ટકા સુધી છેલ્લાં ચાર વર્ષમાં વધી છે.

એક્સટેન્ડેડ- સ્ટે હોટેલ્સ દ્વારા છેલ્લાં કેટલાય સમયથી વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને મહામારીના સમયગાળા દરમિયાન પણ તેની માગમાં વધારો રહ્યો હતો. હવે, અગ્રણી હોટેલ કંપનીઓ પણ આ સેગમેન્ટમાં રસ દર્શાવી રહી છે.

ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલને પણ આ સેગમેન્ટમાં તેની એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડના વેપારમાં વધારો જોવા મળ્યો છે અને વિન્ધમ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ દ્વારા પણ તાજેતરમાં આ વર્ષે નવી એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડ શરૂ કરવાની યોજના અંગે જાહેરાત કરવામાં આવી હતી, જે ઇકોનોમી સેગમેન્ટમાં પ્રથમ છે.

સારું વર્ષ આવી રહ્યું છે

ચોઈસની વર્તમાન એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડની ઓક્યુપન્સી, એડીઆર અને રેવપાર મહામારી પહેલાના સ્તરને વટાવી ગયા છે, ઈકોનોમી બ્રાન્ડ વૂડસ્પ્રિંગ સ્યુટ્સ અને સબર્બન એક્સટેન્ડેડ-સ્ટે તથા મિડસ્કેલ બ્રાન્ડ મેઇન સ્ટે સ્યુટ્સમાં સારો વેપાર મળ્યો હોવાનું કંપની જણાવે છે. કંપનીના નવા મિડસ્કેલ ઇવેરહોમ્સ સ્યુટ્સ કે જેની શરૂઆત તાજેતરમાં 2020માં કરવામાં આવેલી તેમાં પણ ફ્રેન્ચાઇઝીસ દ્વારા વધારે રસ જોવા મળે છે.

એપ્રિલથી લઇને, એક્સટેન્ડેડ-સ્ટે પોર્ટફોલિયોમાં સતત વધારો જોવા મળે છે જે 2019ની પહેલાના રેવપારના સ્તરને વટાવી ગયું છે.  2021ના ચોથા ત્રિમાસિકગાળામાં રેવપાર 24.7 ટકા વધ્યો હતો. બ્રાન્ડમાં ઓક્યુપન્સીમાં 75 ટકા અને એડીઆરમાં 14.1 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જે 2019ના સમાનગાળાની સરખામણીએ હતો.

ચોઇસના એક્સટેન્ડેડ સ્ટે માટેના ફ્રેન્ચાઇઝ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ રોન બરગેટ કહે છે કે ગત વર્ષે, કંપની દ્વારા 100 એક્સટેન્ડેડ સ્ટે ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે.

દરેક બ્રાન્ડના પોર્ટફોલિયો ગત વર્ષે વધ્યા છે, જેમાં ચોઇસને તેની એક્સટેન્ડેડ સ્ટે ડોમેસ્ટિક ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટમાં 2021માં 2019ની સરખામણીએ 27 ટકા વધારો જોવા મળ્યો છે.

ચોઈસ પાસે 340 કરતા વધારે હોટેલ કન્વર્ઝન, બાંધકામ હેઠળ અથવા ડેવલપમેન્ટની મંજૂરીની રાહમાં છે.  વર્ષે પ્રથમ હોમ સ્યુટ્સની રજુઆત કરાશે અને 2021માં નવી બ્રાન્ડ માટે અત્યાર સુધીમાં 16 જેટલા ડોમેસ્ટિક ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે.

વૂડસ્પ્રિંગ સ્યુટ્સમાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન આવનારા ગ્રાહકોની સંખ્યામાં 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 30 કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અને તેની ડોમેસ્ટિક પાઇપલાઇન કે જેમાં 190 પ્રોપર્ટીઝ સામેલ છે તેમાં એક વર્ષમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

સ્પ્રિંગમાં નવી રજુઆત

વિન્ધમ દ્વારા તેની ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાનની આવકનો રિપોર્ટ ફેબ્રુઆરી 15ના રોજ જાહેર કરાયો, જે દરમિયાન કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓ તથા ડિરેક્ટર જીઓફ્રેય દ્વારા સ્પ્રિંગમાં રજુઆત પામનાર વિન્ધમની પ્રથમ ઇકોનોમી એક્સટેન્ડેડ- સ્ટે બ્રાન્ડની જાહેરાત કરી હતી.

બલોટીએ કહ્યું હતું કે પોષાય તેવી કિંમતમાં એક્સટેન્ડેડ-સ્ટે ઉત્પાદન મળી રહા ગ્રાહકોમાં તેની માગ વધી છે. અમે અને સેગમેન્ટમાં તેનો લાભ લેવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે મહામારી દરમિયાન એક્સટેન્ડેડ-સ્ટેમાં સારો વેપાર જોવા મળ્યો છે. અમને ખબર છે કે તેની માગમાં વધારો થવાનો જ છે. અમે હેવથોર્ન સ્યુટ્સ સાથેની અમારી અપર મિડસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડમાં વધારો જોયો છે. છેલ્લાં એક વર્ષમાં તેના થકી સારી આવક થઇ છે.

બલોટીના જણાવ્યા અનુસાર વિન્ધમ દ્વારા વૈશ્વિક સ્તરે 2021માં 655 એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે, જે 82000 કરતા વધારે રૂમ સાથેના છે. જેમાં 590 સીધા ફ્રેન્ચાઇઝી અને મેનેજમેન્ટ એગ્રીમેન્ટ છે, જેમાં 2019થી 12 ટકા સુધીનો વધારો જોવા મળે છે.

અમારી ડેવલપમેન્ટ પાઇપલાઇનમાં પાંચ ટકા વધારા સાથે 194,000 ઓરડા સાથએની 1500 હોટેલ્સ સુધી અથવા તો વર્તમાન સિસ્ટમ સાઇઝમાં 24 ટકાના વધારો રહ્યો છે તેમ તેમણે કહ્યું હતું.

ચોથા ત્રિમાસિક ગાળામાં વિન્ધમ દ્વારા તેની બે નવી બ્રાન્ડ રજિસ્ટ્રી કલેક્શન અને વિન્ધમ અલટ્રા લોન્ચ કરવામાં આવી હતી.