હોસ્પિટાલિટી ઈન્ટરનેશનલની હાઈહોટેલ્સ દ્વારા એવોર્ડ વિજેતા જાહેર

તમામ એશિયન અમેરિકન માલિકીના વિજેતાઓએ કંપનીના ઓપરેશનલ ધોરણ પૂરા કર્યા હતા

0
818
હોસ્પિટાલિટી ઇન્ટરનેશનલની ફ્રેન્ચાઇઝીંગ કંપની હાઈહોટેલ્સ દ્વારા તાજેતરમાં તેના 2021ના પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌથી ઉપર ડાબેથી ક્રમશઃ, આશિષ પટેલની માલિકીની સ્કોટિશ ઇન્સ એન્ડ સ્યુટ્સ, હ્યુસ્ટન-વિલોવબ્રૂક, ટેક્સાસ, મુકેશ કાઠીવાલાની માલિકીની સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ એલનટાઉન, પેનીસિલવેનિયા, હાર્દિક પરીખ અને રવિન્દ્ર એન્જિનિયરની માલિકીની ઇલિનોઇસના એન. શિકાગોમાં આવેલી રેડ કાર્પેટ ઈન તથા ટેક્સાસમાં હ્યુસ્ટન-જોન્સ રોડ પર આવેલી મયુર મહંતની માલિકીવાળી સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ.

હોસ્પિટાલિટી ઇન્ટરનેશનલની હાઈહોટેલ્સ દ્વારા તેના 2021 એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર છ મિલકતો તથા મીટીંગમાં હાજર રહેલા વેન્ડરોને કંપનીના માપદંડ અનુસાર ગત વર્ષે કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેશન્સ કામગીરીને ધ્યાને લઇને જાહેર કરાયા હોવાનું કંપની દ્વારા જણાવાયું હતું.

આ અંગે હાઈહોટેલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ ક્રિસ ગુઇમબેલોટે કહ્યું હતું કે પાછલું વર્ષ હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે ખૂબ પડકારજનક રહ્યું હતું. જોકે વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ અમારા ઘણા ફ્રેન્ચાઇઝીસ દ્વારા સફળતા માટેની નોંધપાત્ર કામગીરી કરી હતી. હું અમારા તમામ વિજેતાઓ તથા નોમીનીઓને વિજેતા બનવા બદલ તથા આ સન્માન હાંસલ કરવા અભિનંદન પાઠવું છું અને ઇચ્છીએ કે તેઓ હજુ વધુ સફળતા હાંસલ કરે.

વિજેતાઓમાં,

પ્રેસિડેન્ટ્સ એવોર્ડ – સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, એલનટાઉન, પેન્સિલવાનિયા, માલિક મુકેશ કાઠીવાલા

જેન્ડર એવોર્ડ – રેડ કાર્પેટ ઈન, એન. શિકાગો, ઇલિનોઇસ. પ્રોપર્ટીની માલિકી હાર્દિક પરીખ અને રવિન્દ્ર એન્જિનિયર ધરાવે છે.

ન્યુ પ્રોપર્ટી ઓફ ધી યર એવોર્ડ – સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, હ્યુસ્ટન-વિલોવબ્રૂક, ટેક્સાસ, માલિક આશિષ પટેલ.

બ્રાન્ડ યુનિટી એવોર્ડ – સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, ઈયુ ક્લેર, વિસ્કોનસિન, માલિકી સુરેશ ડી. ભક્તા

બેસ્ટ ઓનલાઇન પ્રેસેન્સ એવોર્ડ – રેડ કાર્પેટ ઈન, બ્લેક્સબર્ગ, વર્જિનિયા, ઈન્ડિયન અમેરિકન મહેન્દ્ર એસ. પટેલની માલિકીની પ્રોપર્ટી.

કોવિડ હીરો એવોર્ડ – સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, હ્યુસ્ટન-જોન્સ રોડ, ટેક્સાસ. હોટેલની માલિકી મયુર મહંત ધરાવે છે.

વેન્ડર ઓફ ધી યર એવોર્ડ – સિનર્જી હોસ્પિટાલિટી એલએલસી

હોસ્પિટાલિટી ઇન્ટરનેશનલ 1982થી હોટેલ અને ડેવલપર્સને ફ્રેન્ચાઇઝીંગ માટેની તક પૂરી પાડે છે. 2021ના બીજા ત્રિમાસિકગાળામાં હોસ્પિટાલિટી ઈન્ટરનેશનલની હાઈહોટેલ્સ દ્વારા છ નવી પ્રોપર્ટી અંગે કરાર કરવામાં આવ્યા, જે તમામ એશિયન અમેરિકન માલિકોની છે.