હોસ્પિટાલિટી ઇન્ટરનેશનલ્સ હાઇહોટેલ્સે ચાર પ્રોપર્ટીઝ ઉમેરી

રિચમંડમાં નવી બનેલી એક પ્રોપર્ટી સ્કોટિસ ઇન ઉમેરી

0
984
હોસ્પિટાલિટી ઇન્ટરનેશનલ હાઇહોટેલ્સ બ્રાન્ડે તાજેતરમાં ચાર નવી પ્રોપર્ટીઝ ઉમેરી છે, તેમા એલ્કટોનમાં રેડ કાર્પેટ ઇન, મેરીલેન્ડ, ડાબે અને ન્યૂજર્સીમાં એડિસનનો સમાવેશ થાય છે.

હોસ્પિટાલિટી ઇન્ટરનેશનલ્સ હાઇહોટેલ્સ સાથે તાજેતરમાં ચાર હોટેલ્સ જોડાઈ છે અને તેમા થ્રી રેડકાર્પેટ ઇન્સની સાથે ઇસ્ટકોસ્ટ અને ટેક્સાસમાં હ્યુસ્ટનની બહાર નવી બનેલી સ્કોટિશ ઇનનો સમાવેશ થાય છે. કંપની ભવિષ્યમાં વધુ વૃદ્ધિ નોંધાવે તેમ મનાય છે.

હાઇહોટેલ્સમાં પાંચ બ્રાન્ડ્સ સ્કોટિશ ઇન, રેડ કાર્પેટ ઇન, માસ્ટર હોસ્ટ્સ ઇન, ડાઉનટાઉનર ઇન અને પાસપોર્ટ ઇનનો સમાવેશ થાયછે. નવી પ્રોપર્ટીઝની વિગત

  • એલ્કટોન મેરીલેન્ડમાં રેડ કાર્પેટ ઇનના 55 રૂમ, અગાઉ રાહુલ પટેલની માલિકીની ડે ઇન હતી
  • રેડ કાર્પેટ ઇન ન્યુજર્સીમાં નોર્થ બ્રુન્સવિક ઇન અગાઉ ભરત રાજ નાઇક નામની વ્યક્તિની માલિકીની સ્વતંત્ર હોટેલ હતી
  • ન્યુજર્સીમાં એડિસન ખાતે રેડ કાર્પેટ ઇન 42 રૂમની હોટેલ અગાઉ ભરત રાજ નાઇકની ઓયો હોટેલ હતી
  • સ્કોટિશ ઇન્સઇન રિચમંડ ટેક્સાસ 35 રૂમની છે અને નવુ બાંધકામ છે, તેની માલિકી સનદીપકુમાર એટલે કે સની પટેલની હતી.

રિચમંડની પ્રોપર્ટી બ્રાન્ડ સાથે જોડાનારી સૌથી છેલ્લી અને નવી બનેલી પ્રોપર્ટી છે. બે અન્ય સ્કોટિશ ઇનનું બાંધકામ હાલમાં ટેક્સાસમાં હ્યુસ્ટન અને ફોરેસ્ટ હિલ ખાતે ચાલી રહ્યુ છે. બીજી નવી બનેલી હોટેલ તાજેતરમાં ટેક્સાસમાં હિચકોક ખાતે શરૂ કરવામાં આવી છે.

હાઇ હોટેલ્સના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિસ ગુઇમબેલોટે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હોટેલ માલિકો અમારી ફ્રેન્ચાઇઝીની સફળતાઓ અંગે સાંભળતા આવ્યા છે, આ સફળતા અમારા એસ્યોરન્સ માર્કેટિંગ પ્રોગ્રામ અને કોમનસેન્સ સ્ટાન્ડર્ડને આભારી છે. હાઇહોટેલ્સ ફેમિલી વતી સાઇન કરતા તેઓ આ તકનો સારામાં સારી રીતે ફાયદો ઉઠાવીને તેમના કારોબારનું મહત્તમ મૂલ્ય મેળવી શકશે.

જુનમાં હોસ્પિટાલિટી ઇન્ટરનેશનલે ઇન્સેન્ટિવ રિવોર્ડ્સ ઇન્સ્ટન્ટ રિવોર્ડ પ્રોગ્રામમાં ફેરફાર લોન્ચ કર્યા હતા. આ કાર્યક્રમ સભ્યોને રાષ્ટ્રીયસ્તરે માન્યતા પ્રાપ્ત કંપનીઓના હજારો ડિસ્કાઉન્ટ્સ અને સ્પેશ્યલ ઓફર્સ પૂરી પાડે છે, એમ કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું.