હોસ્પિટાલિટી ઇન્ટરનેશનલની હાઈહોટલ્સનું 2020માં વિસ્તરણ થયું

કંપની દ્વારા અનેક રાજ્યોમાં નવા બાંધકામ સાથે 18 રૂપાંતરણની કામગીરનો ઉમેરો કરાયો

0
1093
રેડ કાર્પેટ ઈન ઈન ઈન્ડિયન હેડ, મેરીલેન્ડ, પૂર્વ સુપર8, ચંદન પટેલની માલિકીવાળી, ડાબે, આશિષ પટેલની માલિકીની ટેક્સાસના હ્યુસ્ટન ખાતે આવેલી સ્કોટિશ ઈન્સ, કે જે હોસ્પિટાલિટી ઈન્ટરનેશનલની હાઈહોટેલ્સ બ્રાન્ડમાં 2020માં જે 18 પ્રોપર્ટીઝ સામેલ કરવામાં આવી છે તે પૈકીની એક.

વિપરીત પરિસ્થિતિઓ તથા પડકારો વચ્ચે પણ 2020માં હોસ્પિટાલિટી ઈન્ટરનેશનલ દ્વારા સમગ્ર યુ.એસ.માં હાઈહોટેલ્સ સહિતની 18 પ્રોપર્ટીઝનો ઉમેરો કરવામાં આવ્યો છે. મોટાભાગના રૂપાંતરણ એશિયન અમેરિકન હોટેલિયર્સની માલિકીના છે.

રેડ કાર્પેટ ઈન, સ્કોટિશ ઈન્સ, માસ્ટર હોસ્ટ્સ ઈન્સ, ડાઉનટાઉનર ઈન્સ અને પાસપોર્ટ ઈન સહિતની પાંચ હોટેલ બ્રાન્ડનો સમાવેશ થાય છે. હોસ્પિટાલિટી ઈન્ટરનેશનલ જણાવે છે કે બ્રાન્ડના ફ્રેન્ચાઇઝિંગ મોડેલમાં કસ્ટમાઇઝ્ડ સપોર્ટ, એડવાન્સ ટેકનોલોજી અને એકંદર કિંમતનો સમાવેશ થાય છે.

પાછલા જૂન મહિનામાં, અમે કંપની માટે નવી ઇમારતોની ઓળખીની જાહેરાત કરી હતી, જે ફ્રેન્ચાઇઝીસ સેવામાં વધારો સૂચવે છે અને વિકાસની તકો પણ તેમાં સામેલ છે તથા ઇકોનોમી હોટેલ ફ્રેન્ચાઇઝીંગમાં અમારી શ્રેષ્ઠ પસંદગી પણ દર્શાવે છે. અમને અદભૂત પ્રતિભાવ મળ્યો છે અને 2021માં અમે આ ઇમારતો ઉપરાંત પણ આગળનું વિચારી રહ્યાં છીએ તેમ હાઈહોટેલ્સ પ્રેસિડેન્ટ અને સીઈઓ ક્રિસગ્યઇમેલેબોટે જણાવ્યું હતું.

નવી પ્રોપર્ટીઝમાં જેમનો સમાવેશ છેઃ

  • કનુ પટેલની માલિકીની પાસપોર્ટ ઈન અને સ્યુઇટ્સઇનકોરોના, કેલિફોર્નિયા અને પોમોના અને વ્હીટીયરસ્થિત બે પાસપોર્ટ ઈન્સ. પૂર્વ ઓયો હોટેલ્સ.
  • અનિલ પટેલની માલિકીની વોશિંગ્ટન ડિ.સી. ખાતેની રેડ કાર્પેટ ઈન પૂર્વ હોવર્ડ જોહ્ન્સ.
  • ચંદન પટેલની માલિકીની રેડ કાર્પેટ ઈન ઈન ઈન્ડિયન હેડ, મેરીલેન્ડ પૂર્વ સુપર 8.
  • ભૂપેન્દ્ર ‘બોબી’ પટેલની માલિકીની મેરીલેન્ડ ખાતે ટાકોમા પાર્કસ્થિત રેડ કાર્પેટ ઈન, પૂર્વ ઇકોનો લોજ.
  • મેહુલ નાઇકની માલિકીની રેડ કાર્પેટ ઈન, વ્હીપની, ન્યૂજર્સી, પૂર્વ અમેરિકાસ બેસ્ટ વેલ્યુ ઈન.
  • નટરાજ પોથી રેડ્ડીની માલિકીની પેન્સીલવેનીયા ખાતે હેઝલટનસ્થિત રેડ કાર્પેટ ઈન એન્ડ સ્યુટ્સ, પૂર્વ રમાદા ઈન.
  • બાબુભાઈ પટેલની માલિકીની કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડમાં આવેલી સ્કોટિશ ઈન્સ, પૂર્વ નાઇટ્સ ઈન.
  • રાકેશ પટેલની માલિકીની બોર્ડનટાઉન, ન્યૂજર્સી ખાતેની સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, પૂર્વ મોટેલ 6
  • દિનેશ પટેલની માલિકીની ટેક્સાસના કેરોલટન ખાતેની સ્કોટિશ ઈન્સ.
  • ચંદુભાઈ ‘માઇક’ પટેલની માલિકીની ટેક્સાસના કોટુલા ખાતેની સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, પૂર્વ ક્વોલિટી ઈન એન્ડ સ્યુટ્સ
  • ભવાનજી પટેલની માલિકીની ટેક્સાસના ડિસોટો ખાતેની સ્કોટિશ ઈન્સ, પૂર્વ અમેરિકાસ બેસ્ટ વેલ્યુ ઇન
  • વિરલકુમાર ‘લી’ નાઇકની માલિકીની ટેક્સાસના હ્યુસ્ટન ખાતેની સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, પૂર્વ ઈન્ડિપેન્ડેન્ટ
  • આશિષ પટેલની માલિકીની હ્યુસ્ટન ખાતેની સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, નવું બાંધકામ
  • ચંદ્રકાન્ત પટેલની માલિકીની ટેક્સાસ ખાતેની સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, પૂર્વ સુપર 8
  • શૈલેષકુમાર પટેલની માલિકીની ટેક્સાસના વ્હાર્ટન ખાતેની સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, પૂર્વ મોટેલ 6
  • બ્રોન્ક્સ ખાતેની માસ્ટર હોસ્ટ ઇન્સ, પૂર્વ ડેઝ ઇન

અન્ય કંપનીઓ તથા બ્રાન્ડમાં 2020 વિસ્તરણ જોવા મળ્યું, જેમાં ધી અમેરિવુ બ્રાન્ડ કે જેની સ્થાપના 2015માં વિસ્કોન્સિન હોટેલિયર નિક રાઈ દ્વારા કરવામાં આવી હતી, ઈન્ટર કોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપની એવિડ અને ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલની કેમ્બ્રિયા બ્રાન્ડનો સમાવેશ થાય છે.