હાઈહોટેલ્સ દ્વારા દ્વિતિય ત્રિમાસિગાળામાં છ સંપત્તિનો ઉમેરો કરાયો

પાંચ રાજ્યમાં આવેલી આ હોટેલો કંપનીમાં 10નો વધારો ઉમેરશે

0
791
કેતન પટેલની માલિકીની ઈન્ડિયાના ખાતેના લીવેનવર્થમાં આવેલી ધી રેડ કાર્પેટ ઈન, ડાબે, કેતન રામાની માલિકીની ટેક્સાસના સ્પ્રિંગમાં આવેલી ધી સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ, હોસ્પિટાલિટી ઈન્ટરનેશનલ દ્વારા હાઈહોટેલ્સમાં ઉમેરાયેલી છ સંપત્તિ પૈકીની છે, જેનો સમાવેશ આ વર્ષે દ્વિતિય ત્રિમાસિકગાળામાં કરાયો છે.

હોસ્પિટાલિટી ઈન્ટરનેશનલ દ્વારા હાઈહોટેલ્સમાં આ વર્ષે દ્વિતિય ત્રિમાસિકગાળામાં છ સંપત્તિનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે સહુ એશિયન અમેરિકન માલિકોની છે. નવી હોટલો ટેક્સાસ, ઈન્ડિયાના, મેરીલેન્ડ, ઓરેગન અને પેનીસિલ્વેનિયા ખાતે આવેલી છે.

પ્રથમ ત્રિમાસિકગાળામાં હાઈહોટેલ્સની પાંચ બ્રાન્ડ કે જેમાં રેડ કાર્પેટ ઈન, સ્કોટિશ ઈન્સ, માસ્ટર હોસ્ટ્સ ઈન્સ, ડાઉનટાઉન ઈન્સ અને પાસપોર્ટ ઈનનો સમાવેશ થાય છે તેમાં ચાર પ્રોપર્ટી ઉમેરાઇ છે.

નવી પ્રોપર્ટીઃ

  • રેડ કાર્પેટ ઈન, લીવેનવર્થ, ઈન્ડિયાના, કેતલ પટેલની માલિકીની.
  • રેડ કાર્પેટ ઈન, કોલેજ પાર્ક, મેરીલેન્ડ, અગાઉ ઈકોનો લોજ, નગીનભાઈ પટેલની માલિકીની.
  • રેડ કાર્પેટ ઈન, લેનકાસ્ટર, પેનીસીલ્વેનિયા, અગાઉ ટ્રાવેલોજ, મહેન્દ્ર પટેલની માલિકીની.
  • રેડ કાર્પેટ ઈન, લેસ્ટર, પેનીસલ્વેનિયા, અગાઉ ઇકોનો લોજ, વિનોદ પટેલ/ભરત ‘રાજ’ નાયક/આરવ નાયકની માલિકીની.
  • સ્કોટિશ ઇન, એશલેન્ડ, ઓરેગોન, અગાઉની રોડવે ઈન, ભરત લાડની માલિકીની.
  • સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સ સ્પ્રિંગ, ટેક્સાસ, અગાઉની ઇકોનો લોજ, કેતન રામાની માલિકીવાળી,

આ અંગે હાઈહોટેલ્સના પ્રેસિડેન્ટઅનેસીઈઓ ક્રિશ ગુઇમબેલોટે કહ્યું હતું કે અમારી નવી બ્રાન્ડને વધારવા માટે અમે વધારે તનતોડ મહેનત કરી રહ્યાં છીએ.

વધારે હોટેલ કરવાને બદલે અમે સારા સ્થળે હોટેલ્સને વિકસાવી રહ્યાં છીએ, જે સારી ગુણવત્તા અને માલિકી ધરાવતી હોય.

એશિયન અમેરિકન માલિકાવાળી આ હોટેલોની ખરીદીથી કંપનીની આ વર્ષની ઉમેરાયેલી સંપત્તિમાં વધારો થયો છે.