HI હોટેલ્સ દ્વારા પ્રથમ ક્વોર્ટરમાં ચાર પ્રોપર્ટીનો ઉમેરો

એશિયન અમેરિકન માલિકીની હોટલો મેરીલેન્ડ, ઓરેગોન અને ટેક્સાસમાં છે

0
906
ડેસોટો ખાતેની ધી સ્કોટિશ ઈન, ડાબે, બેન પટેલની માલિકીવાળી અગાઉની અમેરિકાસ બેસ્ટ વેલ્યુ ઈન, અને સ્પ્રિંગ્સ, ટેક્સાસસ્થિત ધી સ્કોટિશ ઈન એન્ડ સ્યુટ્સ, કેતન રામાની માલિકીની અગાઉની ઈકોનો લોજ, હોસ્પિટાલિટી ઇન્ટરનેશનલ પોર્ટફોલિયો દ્વારા હાઈ હોટેલ્સમાં ઉમેરો કરવામાં આવેલી ચાર પૈકીની બે નવી પ્રોપર્ટી. અન્ય બે પ્રોપર્ટીઝમાં કોલેજ પાર્ક, મેરીલેન્ડ ખાતેની રેડ કાર્પેટ ઈન, જે અગાઉ ઈકોનો લોજ નામે નગીનભાઈ પટેલની માલિકીની હતી તથા એશલેન્ડ, ઓરેગોનસ્થિત ધી સ્કોટિશ ઈન્સ, જે અગાઉ રોડવે ઈન નામે ભરત લાડની માલિકીની હતી.

હોસ્પિટાલિટી ઈન્ટરનેશનલ પોર્ટફોલિયો દ્વારા હાઈ હોટેલ્સમાં પ્રથમ ક્વોર્ટરમાં ચાર નવી સંપત્તિનો ઉમેરો કરાયો છે. નવો ઉમેરો મેરીલેન્ડ, ઓરેગોન અને ટેક્સાસ ખાતે કરવામાં આવ્યો છે.

સહી થયેલ અથવા શરૂ કરાયેલ ચાર હોટલ આ છે:

  • અગાઉ ઇકોનો લોજ નામે ઓળખાતી હોટેલ હવે રેડ કાર્પેટ ઈન તરીકે, કોલેજ પાર્ક, મેરીલેન્ડ ખાતે, હસ્તાક્ષર કરાયેલ.
  • એશલેન્ડ, ઓરેગોન ખાતેની અગાઉની રોડવે ઈન હવે ધી સ્કોટિશ ઈન ઓળખાશે, હસ્તાક્ષર કરાયેલ અને સક્રિય
  • ડેસોટો, ટેક્સાસ સ્થિત અગાઉની અમેરિકાસ બેસ્ટ વેલ્યુ ઈન હવે સ્કોટિશ ઈન ગણાશે, સક્રિય.
  • સ્પ્રિંગ, ટેક્સાસસ્થિત અગાઉની ઈકોનો લોજ હવે સ્કોટિશ ઈન એન્ડ સ્યુટ્સ ગણાશે, હસ્તાક્ષર કરાયેલ.

પાંચ હાઈ હોટેલ બ્રાન્ડ કે જેમાં રેડ કાર્પેટ ઈન, સ્કોટિશ ઈન્સ, માસ્ટર હોસ્ટસ ઈન્સ, ડાઉનટાઉન ઈન્સ અને પાસપોર્ટ ઈનનો સમાવેશ થાય છે. હોસ્પિટાલિટી ઈન્ટરનેશનલ કહે છે કે બ્રાન્ડના ફ્રેન્ચાઇઝીંગ મોડેલમાં કસ્ટમાઇઝ સપોર્ટ, એડવાન્સ ટેકનોલોજી અને એકંદર મૂલ્ય સામેલ છે.

સમગ્ર અમેરિકામાં નવી હોટેલ્સમાં 18 પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. 2020 દરમિયાન જે ચારનો ઉમેરો કરાયો તે મોટાભાગે એશિયન અમેરિકનોની માલિકીવાળી હોટેલ હતી.

“હું જ્યારે નવી બ્રાન્ડ માટેના મારા બધા વિકલ્પોની વિચારણા કરું તો પહેલી પસંદગી સ્કોટિશ ઈન્સ પર આવે કારણ કે તેમનો વ્યક્તિગત અને વ્યવસાયિક સહાય તેમને ટેબલ સુધી લાવે છે,” તેમ ડેસોટોસ્થિત ધી સ્કોટિશના માલિક બેન પટેલ જણાવે છે. “અન્ય ઘણી બ્રાન્ડથી વિપરીત, હાઇહોટેલ્સ સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટરની સેવા પણ મને માત્ર એક કોલ પર ઓફર કરે છે, જે માટે મારે કોઇ વધારાનો ચાર્જ આપવાનો રહેતો નથી. તેમની બ્રાંડ આવશ્યકતાઓ ઓછી છે અને રેમ્પ-અપ અવધિ ટૂંકી હતી, જે મને કોઇ પણ મુશ્કેલી કે સંચાલન વિક્ષેપ વિના આગળ લઇ જાય છે.

કેતન રામા સ્પ્રિંગ ખાતે ધી સ્કોટિશ ઈન્સ એન્ડ સ્યુટ્સની માલિકી ધરાવે છે, ભરત લાડ એશલેન્ડ ખાતેની સ્કોટિશ ઈન્સ તથા નગીનભાઈ પટેલ કોલેજ પાર્કસ્થિત રેડ કાર્પેટની માલિકી ધરાવે છે. હજુ ઘણા હોટેલમાલિક બ્રાન્ડમાં રસ દર્શાવી રહ્યાં છે તેમ હાઈહોટેલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ ક્રિશ ગુઇમ્બેલોટે કહ્યું હતું.

“અમે હોટેલવાળાઓને તેમની આરઓઆઈ સંભવિતતાને વધારવામાં સહાય કરવા માટેના ‘એસ્યોરન્સ એન્ડ માર્કેટિંગ પ્રોગ્રામ’ સહિતના સંસાધનો પૂરા પાડીએ છીએ જેનાથી તેઓ વર્તમાન વેપારને વધારી શકે અને તેમને માર્કેટિંગ મદદ તથા યોગ્ય તાલીમ મળી રહે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.