એચઆઈજી કેલિફોર્નિયામાં સાન માર્કોસ ખાતે હોમ2 વિકસાવશે

કામ આવતા વર્ષે શરૂ થશે અને 2023 સુધીમાં પૂર્ણ થઇ શકશે

0
756
સાન ડિએગો ખાતેના હોટેલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ, કે જેનું સંચાલન સીઈઓ દર્શન પટેલના વડપણ હેઠળ થાય છે, તેણે કેલિફોર્નિયામાં સાન માર્કોસ ખાતે હોમ2 સ્યુટ્સ બાય હિલ્ટન વિકસાવવાનું નક્કી કર્યું છે.

હોટેલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ દ્વારા કેલિફોર્નિયાના સાન માર્કોસ ખાતે પ્રોપર્ટી ખરીદી છે, જેને હોમ2 સ્યુટ્સ બાય હિલ્ટન તરીકે વિકસાવવામાં આવશે. સાન ડિએગો ખાતેની આ કંપનીનું સંચાલન સીઈઓ દર્શન પટેલના વડપણ હેઠળ થઇ રહ્યું છે.

110 રૂમવાળી આ હોમ2 સ્યુટ્સનું બાંધકામ 2022ના ઉનાળામાં શરૂ થવાની ગણતરી છે અને 1.66 એકરમાં ફેલાયેલી આ પ્રોપર્ટીનું કામ સાલ 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના રહેલી છે. આ પ્રોપર્ટી પેટ-ફ્રેન્ડલી હશે જ્યાં પૂલ, ફિટનેસ સેન્ટર અને મીટીંગ રૂમ્સ પણ હશે.

આ અંગે દર્શન પટેલે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી પડકારોનો સામનો કરી રહેલી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં હવે ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. પ્રોઇમ પોઝિશનમાં આઈએચજીનું પોર્ટફોલિયો વધી રહ્યું છે.  સાન માર્કોસ ખાતે હોમ2 સ્યુટ્સ લાવવાનો હેતુ એ છે કે આ સ્થળ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ વિકલ્પ ઇચ્છે છે કારણ કે અહીં પાલોમાર હોસ્પિટલ ખાતે આવનાર મેડિકલ કોમ્યુનિટીઅને વિસ્તારના પ્રીમિયર ગોલ્ફ કોર્સ તથા લીગોલેન્ડ કેલિફોર્નિયા ખાતે આવનારાઓને રહેવા માટેનું યોગ્ય વિકલ્પ મળી શકે.

ભાવેશ ‘બોબી’ પટેલ દ્વારા 1991માં આઈએચજીની સ્થાપના કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ડેવલપમેન્ટ, એડેપ્ટિવ રિ-યુઝ, ઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ છે. હવે આ જૂથ દ્વારા સમગ્ર કેલિફોર્નિયામાં 18 હોટેલ અને એપાર્ટમેન્ટ કોમ્યુનિટીઝનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આઈએચજીની વધારાની સાનડીએગો ખાતેની પ્રોપર્ટી કે જેમાં મિશન વેલીમાં આવેલી હોટેલ આઇરિશ સહિતની બૂટિક હોટેલ તથા મિશન વેલીમાં આવેલી હોલિડે ઈન એક્સપ્રેસ એન્ડ સ્યુટ્સનો સમાવેશ થાય છે.

આઇએચજીના પોર્ટફોલિયોમાં મેડિકલ ઓફિસ પ્રોપર્ટીઝનો સમાવેસ થાય છે. આઈએચજીની પેટા કંપની ડીપીએ કેપિટલ દ્વારા દરેક મલ્ટીફેમિલી રેસિડેન્શીયલ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટનું સંચાલન સંભાળવામાં આવી રહ્યું છે.

2021ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં હોમ2 સ્યુટસ એ અમેરિકામાં બાંધકામ હેઠળના જે અગ્રણી હોટેલ પ્રોજેક્ટ છે તે પૈકીનુંએક છે તેમ લોજિંગ ઇકોનોમેટ્રિક્સ દ્વારા જણાવાયું હતું.