રીપોર્ટઃ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલની ઓક્યુપન્સી એપ્રિલમાં 2019ના સ્તર નજીક પહોંચી

મિડ-પ્રાઇઝ અને અપસ્કેલ સેગમેન્ટમાં સુધારો થતાં વધારો જોવા મળ્યો

0
803
એક્સટેન્ડેડ-સ્ટે ઓક્યુપન્સી એપ્રિલમાં 18 ટકા વધી છે જે સરેરાશ હોટેલ ઈન્ડસ્ટ્રરીમાં સૌથી વધુ છે, તેમ હાઇલેન્ડ ગ્રુપના રીપોર્ટ યુએસ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ બુલેટિનઃ એપ્રિલ 2021માં જણાવાયું છે. મિડ-પ્રાઇઝ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા એપ્રિલ મહિનામાં બે વર્ષ અગાઉના સમાન સમયગાળાની સમકક્ષ વેપાર કરવામાં આવ્યો છે.

યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની કામગીરી એપ્રિલમાં 2019ના સ્તરની નજીક પહોંચી છે, તેમ હોટેલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઇલેન્ડ ગ્રુપના રીપોર્ટમાં જણાવાયું છે. મિડ-પ્રાઇઝ અને અપસ્કેલ સેગમેન્ટમાં જોવા મળેલા સુધારાને પગલે આ વધારો જોવા મળ્યો છે.

એપ્રિલમાં એક્સટેન્ડેડ-સ્ટેની ઓક્યુપન્સી 18 ટકા વધીને સમગ્ર હોટેલ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ઉંચા સ્તરે પહોંચી હતી, તેમ ધી હાઈલેન્ડ ગ્રુપના રીપોર્ટ “યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ બુલેટીનઃ એપ્રિલ 2021” માં જણાવાયું છે. મિડ-પ્રાઇઝ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા એપ્રિલ મહિનામાં બે વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ વધારે નફો હાંસલ કરવામાં આવ્યો છે.

રીપોર્ટ અનુસાર અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા રેવપારમાં એપ્રિલમાં સૌથી વધુ વધારો નોંધાવાયો હોવા છતાં માસિક નફો હજુ પણ બે વર્ષના અગાઉના સમાન ગાળાની સરખામણીએ નીચલા સ્તરે રહેવા પામ્યું છે. સેગમેન્ટમાં ઝડપી સુધારો આવી રહ્યો છે, જેમાં રેવપાર 83 ટકા રીકવરી ઈન્ડેક્સ સાથે છે અને દરેક અપસ્કેલ હોટેલ્સ માટે 64 ટકા છે તેમ એસટીઆરનું માનવું છે.

ઈકોનોમી એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા એપ્રિલમાં એડીઆરમાં સકારાત્મક દેખાવ અને કામગીરી કરવામાં આવી અને 10.9 ટકાના વધારા સાથે મહિનામાં મજબૂત વધારો પણ કરવામાં આવ્યો હતો. સેગમેન્ટમાં ડિસેમ્બર 2020થી થયેલા ઘટાડામાં સુધારો થયો છે.

એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા પુનઃ ઓક્યુપન્સી હાંસલ કરીને તેને ઉચ્ચ સ્તરે લઇ જવામાં આવ્યું છે અને કપરા સમયમાં પણ સારી કાગમીરી કરવામાં આવી છે તેમ માર્કે સ્કીનર, ધી હાઇલેન્ડ ગ્રુપના ભાગીદારે કહ્યું હતું.

સમીક્ષા માટે નક્કી કરવામાં આવેલા મહિના દરમિયાન એક્સટેન્ડેડ-સ્ટે રૂમ સપ્લાયમાં 13.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે નવા બાંધકામ ને બંધ પડેલી હોટેલો ફરી થવાને પગલે શક્ય બન્યું.

અત્રે એ નોંધવું જરૂર બને છે કે મોટાભાગે દરેક હોટેલના નફામાં ઘટાડો થયો છે અને ગત વર્ષની સરખામણીએ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સના રેવન્યુમાં વધારો થયો છે.

અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની માંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો હવે તે જ કંપની ડિમાન્ડ રીકવરીમાં આગળ વધી રહી છે. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ ડિમાન્ડ 12.3 મિલિયન રૂમ નાઇટ સુધી એપ્રિલમાં પહોંચી હતી, જે એપ્રિલ 2019ની સરખામણીએ 13 ટકા વધારે છે. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ ઓક્યુપન્સી ગ્રોથ અંગે એસટીઆર રીપોર્ટ કહે છે કે તેમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે.

જ્યારે મોટાભાગની હોટેલ ઈન્ડસ્ટ્રીમાં રેવપારમાં નુકસાન જોવા મળ્યું છે ત્યારે એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ, સેગમેન્ટના રેવપાર ગ્રોથમાં એપ્રિલ 2021ની એપ્રિલ 2020ની સરખામણીએ બમણી છે.

અગાઉના અહેવાલ અનુસાર એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ એ કોવિડ-19 રીકવરીને આગળ લઇ જાય છે.