હરિકેન ઈડામાં નુકસાન પામેલી હોલિડે ઈન એક્સપ્રેસ ન્યુ ઓર્લિયન્સમાં ફરી શરૂ

માલિકે કહ્યું કે વીમા કંપની દ્વારા સમારકામ ચૂકવણીમાં વિલંબ

0
870
લુઇસિયાનામાં લાપ્લેસ ખાતે આવેલી 91 રૂમવાળી હોલિડે ઈન એક્સપ્રેસ જાન્યુઆરી 17થી ફરી શરૂ થઇ છે, લાપ્લેસમાં વિમલ પટેલના વડપણ હેઠળની ક્યુહોટેલ્ટ મેનેજમેન્ટ દ્વારા તેના સમારકામ માટે પાંચ મિલિયન ડોલરથી વધુનો ખર્ચ કરાયો હતો. સપ્ટેમ્બરમાં હરિકેન ઇડાને કારણે હોટેલને ભારે નુકસાન પહોંચ્યું હતું.

લૂઇસિયાનામાં લાપ્લેસ ખાતે આવેલી હોલિડે ઈન એક્સપ્રેસ જાન્યુઆરી 17થી ફરી શરૂ થઇ છે. સપ્ટેમ્બરમાં હરિકેન ઇડાને કારણે તેને ભારે નુકસાન પહોંચ્યું હતું.  ક્યુહોટેલ મેનેજમેન્ટના માલિક વિમલ પટેલ દ્વારા પાંચ મિલિયન ડોલરના ખર્ચે તેનું સમારકામ હાથ ધરાયું હતું. વીમા કંપની દ્વારા સમયસર ચૂકવણી નહીં કરવાને કારણે સમારકામમાં મોડું થયું હોવાનું પણ વિમલ પટેલે જણાવ્યું હતું.

વિમલ પટેલે જણાવ્યું હતું કે હોટેલ પૂરી કરવા માટે અમારે અમારી ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરવો પડ્યો છે. અન્ય પાંચ હોટેલ પણ ક્રમમાં છે. તેમની કામગીરી પણ ચાલી રહી છે. કેટલીક હોટેલ આવતા મહિના સુધી ફરી શરૂ થઇ શકે તેમ છે. છેલ્લી હોટેલ મે મહિના કે જૂન મહિના સુધીમાં પૂર્ણ થઇને કાર્યરત થઇ જશે.

91 રૂમવાળી હોલિડે ઈન એક્સપ્રેસ કાજુન પ્રાઇડ સ્વેમ્પ ટૂર્સ, ધી ચોઇસ હોલ, વાયએમસી ઇવેન્ટ વેન્યુ અને ડ્રીમ ઇવેન્ટ સેન્ટર નજીક આવેલી છે.

ઇડાને કારણે તારાજી થતાં પટેલે શહેર છોડી દીધું હતું પરંતુ તેમની હોટેલ જે વિસ્તારમાં આવેલી છે તે વિસ્તારમાં ઇડાને કારણે ભારે તારાજી પહોંચી હતી.

હું સ્લાઇડેલ તરફ નિકળી ગયો હતો, પરંતુ માટે કેટલાક ભાગીદારો લાપ્લેસમાં જ રોકાયા હતા. તેમણે ખરાબ હવામાનથી ફેલાયેલી તારાજી અને નુકસાન, તૂટેલી બારીઓ, ફરી વળેલા પાણી અને અન્ય વસ્તુનો જોઇ હતી, તેમ તેમણે ઉમેર્યું હતું.

પટેલે કહ્યું હતું કે તેમની વીમા કંપનીને કારણ તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડી છે.

તેમણે વળતર ચૂકવવા માટે અનેક ગલ્લાતલ્લા કર્યા છે. નુકસાન માટે તેઓ સહમત નથી અને થર્ડ પાર્ટી રિપોર્ટની રાહ જોવામાં સમય પસાર કરે છે.

તેમણે કહ્યું હતું કે તેઓ એટર્નીની મદદ લઇને કામ કરશે.

પટેલ એકલા નથી કે જેમને નુકસાન થયું છે કે ફરી ઉભા થવામાં મોડું થયું છે, તેમ તેમણે એલ,ઓબઝર્વવુર મેગેઝિનના એક લેખમાં જણાવ્યું છે. ઘણી મોટી અને નાની કંપનીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

તેમણે કહ્યું હતું કે નાના વેપારના માલિકોથી લઇને બહોળો વેપાર ધરાવનારાઓ માટે પણ પરિસ્થિતિ કપરી બની છે, દરેક જણ સામે પડકાર ઉભા રહ્યાં છે. ખૂબ ભારે નુકસાન પહોંચ્યું છે, સમારકામ માટે મજૂરી ખર્ચ તથા માલસામાન માટે પણ ભારે ખર્ચ કરવો પડી રહ્યો છે.

હોલિડે ઈન એક્સપ્રેસ માટે ઓછામાં ઓછા વેપારમાં સુધારો થયો હોવાનું પણ પટેલે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે વેપાર ફરી હાંસલ કરવામાં સમય લાગશે અને 40થી 45 ટકા ઓક્યુપન્સી હાંસલ કરવામાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે.

તેમને 60 ટકા વેપાર ઓઇલ કંપનીઓ દ્વારા મળી રહે છે.