હર્ષા હોસ્પિટાલિટી મેનેજમેન્ટ દ્વારા ગત વર્ષે અંદાજે 4000 રૂમવાળી કુલ 25 હોટેલ્સનો ઉમેરો કરવામાં આવ્યો હતો. મહામારી કોવિડ-19 દરમિયાન પણ તેના માલિકોની કામગીરી, વેચાણ માટે દબાણ, અને સંભાળપૂર્વકનું કોસ્ટ મેનેજમેન્ટને કારણે આ ઉમેરો થઇ શક્યો તેમ કંપનીએ જણાવ્યું હતું.
પ્રેસિડેન્ટ અને સીઈઓ નવીન કાકર્લાના વડપણ હેઠળની એચએચએમ દ્વારા તેના 2020 દરમિયાનના તમામ મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ પણ જાળવી રાખવામાં આવ્યા છે. તે પોર્ટફોલિયોમાં 20થી વધુ સંસ્થાગત અને લોન્ગ-ટર્મ ઓનર્સ સાથેની 140 જેટલી હોટેલ્સ ધરાવે છે, જેમાં એક તૃતિયાંશ લાઇફસ્ટાઇલ અને સ્વતંત્ર હોટેલ છે, એક તૃતિયાંશ રીસોર્ટ અને ફુલ સર્વિસ તથા એક તૃતિયાંસ અર્બન તથા સિલેક્ટ સર્વિસવાળી છે.
“અમારા સિનિયર લીડર્સ ઘણા લાંબા સમયથી એકસાથે કામગીરી સંભાળી રહ્યાં છે અને તેઓ જાણે છે કે મહામારી દરમિયાન પણ કેવી રીતે પડકારો અને તકોનો ઝડપથી સામનો કરવો જોઇએ,” તેમ કાકર્લાએ જણાવ્યું હતું. “અમે તરત જ અમારા હાલના ઓનર્સ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને સમજાયું કે ત્રાસદાય હોવા છતાં અમે તેમને લિક્વિડીટી મેનેજ કરવા સાથે સરળ અને સુચારું વ્યવસ્થાપન અને માર્કેટ શેરને આગળ વધારવા માટે મદદરૂપ બન્યા, જે અમારી પહેલી પ્રાથમિકતા હતી. દાખલા તરીકે. અમારી પ્રાથમિકતા હતી અમારી માલિકીની અને અદ્યતન આવક વ્યવસ્થાપન ટેકનિક્સ તરફ ધ્યાન આપવું તથા વેચાણ વધારવા માટે મહેનત કરવી તેના પરિણામે એચએચએમનો માર્કેટ હિસ્સો પણ છેલ્લાં પાંચ ક્વાર્ટર દરમિયાન વધારવામાં આવ્યો છે.”
એચએચએમના ચીફ ડેવપમેન્ટ ઓફિસર ડેવિડ મેકકાસલિને જણાવ્યું હતું કે કંપનીની વૃદ્ધિ ભૌગોલિક રૂપે વૈવિધ્યસભર છે અને તેના ગ્રાહક આધારીત વિસ્તૃત છે.
“આ ગ્રાહકો તેમની સબમાર્કેટ્સમાં અમારી કુશળતા અને નેતૃત્વને વધુને વધુ માન્યતા આપી રહ્યાં છે, દરેક અગ્રણી બ્રાન્ડ સાથે અને ખાસ કરીને અમારી ઈન્ડિપેન્ડેન્ટ કેપેબીલિટીસને કારણે તે શક્ય બન્યું,” તેમ મેકકાસલિન કહે છે. “ઉદાહરણ તરીકે જોઇએ તો અમારી નવી હોટેલ્સની રેન્જ સિલિકોન વેલીથી ન્યુ ઈંગ્લેન્ડથી ફ્લોરિડા સુધી વિસ્તરેલી છે. અમે નવી નવી પ્રયોગાત્મક સંપત્તિઓ તરફ ધ્યાન આપી રહ્યાં છીએ, જેમ કે હોટેલ નિયા એ મેન્લો પાર્ક, કેલિફોર્નિયા ખાતેની એન ઓટોગ્રાફ કલેક્શન હોટેલ છે, કેપ ગૂડ, મેસાચ્યુસેટ્સ ખાતેની સી ક્રેસ્ટ બીચ રીસોર્ટઅને ફ્લોરિડામાં આઈલેન્ડ બીચ રીસોર્ટ.”
આ વર્ષે એચએચએમ દ્વારા ઉમેરવામાં આવેલી સંપત્તિમાં ત્રણ તો લક્ઝરી અથવા લાઇફસ્ટાઇલ હોટેલ્સ છે. તે બોસ્ટનના બીકન હિલ ખાતેની વ્હીટની હોટેલ, માયામી નજીક ફ્લોરિડાના કોરલ ગેબલ્સ ખાતેની થેસીસ હોટેલ અને ટેક્સાસના અલપાસોમાં પાયોનીયર પાર્ક ખાતેની પ્લાઝા હોટેલનો સમાવેશ થાય છે.
હર્ષા હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ આરઈઆઈટીની માલિકીની લગભગ તમામ હોટેલ્સનું સંચાલન એચએચએમ દ્વારા કરવામાં આવે છે, જય અને નીલ શાહના વડપણ હેઠળ કામગીરી કરવામાં આવે છે. ઓક્ટોબર દરમિયાન હર્ષા હોટેલ્સ અને રીસોર્ટ દ્વારા જણાવાયું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન તેના રેસ્ટ એસ્યુર્ડ ક્લિનિંગ પ્રોગ્રામને સારો આવકાર મળ્યો છે અને તેનો અમલ એચટી ખાતે કરવામાં આવે છે.