HFTP દ્વારા પ્રથમ ઈન્ડિયા ચેપ્ટર તરફ ધ્યાન

તેનું પહેલું કાર્ય એ ભારતમાં કોવિડ-19 રાહત માટે ભંડોળ એકત્ર કરવાનું હતું

0
898
ધી હોસ્પિટાલિટી ફાયનાન્શિયલ એન્ડ ટેકનોલોજી પ્રોફેશનલ્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં તેના પ્રથમ એચએફટીપી ઈન્ડિયા ચેપ્ટરની કામગીરી શરૂ કરવામાં આવી, જે ભારતમાં સંગઠનની કામગીરીનું માળખું તૈયાર કરશે. તસવીરમાં બોર્ડ મેમ્બર્સ નજરે પડે છે.

હોસ્પિટાલિટી ફાયનાન્શિયલ એન્ડ ટેકનોલોજી પ્રોફેશનલ્સ એસોસિએશન દ્વારા હંમેશાંથી વિસ્તરણ માટે ભારત તરફ નજર માંડવામાં આવી હતી અને હવે તે લક્ષ્યાંક પણ વાસ્તવિકતા બન્યું છે. જૂન, 1, ના રોજ એચએફટીપી દ્વારા સત્તાવાર રીતે એચએફટીપી ઈન્ડિયા ચેપ્ટરની શરૂઆત કરવામાં આવી, જે ભારતમાં સંગઠનના વિકાસ માટેનું માળખું અને જવાબદારી સંભાળશે.

ધી એચએફટીપી ઈન્ડિયા ચેપ્ટર ચાર્ટર્ડ સેરેમનીનું આયોજન એચઆઈટીઈસી દુબઈ ખાતે દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે આયોજીત ધી હોટેલ શૉમાં, દુબઈ, યુએઈ ખાતે કરવામાં આવી હતી. તેણે મે 20 ના રોજ પોતાનું ભારત ખાતેનું બિઝનેસ લાયસન્સ હાંસલ કર્યું હતું.

“એચએફટીપી”નું દ્રષ્ટિકોણ એ ભારતીય હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને એસોસિએશન રીસોર્સીસ પૂરા પાડવાનો છે, આ કાર્ય માટે છેલ્લાં 12 વર્ષથી કામગીરી કરવામાં આવી રહી હતી અને હવે તે સાકાર પામવા થઇ રહી છે, તેમ રમણ “આર.પી.” રામા, એચએફટીપી ઈન્ડિયા ચેપ્ટરના ફાઉન્ડિંગ મેમ્બર અને સેરોના હોટેલ્સ એન્ડ હોલ્ડિંગ્સના પ્રેસિડેન્ટ અને સીટીઓ/સીઆઈઓએ કહ્યું હતું.  ભારતમાં તે અમારા સહુ માટે માણવા માટેની ક્ષણ છે અને સાથે સાથે સાઉથઈસ્ટ એશિયા અને મીડલ ઈસ્ટમાં પણ, કે જ્યાં એચએફટીવી સભ્યો સંશોધન પહેલને કારણે નવા નવા નેટવર્કિંગ અને લર્નિંગ તકનો સ્થાનિકો સાથે ભાગીદારી કરીને લાભ લઇ શકે તેમ છે.

Other members of the HFTP India Chapter board of directors are:

એચએફટીપી ઈન્ડિયા ચેપ્ટરના અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ સભ્યોઃ

પ્રેસિડેન્ટઃ રાજેશ ચોપરા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફોર આઈટી ધી ઓબેરોય ગ્રુપ

વાઇસ પ્રેસિડેન્ટઃ શ્રીહર્ષ ભંડારી, હોસ્પિટાલિટી એડવાઇઝર અને મેન્ટર, ટ્રસ્ટ ટ્રીટમેન્ટ સીટીઓ, પંચશીલ

ટ્રેઝરરઃ વિશાલ ઠક્કર, સીઈઓ, કોનટેટ્રા યુનિવર્સલ એલએલપી

સેક્રેટરીઃ ડૉ.વિજય ચૌધરી, એડવાન્સ્ડ વીડિયો પ્રોસેસર, રોયલ ઓર્ચિડ ગ્રુપ

ફાઉન્ડિંગ ડિરેક્ટર અને સભ્યઃ રવિશ ઝાલા, કન્ટસલ્ટીંગ પાર્ટનર, વીસીએનએસ ગ્લોબલ ફેકલ્યી, એનએમઆઈએમએસ અને મુંબઈ તથા ઈન્ડિયન સ્કૂલ ઓફ હોસ્પિટાલિટી

એડવાઇઝરઃ પ્રકાશ શુક્લા, પાર્ટનર, વેફેર વેન્ચર પાર્ટનર્સ અને ફ્રેન્ક વોલ્ફ, સીઈઓ એચએફટીપી

“ભારતમાં હોસ્પિટાલિટી સેક્ટર એ પહોંચથી પણ દૂર છે, અને હવે જ્યારે આ ચેપ્ટરની સ્થાપના થઇ છે ત્યારે અમે આ ક્ષેત્રે સ્થાનિક-પ્રાંતિય સ્તરે આર્થિક અને તકનીકી તજજ્ઞોની સલાહસૂચન તથા સેવાનો લાભ ભારતના છેવાડાંના વિસ્તારો સુધી વિસ્તરેલા આ ક્ષેત્રને મળી શકશે.” તેમ ઝાલાએ જણાવ્યું હતું.

નવા ચેપ્ટરના સભ્યો નજીવી ફી આપીને સભ્યપદ મેળવી શકશે અને વિદ્યાર્થીઓ વિનામૂલ્યે તેની સાથે જોડાઈ શકે તેમ છે.

એચએફટીપી ઈન્ડિયા એસોસિએશન દ્વારા તેની પ્રથમ બોર્ડ મીટીંગનું આયોજન બીજી જૂનના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા સમયની કામગીરીને લઇને વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. ચેપ્ટરની પ્રથમ કામગીરી એ રહી હતી કે કોવિડ-19 મહામારીમાં ભારતને મદદરૂપ થવા માટે ભારતને તબીબી ઉપકરણો એકત્ર કરીને દાનમાં મોકલી આપવા જેથી દેશ કોરોનાની બીજી લહેર સામે લડત આપી શકે. મે મહિનામાં અમેરિકા ખાતેના અનેક ઈન્ડિયન અમેરિકન હોટેલિયર્સ દ્વારા ભારતને દાન-સહાય મોકલવામાં આવી હતી.