હર્ષાએ તેના ‘રેસ્ટ એસ્યોર્ડ’ સ્વચ્છતા કાર્યક્રમની સિદ્ધિઓ વર્ણવી

જૂન માસમાં શરૂ થયેલ પ્રોગ્રામ કંપનીના અર્થવ્યૂ સ્થિરતા પ્રોગ્રામનો એક હિસ્સો છે

0
1029
હર્ષા હોટેલ્સ અને રિસોર્ટ્સનો ‘રેસ્ટ એશ્યોર્ડ’ પ્રોગ્રામ, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવેલ હતો, જેમાં મહેમાનો અને કર્મચારીઓને રોગચાળાથી સુરક્ષિત રાખવાના હેતુથી કડક સફાઇ નિયમો, સર્વિસીઝ અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

હર્ષા હોટેલ્સ અને રિસોર્ટ્સનો ‘રેસ્ટ એશ્યોર્ડ’ પ્રોગ્રામ, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવેલ હતો, જેમાં મહેમાનો અને કર્મચારીઓને રોગચાળાથી સુરક્ષિત રાખવાના હેતુથી કડક સફાઇ નિયમો, સર્વિસીઝ અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

‘રેસ્ટ એસ્યોર્ડ’ એ કંપનીના અર્થવ્યૂ સ્થિરતા પ્રોગ્રામનો એક હિસ્સો છે. તે જૂનમાં અમેરિકાભરમાં હર્ષાની 135 હોટલોમાં ઓપરેશનના મોટાભાગના મુદ્દાને આવરી લેતા પાંચ-પોઇન્ટ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો.

હર્ષાના સીઈઓ જય શાહે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં જ્યારથી રેસ્ટ એસ્યોર્ડની શરૂઆત કરવામાં આવી ત્યારથી, અમારી હોટેલની વિવિધ ટીમે અથાગ રીતે કાર્યરત રહીને અમારા મહેમાનો માટે સુનિશ્ચિત વિશ્વસનીય સલામત અને સ્વસ્થ વાતાવરણ પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનો સ્વીકાર અને તેનો અસરકારક અમલ અમારી તમામ હોટેલ્સમાં કરવામાં આવે છે.

‘મહેમાનો અને અમારી વિવિધ ટીમને સુરક્ષિત રાખવા માટે અમે બનાવેલા વ્યાપક સ્વચ્છતાના પગલા મહેમાનોને સક્રિય માહિતી પ્રદાન કરવાની સાથે સાથે સહયોગી શિક્ષણ અને તાલીમ અમારા કાર્યક્રમમાં અગ્ર સ્થાને છે. આ પગલામાં તમામ જાહેર વિસ્તારોમાં સ્વચ્છતા, મુખ્ય જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા, ઇપીએ દ્વારા માન્ય જીવાણુનાશકોનો ઉપયોગ અને યુવી લાઇટ ટેકનોલોજી તથા એચ.ઇ.પી.એ. ફિલ્ટરેશનના ઉપયોગનો સમાવેશ થાય છે.

જય શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંગે મહેમાનોનો ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, ‘મહેમાનોનો પ્રતિભાવ ધાર્યા કરતા વધુ સકારાત્મક રહ્યો છે. અમલીકરણના 90 દિવસથી, સર્વેના પરિણામો સંકેત આપે છે કે રેસ્ટ એસ્યોર્ડ પ્રોગ્રામ દ્વારા સલામતી પ્રત્યેની અમારી કટિબદ્ધતા માટે કરવામાં આવેલ એક હજાર મહેમાનોના સર્વેમાંમાંથી 91 ટકા લોકોને અમારા પર વિશ્વાસ છે.

રેસ્ટ એસ્યોર્ડ અમલીકરણના મુદ્દાઓ:

સર્વેમાં જણાયું છે કે 88 ટકા પ્રતિભાવકો સામાજિક અંતર પદ્ધતિઓ મહત્ત્વની હોવાનું માને છે, અને જ્યારે 71 ટકા લોકોએ હોટેલ પાસે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ મેળવવાની અપેક્ષા રાખી છે.

સલામતી માટે જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં આગળના ડેસ્ક પર પ્લેક્સીગ્લાસ પાર્ટીસન્સ અને હર્ષાની હોટેલ્સમાં ફ્લોર ડેકલ્સ અને સાઇનેજનો સમાવેશ થાય છે, જે મહેમાનો અને કર્મચારીઓને સામાજિક અંતર જાળવવાનું ધ્યાન અપાવે છે.

ફ્રી સ્ટેન્ડિંગ સેનિટાઈઝર સ્ટેશનો કંપનીની તમામ હોટેલ્સમાં મુકવામાં આવ્યા છે.

કેટલીક હોટેલ્સમાં, મહેમાનોને ચેક-ઇન વખતે રેસ્ટ એસ્યોર્ડ વેલનેસ અને પીપીઇ કિટ્સ આપવામાં આવે છે. કિટ્સમાં હેન્ડ સેનિટાઈઝર, સેનિટાઇઝર વાઇપ્સનું એક પેક અને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું ફેસમાસ્ક હોય છે.

સર્વેમાં 85 ટકા જેટલા પ્રતિભાવકોએ હર્ષા હોટેલ્સની ખુલ્લી રેસ્ટોરાંમાં સલામત અંતરના અમલ સાથે ભોજનમાં અનુકૂળતાનો અનુભવ કર્યો હતો.

જય શાહે જણાવ્યું હતું કે, ‘અમારી હોટેલ્સની ટીમોએ આરોગ્ય, સલામતી અને સ્વચ્છતા જાળવા માટે વિસ્તૃત તાલીમ લીધી છે, અને તે અમારા પ્રોગ્રામની સફળતામાં મદદરૂપ બની છે.’