હોવકી હોટેલ્સ દ્વારા તેનું દ્વિતિય અને ત્રીજું સંપાદન આ વર્ષે કરવામાં આવ્યું છે, તેણે ઓહાઇઓ અને ઓકલાહોમા ખાતે હોટેલ્સ મેળવી છે. કંપનીએ તેનું પ્રથમ સંપાદન લુઇસિયાના ખાતે જાન્યુઆરીમાં કર્યું હતું.
કોરલવિલે, લોવા ખાતેની હોવકીની તાજેતરની ખરીદી છે તે ધી ફેરફિલ્ડ ઈન એન્ડ સ્યુટ્સ, કેમ્બ્રિજ, ઓહાઇઓ ખાતે અને અલોફ્ટ ઓકલાહોમા સિટી ડાઉનટાઉન-બ્રિકટાઉન ઓકલાહોમા સિટી, ઓકલાહોમા ખાતેનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં જે હોટેલ હસ્તગત કરવામાં આવી તે લફાયેટે, લુઇસિયાના ખાતેની સ્ટેબ્રિજ સ્યુટસ છે.
99 રૂમવાળી ફેરફિલ્ડ ઈન 2016માં બાંધવામાં આવી હતી અને તે 238 ચોસરફિટની મીટીંગ સ્પેસ અને બાર પણ ધરાવે છે. 134 રૂમવાળી ઓકલાહોમા સિટી અલોફ્ટ 7500 સ્કવેર ફિટ કરતા વધારેનો ઇવેન્ટ સ્પેસ ધરાવે છે, જેમાં રૂફટોપ એરિયાનો પણ સમાવેશ થાય છે. તે હોવકી હોટેલ્સની ઓકલાહોમા ખાતેની પ્રથમ પ્રોપર્ટી છે અને તે કોક્સ કન્વેન્શન સેન્ટર, ચેઝાપીકર એનર્જી અરીના અને સિવિક સેન્ટરની નજીક આવેલ છે.
118 રૂમવાળી લફાયેટે ખાતેની ધી એક્સટેન્ડેડ-સ્ટે સ્ટેબ્રિજ સ્યુટ્સ લફાયેટે રીજનલ એરપોર્ટ, યુનિવર્સિટી ઓફ લુઇસિયાના અને કાજુનડોમ કન્વેન્શન સેન્ટર નજીક આવેલ છે. તે ફિટનેસ સેન્ટર અને આઉટડોર પૂલ પણ ધરાવે છે.
હાવકી હોટેલ્સ હજુ પણ વધુ વિસ્તરણની યોજના ધરાવે છે તેમ કંપનીના હેડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પાર્થ પટેલે જણાવ્યું હતું.
“પડકારો હોવા છતાં છેલ્લાં 12 મહિના દરમિયાન અને અનેક શોધખોળ કરી છે અને હોવકી હોટેલ્સ વ્યૂહાત્મક રીતે સમગ્ર દેશમાં પ્રોપર્ટી હાંસલ કરવાનું આયોજન ધરાવે છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
હાવકી હોટેલ્સ સમગ્ર દેશમાં 50થી વધુ હોટેલ્સનું સંચાલન અને માલિકી ધરાવે છે અને વધારાની પ્રોપર્ટીઝ વિકાસ હેઠળ છે. ડિસેમ્બરમાં કંપનીએ ડ્યુઅલ બ્રાન્ડ હોમટુ સ્યુટ્સ શરૂ કરી હતી જે હિલ્ટન અને ટ્રુ બાય હિલ્ટન સાથે હોલિડે ઈન એક્સપ્રેસ, ડાઉનટાઉન, મિલવાઇકી સ્થિત હતી.
કંપનીની સ્થાપના 1982માં એક રોડસાઇડ હોટેલ સાથે મેના, આર્કનસાસ ખાતે થઈ હતી, બોબ પટેલ સીઈઓ છે.