હોકઆઇ, HOSએ જ્યોર્જિયામાં ત્રણ હોટેલ દસ કરોડ ડોલરમાં વેચી

બંને કંપનીઓનું ડેવલપમેન્ટ પાઇપલાઇન વિસ્તરણ કરવાનું આયોજન

0
814
હોકઆઇ હોટેલ્સ અને HOS મેનેજમેન્ટે તાજેતરમાં સાવન્નાહ, જ્યોર્જિયામાં ત્રણ હોટેલ દસ કરોડ ડોલરમાં વેચી. તેમાં ડાઉનટાઉન સાવન્નાહ હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટ (ડાબે) આવેલી ફેરફિલ્ડ ઇન એન્ડ સ્યુટ્સનો સમાવેશ થાય છે અને અલોફ્ટ સાવન્નાહ હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટ (જમણે)ની સાથે અલોફ્ટ સાવન્નાહ એરપોર્ટનો સમાવેશ થાય છે, જે ચિત્રમાં નથી.

હોકઆઇ હોટેલ્સ એન્ડ એચઓએસ મેનેજમેન્ટે તાજેતરમાં સાવન્નાહ, જ્યોર્જિયા ખાતેની ત્રણ ડોલર અંદાજે દસ કરોડ ડોલરમાં વેચી છે. બંને કંપનીઓ તેમની ડેવલપમેન્ટ પાઇપલાઇન્સ વિસ્તારવાનું આયોજન ધરાવે છે.

ધ મોન્ટફોર્ડ ગ્રુપ એડ ઓપ્ટેરા કેપિટલે અલોફ્ટ સાવન્નાહ એરપોર્ટને ખરીદે છે, જ્યારે મિશન હિલ એન્ડ કેએસએલ કેપિટલ પાર્ટનર્સે ફેરફિલ્ડ ઇન એન્ડ સ્યુટ્સને ડાઉનટાઉન સાવન્નાહ હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટ અને અલોફ્ટ સાવન્નાહ હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટને ખરીદી છે, એમ હોકઆઇએ જણાવ્યું હતું જેના પ્રમુખ રવિ પટેલ છે. દરેક ત્રણ હોટેલ્સના 400થી વધારે રૂમ છે અને દરેકને સાવન્નાહ સ્થિત એચઓએસ અને હોકઆઇ હોટેલ્સ દ્વારા છેલ્લા 24 મહિના દરમિયાન વિકસાવવામાં આવી છે.

એચઓએસ અને હોકઆઇ સંયુક્ત રીતે 40થી વધુ હોટેલ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં ધરાવે છે. તેમા ડઝનેક પ્રોજેક્ટમાં બાંધકામ આ વર્ષે શરૂ થશે. બંને જણા સક્રિય રીતે અનેકવિધ એસેટ્સનું ખરીદ-વેચાણ કરી રહ્યા છે. તેની સાથે અનેકવિધ હોટેલ્સ વિકસાવી રહ્યા છે અને ગયા મહિને હોકઆઇએ ધ લા મેરિડિયન સેન્ટ લુઇસને સેન્ટ લુઇસ ડાઉનટાઉન ખાતે વિકસાવી હતી.

હોકઆઇના ઇન્વેસ્ટમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ પટેલે જણાવ્યું હતું કે આગામી 18થી 24 મહિના સુધી તે સક્રિયપણે એક્વિઝિશન્સ કરવાનું જારી રાખશે. તેની સાથે તે વ્યૂહાત્મક રીતે એસેટ્સને વેચવાનું ણ જારી રાખશે.

બંને કંપનીઓ તેમની ડેવલપમેન્ટ પાઇપલાઇનનું વિસ્તરણ કરી રહી છે, પછી ભલેને વ્યાજદર અને બાંધકામમાં વધારો થતો હોય.

એચઓએસ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ ક્રિસ પટેલે જણાવ્યું હતું કે અમે સાવન્નાહ વિસ્તારમાં ટાઇમલેસ હોસ્પિટાલિટીની એસેટ્સને બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને લેઇઝર અને કોર્પોરેટ ટ્રાવેલની માંગ અમારા શહેરમાં સતત વધી રહી છે.

રવિ પટેલે જણાવ્યું હતું કે ત્રણ હોટેલ્સના વેચાણનો અર્થ એવો નથી કે કોરલવિલેનું બધું પૂરુ થઈ ગયું છે, લોવા સ્થિત હોકઆઇ સાવન્નાહમાં હજી પણ રસ ધરાવે છે. આ શહેરમાં દર વર્ષે લગભગ 1.5 કરોડ પ્રવાસીઓ આવે છે અને તેનું ડાઉનટાઉન હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટ દેશનો સૌથી મોટી હિસ્ટોરિક લેન્ડમાર્ક ડિસ્ટ્રિક્ટ છે.

વેચવામાં આવેલી આ હોટેલ સાવન્નાહ સિટી માર્કેટની તથા પ્લાન્ટ રિવરસાઇડ એન્ટરટેઇનમેન્ટ ડિસ્ટ્રિક્ટ, ફોસિથ પાર્ક અને જ્યોર્જિયા સ્ટેટ રેઇલરોડ મ્યુઝિયમની નજીક છે. સાવન્નાહએ છેલ્લા દાયકામાં ચાર અબજ ડોલરથી પણ વધારે વ્યાપારી રોકાણ કર્યુ છે.

રવિએ જણાવ્યું હતું કે સાવન્નાહ અમારી યાદીમાં વધારાની ડેવલપમેન્ટ તકોમાં સામેલ છે, તેનું કારણ વૃદ્ધિ છે. તેણે છેલ્લા દાયકામાં મોટાપાયા પર કોમર્સિયલ રોકાણ કર્યુ છે.

આર્કેન્સાસમાં મેના ખાતે રોડસાઇડે 1982માં સ્થપાયેલી હોકઆઇ હોટેલ્સ અમેરિકામાં સૌથી ઝડપથી હોસ્પિટાલિટી કંપનીઓમાં એક છે. તે 2,500થી વધુનો સ્ટાફ ધરાવે છે. તે સમગ્ર દેશમાં 50થી વધુ હોટેલ્સ ધરાવે છે અને હજી પણ કેટલીય પ્રોપર્ટીઝ અંડર ડેવલપમેન્ટ છે. કંપનીએ તાજેતરમાં સળંગ ત્રીજા વર્ષે મેરિયટ ઇન્ટરનેસનલ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો.

કિરિટ અને આનંદ પટેલ બ્રધર્સે એચઓએસની એક હોટેલના સ્વરૂપમાં સ્થાપના કરી હતી અને આજે તે સમગ્ર દક્ષિણપૂર્વમાં પ્રોપર્ટીઝના પોર્ટફોલિયોનું સંચાલન કરે છે.