નવી જવાબદારીને કારણે ગ્રીની આહોઆ સાથે છુટા પડશે

તેઓ ફેબ્રુઆરીમાં ફરજમુક્ત થશે, તેમના વિકલ્પ માટેની શોધખોળ શરૂ

0
809
આહોઆના વિદાયમાન પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન ગ્રીને, ઓગસ્ટ, 2021માં ડલાસમાં યોજાયેલા 2021 આહોઆ કન્વેન્શન એન્ડ ટ્રેડ શો દરમિયાન સ્ટેજ પર નજરે પડે છે. તેઓ આહોઆ સાથેની પોતાની ફરજથી ફેબ્રુઆરીમાં મુક્ત થઇ રહ્યા છે. ડલાસ ખાતેની સીઈઓ અને કો-ફાઉન્ડર રે ઘાઈના વડપણ હેઠળની આઈબીએફ હોસ્પિટાલિટી સાથે તેઓ નવા હોદ્દા સાથે જોડાયા છે.

કેન ગ્રીને આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ પદેથી છુટા પડી રહ્યાં છે. તેઓ ડલાસ ખાતેની આઈબીએફ હોસ્પિટાલિટી સાથે જોડાઈને નવી જવાબદારી સંભાળશે, આહોઆ દ્વારા અત્યારથી તેમના વિકલ્પની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

એક નિવેદન અનુસાર ગ્રીને ફેબ્રુઆરી, 11ના રોજ છુટા પડશે. ગત વર્ષે જૂન મહિનામાં આહોઆના તત્કાલિન પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટાટને રાજીનામુ આપતા તેમના સ્થાને કેન ગ્રીને સંસ્થાના પ્રેસિડેન્ટ અને સીઈઓ તરીકેની જવાબદારી સંભાળી હતી.

આ અંગે આહોઆના ચેર વિનય પટેલે જણાવ્યું હતું કે કેન સંસ્થા સાથે જોડાયા પછી અનેક મહત્વના ફેરફાર જોવા મળ્યા છે. તેમના કારણે સંસ્થા અને ઉદ્યોગમાં અનેક બદલાવ પણ આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે તેમણે આહોઆ સાથે ગાળેલા મૂલ્યવાન સમય બદલ અમે આભારી છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ નવા સ્થાને પણ પોતાની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડશે.

ગ્રીનેના વડપણ હેઠળ ઓગસ્ટમાં ડલાસ ખાતે યોજાયેલા 2021 આહોઆ કન્વેનશન એન્ડ ટ્રેડ શોમાં આહોઆના સભ્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રીને આ અંગે જણાવ્યું હતું કે આહોઆમાં ઉચ્ચ સ્થાને મહત્વની જવાબદારી સંભાળવાનું નક્કી કર્યા પછી મેં એ દરેક બાબતનું ધ્યાન રાખ્યું કે સંસ્થાની પરંપરા અને મૂલ્ય જળવાઈ રહે. જો આઈબીએફ સાથે કારકિર્દીને લગતી આટલી ઉજ્જવળ તક ના મળી હોત તો કદાચ હું આ સંસ્થા ક્યારેય છોડવાનો ન હતો. આહોઆ ખાતે ગાળેલો સમય ખૂબ યાદગાર રહેશે અને હું આપણા તમામ સભ્યો, અધિકારીઓ, બોર્ડ, સભ્યો અને વેન્ડર પાર્ટનર્સનો પણ આ બદલ ખૂબ આભારી છું.

પટેલે જણાવ્યું હતું કે સંસ્થાને ફરીથી ઉભી કરવા અને આગળ વધવામાં તેમના યોગદાન બદલ તેઓ આભારી છે.

પટેલે કહ્યું હતું કે આહોઆમાં હવે તેમના કારણે અમારી પાસે એક મજબૂત ટીમ અને સભ્યો ઉપલબ્ધ છે. તેઓ આવા કપરા સમયે પણ સંસ્થાને સંભાળી શકે છે અને આગળ વધારી શકે તેવી ક્ષમતા ધરાવે છે. બાલ્ટીમોરમાં યોજાનારા 2022 કન્વેન્શન એન્ડ શોની જવાબદારી પણ અમે સહુ સફળતાપૂર્વક પાર પાડીશું.

ગ્રીનેએ અગાઉ રેડિસન હોટેલ ગ્રુપ પ્રેસિડેન્ટ ફોર ધી અમેરિકા તરીકે પણ ફરજ નિભાવી છે. તેમણે તે પહેલા ડેલ્ટા હોટેલ્સ એન્ડ રિસોર્ટસ ખાતે પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ તરીકે જવાબદારી સંભાળી છે. ચછા કેન્ટેન્ટ કોર્પ. ખાતે અનેક મહત્વની ફરજ સંભાળી છે. વિન્ધમ વર્લ્ડવાઇડ ખાતે પણ તેમણે કામગીરી કરી છે.

આઈબીએફ હોસ્પિટાલિટીનું સંચાલન સીઈઓ અને કો-ફાઉન્ડર રેય ઘાઈના વડપણ હેઠળ થાય છે.