કોવિડ-19ને કારણે થયેલ નુકસાની બદલ આહોઆના પૂર્વ ચેરમેનનો વીમા કંપની સામે દાવો

દાવો કરવામાં આવ્યો છે કે કંપની બીઝનેસ ઇન્ટરપ્શન ઇન્સ્યોરન્સ ક્લેમ તરફ નથી આપતી

0
1187
તરૂણ પટેલ, પૂર્વ આહોઆ ચેરમેન, અને તેમની કંપની પેસિફિક લોજિંગ ગ્રુપ કે જેણે સીક્યુઓઈયા ઇન્સ્યોરન્સ કંપની પર દાવો માંડ્યો છે, કોવિડ-19 મહામારીને કારણે કેલિફોર્નિયાના બોડેગા બેમાં આવેલા તેમના બોડેગા કોસ્ટ ઈન એન્ડ સ્યુસ્ટને પોહંચેલા નુકસાન બદલ કરવામાં આવેલા વીમા દાવા તરફ કંપની તરફથી કોઇ કાર્યવાહી થતી નથી હોવાનો દાવો

આહોઆના પૂર્વ ચેરમેન અને કેલિફોર્નિયા સ્થિત હોટેલમાલિક દ્વારા વીમા કંપની સામે મુકદ્દમો માંડવામાં આવ્યો છે, કોવિડ-19 મહામારીને કારણે પોતાના વ્યવસાયને પહોંચેલા નુકસાન પેટે તેમણે કરેલા દાવા અંગે કંપની તરફથી સંતોષકારક ઉત્તર નહીં મળવાને કારણે તેમણે પોતે લીધેલી વીમા પોલીસી સંદર્ભે વીમા કંપની સામે આ દાવો માંડ્યો છે. તરૂણ પટેલ અને તેમના એટર્ની જણાવે છે કે તેમના જેવી જ પરિસ્થિતિનો સામનો આ પ્રકારે વીમા પોલીસી લેનારા અન્ય હોટેલમાલિકો પણ કરી રહ્યાં છે.

પટેલ પેસિફિક લોજિંગ ગ્રુપના વડા છે, દાવામાં વાદી સેક્યુઓઈયા વીમા કંપની છે. મુકદ્દમો કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરા ખાતે આવેલ કેલિફોર્નિયાના વડી અદાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. પટેલ દ્વારા કેટલાક મહિના અગાઉ જ વીમા દાવો દાખલ કરવામાં આવ્યો હોવા છતાં વીમા કંપની દ્વારા કોઇ નિર્ણયની જાહેરાત કરવામાં આવી નથી. વીમા કંપની દ્વારા પટેલની કેલિફોર્નિયાના બોડેગા બે ખાતે આવેલ બોડેગા કોસ્ટ ઇન એન્ડ સ્યુસ્ટને થયેલ નુકસાન બદલ દાખલ કરાયેલા આ વીમા દાવા બાબતે હજુ સુધી કોઇ મનાઇ કરતો કાગળ કે માહિતી માંગતી વિનંતી કે પછી લેવામાં આવેલા કોઇ અન્ય પગલાં જાહેર કરવામાં આવ્યા નથી.

“અમે સેક્યુઓઇયાને વ્યાપક વીમા માટે વર્ષો સુધી સતત પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવી છે” તેમ પટેલે જણાવ્યું હતું. હવે અમે ઇચ્છીએ છીએ કે વીમા કંપની પણ એક પગલું આગળ વધારે અને પોતાની જવાબદારી નિભાવે જેથી કરીને અમને થયેલ નુકસાનની ભરપાઇ શકે. વીમા કંપનીએ કરવામાં આવેલ કોન્ટ્રાક્ટનું માન રાખવું જોઇએ અને આવી આપત્તિના કપરા સમયમાંથી બહાર આવવા માટે દેશને મદદરૂપ બનીને પોતાની જવાબદારી અદા કરવી જોઇએ, જેમ બીજા દરેક જણ કરી રહ્યાં છે. મને આશા છે કે નામદાર અદાવત આ બાબતે સંમત થશે.”

તેમણે 2009 થી લઇને 2010 સુધી આહોઆના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી અને વર્તમાન સમયે અમેરિકન હોટલ એન્ડ લોજિંગ એસોસિએશન ખાતે બોર્ડમાં જવાબદારી સંભાળી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે મહામારીને કારણે સંબંધિત પ્રવાસો અને પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવવાને કારણે તેની ભારે ગંભીર અસર હોટલવાળાઓને થઇ છે, તેમાં પણ ખાસ કરીને નાની અને ફેમિલિ દ્વારા સંભાળવામાં આવતી હોટલવાળાઓને તો ભારે અસર પહોંચી છે.

“ સમગ્ર દેશમાં ઘણાં વેપારીઓ એવા છે કે જેઓ બીઝનેસ ઇન્ટરપ્શન કવરેજ માટે પ્રીમિયમનું ચૂકવણું કરી રહ્યાં છે અને સાથે એ આશા રાખી રહ્યાં છે કે તેમને જરૂરના સમયે વળતર મળી શકશે કારણ કે જેઓ જવાબદારી નિભાવીને ચૂકવણી કરીને પોતાના વેપાર-ધંધાને સુરક્ષિત કરી રહ્યાં છે. તેમની વીમા કંપનીઓ દ્વારા તેમને મહામારી કોવિડ-19થી થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં પાછીપાની કરવામાં આવી રહી હોવાને કારણે તેમને સહુને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે, તેમ તેમના અને પેસિફિક લોજિંગ ગ્રુપની કાયદાકીય જવાબદારી સંભાળનાર લૉ ફર્મ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. કોહેન મિલસ્ટેઇન સેલર્સ એન્ડ ટોલ એન્ડ ગિબ્સ લૉ ગ્રુપ આ જવાબદારી સંભાળે છે.

ફર્મ દ્વારા હાલમાં તો સમગ્ર દેશમાંથી હોટલવાળાઓ, રેસ્ટોરાં અને નાના વેપારીઓ દ્વારા થનારા સંભવિત વીમા દાવાઓ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે કે જેઓ વીમા કંપની દ્વારા દાવો નકારી દેવાને કારણે ભારે હાલાકી અને ગંભીર આર્થિક પરિસ્થિતિનો સામનો કરે છે. સેક્યુઓઇયા એ માત્ર એક એવી વીમા કંપની નથી કે જેણે મહામારી સંબંધિત વીમા દાવો નકારી દીધો છે, તેમ એરિક ગિબ્સે જણાવ્યું હતું, તેઓ ગિબ્સ લૉ ગ્રુપ ખાતે ભાગીદાર છે અને ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે.

“આ વીમા કંપની પણ એવી કંપનીઓની હરોળમાં આવે છે કે જેઓ વીમાધારકોના દાવાને નકારવામાં મોખરે છે પણ તેમના પ્રોફિટ માર્જીનમાં તો સતત વધારો જ થતો જોવા મળી રહ્યો છે, તેમ પણ ગિબ્સે ઉમેર્યું હતું.

વર્તમાન બીઝનેસ ઇન્ટરપ્શન ઇન્સ્યોરન્સ પોલીસી સંભવિત રીતે કદાચ મહામારીને આવરી નહીં લેતી હોય, તેમ રાહુલ પટેલે જણાવ્યું હતું કે જેઓ પટેલ | ગેઇનેસ ફર્મ, સાન એન્ટોનીયો, ટેક્સાસ ખાતે મેનેજીંગ પાર્ટનર છે તેમણે અગાઉ જણાવ્યું હતું.

“મને લાગે છે કે ક્યાંક એવી ભારે મજબૂત અને અસરકારક કાયદાકીય જોગવાઈ હસે કે જેમાં આવા પ્રકારની પરિસ્થિતિ દરમિયાન થયેલ નુકસાનના દાવા સામે વળતર આપવાની જોગવાઈ હોવી જોઇએ. જોકે તેનાથી વિપરિત સ્થિતિ એવી પણ છે કે તેમાં જો અને તો સામેલ છે એટલે કે સામેલ હોઇ પણ શકે છે અને નહીં પણ હોઇ શકે છે, ખરેખર તો આવી સ્થિતિ છે. પરિસ્થિતિ હવે રાહત આપવા માટે કેટલો લાંબો સમય માંગી લેશે તે તો સમય બતાવશે” તેમ પણ તેમણે જણાવ્યું હતું.