હોટેલ ઓક્યુપેન્સીમાં 12 મહિનામાં 29 ટકા ઘટાડાનો ફોરકાસ્ટ ટ્રેકરની અંદાજ

મેગિડના ટ્રેકરનો હેતુ મહામારી પહેલાની સ્થિતિ પરત ક્યારે આવશે તેનો અંદાજ લગાવવાનો છે

0
1114
અમેરિકામાં હોટેલ ઓક્યુપેન્સીમાં આગામી 12 મહિનામાં 29 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે, પરંતુ 2022 સુધીમાં તે રાબેતા મુજબ થશે, એમ બિઝનેસ સ્ટ્રેટેજી કંપની મેગિડ અને કન્સલ્ટન્સી કંપની હાર્વથ HTLએ જણાવ્યું હતું.

કોવિડ-19ની મહામારીને કારણે આગામી 12 મહિનામાં અમેરિકામાં હોટેલની વાર્ષિક ઓક્યુપેન્સીમાં 29 ટકાનો ઘટાડો થશે, એમ બિઝનેસ સ્ટ્રેટેજી કંપની મેગિડ અને કન્સલ્ટન્સી કંપની હાર્વથ HTLના એક અભ્યાસમાં જણાવાયું છે. આ ઘટાડાથી રૂમ રેવન્યમાં 75 બિલિયન ડોલરના નુકશાનની ધારણા છે.

મેગિડ HTL ફોરકાસ્ટ ટ્રેકરના જણાવ્યા અનુસાર બિઝનેસ ટ્રાવેલમાં આ વર્ષે 22 ટકા ઘટાડાનો અંદાજ છે, જ્યારે લીઝર ટ્રાવેલ યોજનામાં પણ ઘટાડો થવાની ધારણા છે. ભાગ્યે જ કોઇ લોકો ટ્રાવેલની યોજના બનાવે છે, પરંતુ મુસાફરી કરવા ઈચ્છતા લોકો તો પોતાની રાબેતા મુજબની ફ્રીકવન્સીથી પ્રવાસ કરે છે.

ટ્રેકર માટેનો ડેટા માર્ચ પહેલા એકત્ર કરવામાં આવેલી બેઝલાઇન માહિતી આધારિત છે. નિર્ધારિત સમયગાળામાં ઓછામાં ઓછા એક ટ્રાવેલની યોજના ધરાવતા લોકોની વસતિની ટકાવારી તથા એકસમાન સમયગાળામાં ટ્રાવેલના અનુભવની અંદાજિત સંખ્યાનો તાગ મેળવાનો પ્રયાસ કરાયો છે. આનો હેતુ મહામારી પહેલાની સપાટીએ ટ્રાવેલ પફોર્મન્સની વાપસીનો અંદાજ લગાવવાનો છે.

મેગિડના વાઇસ પ્રેસિડન્ટ અને સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ રીક ગાર્લિકે જણાવ્યું હતું કે આ અંદાજ મુજબ કોવિડ-19ની હોટેલ ઓક્યુપેન્સી પર નોંધપાત્ર અસર ચાલુ રહી છે. હાલના અંદાજ

મુજબ આગામી મહિનામાં ઓક્યુપન્સીમાં 39 ટકાનો ઘટાડો થશે. વર્ષના આ સમયગાળામાં (સમર)માં સરેરાશ ઓક્યુપન્સી 70 ટકા રહી હોય તો હાલની ઓક્યુપન્સી આશરે 43 ટકા થાય છે.

ટ્રેકરના બીજા તારણો

– 71 ટકા ગ્રાહકોને હવેથી 24 મહિનામાં હોટેલમાં આગામી સ્ટેની ધારણા છે, માર્ચ મહિનામાં 89 ટકા ગ્રાહકો અને જૂનના પ્રારંભમાં 74 ટકા ગ્રાહકોએ આવું કહ્યું હતું. આમ બેઝલાઇનની સરખામણીએ તેમાં ઘટાડો થયો છે.

– 56 ટકા ગ્રાહકોએ કહ્યું હતું કે તેમને એક વર્ષમાં હોટેલમાં આગામી સ્ટેની ધારણા હતી. જૂનમાં 62 ટકા અને માર્ચમાં 79 ટકા ગ્રાહકોએ આવી ધારણા વ્યક્ત કરી હતી..

– ગ્રાહકોને વર્ષ દીઠ હોટેલમાં 7.26 ગણા રહેઠાણની ધારણા છે, જે જૂનના વર્ષ દીઠ 6.74 ગણા અને વર્ષ દીઠ 6.58 ટકાના બેઝલાઇન બિહેવિયરની સરખામણીમાં વધુ છે.

– સમરના છેલ્લાં ભાગમાં વેકેશન રેન્ટલ્સમાં 64 ટકા ઘટાડાનો અંદાજ છે, પરંતુ 12 મહિનામાં સ્થિતિ રાબેતા મુજબની થવાની શક્યતા છે.

– આગામી 12 મહિનામાં એર ટ્રાવેલમાં 31 ટકા ઘટાડાની ધારણા છે, જે હોટેલની ઓક્યુપન્સીમાં 29 ટકાના ઘટાડાના અંદાજની નજીક છે.

ગયા સપ્તાહે એસટીઆરે જણાવ્યું હતું કે લેબર ડે વીકેન્ડે – પાંચ સપ્ટેમ્બરે પૂરા થતાં સપ્તાહમાં અમેરિકામાં હોટેલ ઓક્યુપન્સીને વેગ મળવાની ધારણા છે. આ સપ્તાહમાં ઓક્યુપન્સી 49.4 ટકા રહી હતી, જે અગાઉના સપ્તાહની 48.2 ટકા કરતાં વધુ છે, પરંતુ વાર્ષિક ધોરણે 18.2 ટકા ઘટાડો થશે. ADR 100.97 ડોલરે બંધ આવ્યો હતો, જે અગાઉના વર્ષથી 17.1 ટકા ઘટાડો દર્શાવે છે. RevPAR 49.87એ ડોલરે બંધ આવ્યો હતો, જે ગયા વર્ષ કરતાં 32.8 ટકા ઘટાડો દર્શાવે છે.