ફ્લોરિડા એટર્ની જનરલ એશ્લી મૂડી વેકેશન રેન્ટલ પ્રોપર્ટીઝના બનાવટી પોસ્ટિંગ્સને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. રાજ્યએ આ પ્રકારના કૌભાંડ સામે અભિયાન આદર્યુ છે અને તેમા AAHOAએ ટૂંકાગાળાના રેન્ટલ રેગ્યુલેશન માટે આહવાન કર્યુ છે, એમ એસોસિયેશને જણાવ્યું હતું.
આ કૌભાંડમાં વેકેશન રેન્ટલ પ્રોપર્ટીઝના બનાવટી પોસ્ટિંગ્સની સાથે એપ્લિકેશન ફીસ કે સિક્યોરિટી ડિપોઝિટ માટે વિનંતીનો સમાવેશ થાય છે, એમ મૂડીઝ ઓફિસે જણાવ્યું હતું. પીડિતો ડિપોઝિટની રકમ ચૂકવે છે અને પછી તરત જ જુએ છે કે તેમણે જ્યાં નામા જમા કરાવ્યા હોવા છે ત્યાં લિસ્ટિંગ અદ્રશ્ય થઈ જાય છે. આવા ઘણા વેકશનર્સને એવી પ્રોપર્ટી બતાવવામાં આવે છે જેના માલિકોને મિલકત ભાડે આપવામાં કોઈ રસ હોતો નથી.
મૂડીઝે જણાવ્યું હતું કે ફ્લોરિડા દેશના લોકપ્રિય વેકેશન ગાળવાના સ્થળોમાં એક છે. કૌભાંડકારો તેનો ફાયદો ઉઠાવે છે અને બનાવટી વેકેશન રેન્ટલ લિસ્ટિંગ્સ મૂકે છે, આ રીતે તેઓ લોકોની વ્યક્તિગત માહિતી અને નાણા ચોરે છે. હવે જો તમે રાજ્યની બહાર પ્રવાસ કરતા હોવ તો થોડી વધારે તકેદારી રાખીને તમારા વેકેશન હોમની ખાતરી કરો અને વેકેશન સીઝનને બગડતી અટકાવો.
મૂડીઝે ચેતવણી આપી છે કે સમર સ્કેમ સિરીઝના લીધે સમગ્ર ઉદ્યોગે ફેરફાર કરવો પડ્યો છે, એમ , AAHOAની પ્રેસિડેન્ટ અને સીઇઓ લૌરા લી બ્લેકે તેના નિવેદનમાં જણાવ્યું હતું.
ફ્લોરિડા કિકઓફ ઓફ ધ સમર સ્કેમ સિરીઝમાં આ પ્રકારની બનાવટી વેકેશન રેન્ટલ એડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે અને તે ટૂંકાગાળામાં ભાડાં નિયંત્રણની દિશાનું પ્રથમ પગલું છે, એમ બ્લેકે જણાવ્યું હતું. આપણે વેકેશન રેન્ટલ પ્રોપર્ટીઝના બનાવટી પોસ્ટિંગની વાત આવે ત્યારે આક્રમક વલણ અપનાવવું જોઈએ અને તેના માટે કૌભાંડકારોને જવાબદાર ઠેરવવા જોઈએ. AAHOAએ એટર્ની જનરી મૂડીઝ દ્વારા તેના પર ત્રાટકવા બદલ પ્રશંસા કરી હતી અને અમારા મૂલ્યવાન પ્રવાસીઓ અને મુલાકાતીઓનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા દાખવી છે.
મૂડીઝ ઓફિસે વેકેશન રેન્ટલ કૌભાંડનો ભોગ બનતા ટાળવા આપેલી ટિપ્સઃ
- ગ્રાહકોએ ઓનલાઇન પ્લેટફોર્મ છોડતા પહેલા તેમનું લિસ્ટિંગ કરાવવું જરૂરી છે અથવા રેડ ફ્લેગ દર્શાવતી વેબસાઇટને ધ્યાનમાં રાખો
- રેન્ટલ પ્રોપર્ટીઝના ફોટો રિવર્સ ઇમેજ સર્ચ દ્વારા અન્ય લિસ્ટિંગ્સ સાથે જોડાયેલા છે કે નહી તે ચકાસો
- જો કંઇપણ શંકાસ્પદ જણાય તો લિસ્ટિંગ માટે એડિશનલ ફોટો માટે કહો.
- પ્રતિષ્ઠિત રેન્ટલ વેબસાઇટનો ઉપયોગ કરો જે ફ્રોડ કે પેમેન્ટ ટ્રાન્સફર ઓપ્શનના સંરક્ષિત વિકલ્પો પૂરા પાડતી હોય.
- વેબસાઇટ પર લિસ્ટેડ પેમેન્ટ પોર્ટલ દ્વારા પેમેન્ટ કરો અને નાણા ચાવી હાથમાં આવે નહી ત્યાં સુધી એસ્ક્રો એકાઉન્ટમાં જમા રહે તેમ રાખો.
- પ્રોપર્ટી માલિકના સંપર્ક માટે એકલા ઇ-મેઇલ પર વિશ્વાસ ન રાખો અને વિદેશી ટેલિફોન નંબરથી લિસ્ટિંગ કરાવતા સાવચેતી રાખો
- રીવ્યુઝ ચકાસો અને શક્ય હોય તો પ્રોપર્ટીની મુલાકાત લઈ બધુ યોગ્ય છે તે ચકાસો
- ભાડુ ક્રેડિટ કાર્ડથી ચૂકવો, જેથી છેતરપિંડી થાય તો ડિસ્પ્યુટ ઊભો કરવો સરળ રહે.
મેમાં AAHOAએ રાજ્યની અન્ય પહેલને મંજૂરી આપી હતી તેમા ન્યૂજર્સી ખાતે રાજ્યમાં હોટેલ્સ સહિતના ફ્રેન્ચાઇઝી બિઝનેસ મજબૂત બનાવવા તેને સંરક્ષિત કરવાનું પગલું ભરવામાં આવનાર છે.