ટેક્સાસ અને લુઈસીઆનામાં હરિકેન લૌરાના ખતરાના પગલે ઈવેક્યુઈઝના ધાડા

કોવિડ-19ની ચિંતા વચ્ચે પણ હ્યુસ્ટનની કેટલીક હોટેલ્સ મહત્ત્મ સંખ્યામાં લોકોથી ભરચક્ક

0
1026
હરિકેન લૌરાના જોખમના કારણે હ્યુસ્ટનમાં હોટેલિયર્સે મોટી સંખ્યામાં ઈવેક્યુઈઝ (સલામત સ્થળે ખસેડવામાં આવેલા સ્થાનિક લોકો)ના મોટા પ્રવાહનો સમાવેશ કોવિડ-19ની ચિંતાઓ વચ્ચે પણ કરવાનો થયો.

લુઈસીઆનાના લેક ચાર્લ્સ ખાતે હરિકેન લૌરાના જોખમના કારણે મંગળવારે, વાવાઝોડું ત્રાટક્યું તે અગાઉ ઈવેક્યુઈઝ બસમાં બેસવા માટે રાહ જોઈ રહ્યા જણાય છે. તસવીર સૌજન્ય એનપીઆર અને જો રેઈડલ/ગેટ્ટી ઈમેજીસ)

હરિકને લૌરા લુઈસીઆના અને ટેક્સાસ ગલ્ફ કોસ્ટ ઉપર ત્રાટકીને આગળ જતાં મંદ પડી રહ્યું હતું ત્યારે પણ સ્થાનિક રહીશોએ હવે વાવાઝોડાએ સર્જેલી તારાજીમાં પોતાને થયેલા અંગત નુકશાનનો અંદાજ મેળવવાનો રહેશે. હ્યુસ્ટનમાં કેટલાક હોટેલ માલિકો માટે રાહતની વાત એ છે કે વાવાઝોડાના કારણે સાવ સામાન્ય નુકશાન થયું છે અથવા તો કોઈ નુકશાન થયું જ નથી. તેમના માટે હવે નવો પડકાર સલામત સ્થળે ખસેડવામાં આવેલા સ્થાનિક રહેવાસીઓ આશ્રય આપવાનો છે.

આ કામગીરી હાલમાં કોવિડ-19ના રોગચાળાના કારણે વધુ કપરી બની રહી છે.

લૌરા બુધવારે સાંજે કેટેગરી 4 સ્ટોર્મ તરીકે કેમેરોન, લુઈસીઆના ઉપર ત્રાટક્યું હતું, જે હ્યુસ્ટનથી પૂર્વ તરફે આવેલા છે. એક્યુવેધર.કોમ. ના જણાવ્યા મુજબ લુઈસીઆના ઉપર ત્રાટકેલું 1856 પછીનું એ સૌથી વધુ વિનાશક વાવાઝોડું હતું.

હ્યુસ્ટનમાં જો કે, યુનિટી હોટેલ્સ ગ્રુપના મેનેજીંગ પાર્ટનર અને આહોઆના સાઉથ ઈસ્ટ ટેક્સાસ રીજનના ડાયરેક્ટર સાવન પટેલે રાહતનો શ્વાસ લીધો હતો. વાવાઝોડા પહેલાના દિવસોમાં એમણે પોતાની હોટેલ્સને વાવાઝોડાથી સર્જાનારી સ્થિતિ માટે સજ્જ કરવા તૈયારીમાં અનેક દિવસો વિશેષ મહેનત કરી હતી.

“અમે નસીબદાર છીએ કે, હરિકેન પૂર્વ તરફ ફંટાઈ ગયું અને અગાઉ ધારણા હતી એવી કોઈ નુકશાનકારક અસર થઈ નથી. અમારી હોટેલ્સ સારી સ્થિતિમાં છે અને શહેર પણ ઘણી સારી સ્થિતિમાં છે.”

હ્યુસ્ટનના એક અન્ય હોટેલિયર, પેલેસ ઈન ફ્રેન્ચાઈઝિંગના વાઈસ પ્રેસિડેન્ટ – ડેવલપમેન્ટ શ્રી રાજ દાસે જણાવ્યું હતું કે, તેમની તમામ 10 હોટેલ્સ વાવાઝોડાના અસરગ્રસ્ત ઈવેક્યુઈઝથી પૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગઈ છે. અને અત્યારસુધીની સ્થિતિ મુજબ તો તેમને વિશ્વાસ છે કે, ભીડ હોવા છતાં તેમની હોટેલ્સ સલામત છે.

અમારે ત્યાં બહારની કોરિડોર્સ છે, તેથી લોકોને હોલવેમાં રહેવાની જરૂરત પડતી નથી. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકે તેવી વ્યવસ્થા પણ બિલ્ડિંગની અંદર છે. આથી, મોટા ભાગના લોકો રૂમ્સમાં રહે છે, અથવા તો પોતાની કાર તરફ જઈ હોટેલ ખાલી કરી રહ્યા છે. હોટેલની બહાર વાસ્તવમાં કોઈને ઉભા રહેવાની જરૂર બહાર ભેગા થવાની જરૂર પડી નથી, એવો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી, એમ દાસે જણાવ્યું હતું.

હજી તો પીઅર રીવ્યુ હેઠળ છે એવા કોલમ્બિઆ યુનિવર્સિટીના એક અભ્યાસમાં એવું જણાયું છે કે, હરિકેન ત્રાટકવાનું હોય અને ત્રાટકે ત્યારે મોટા પાયે લોકોને સલામત સ્થળોએ ખસેડાય, ત્યારે હજ્જારો લોકો ઉપર કોવિડ-19ના ચેપનું જોખમ સર્જાઈ શકે છે, તેમ એનપીઆરનો અહેવાલ જણાવે છે.

“અમે વિશ્લેષણ કર્યું હતું તેવી દરેક સંભવિત સ્થિતિમાં હરિકેનના કારણે મોટા પાયે ઈવેક્યુએશન કરવાનું આવે ત્યારે કોવિડ-19ના કેસીઝમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી,” એવું કહેતા યુનિયન ઓફ કન્સર્ન્ડ સાયન્ટીસ્ટ્સના એક સીનિયર ક્લાઈમેટ સાયન્ટીસ્ટ તેમજ ઉક્ત અભ્યાસના કો-ઓથર્સમાંના એક, ક્રિસ્ટી ડેહલને ક્વોટ કરાયા હતા.