ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં ફરજિયાત માસ્કનો આદેશ દૂર કરાયો

સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના પ્રવાસીઓએ મહામારીને લઇને મુકવામાં આવેલા પ્રવાસ નિયંત્રણ દૂર કરવાના નિર્ણયને આવકાર્યો છે

0
1058
વર્જિનિયાના એરલિન્ગ્ટન ખાતે આવેલા રોનાલ્ડ રેગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ ખાતે ચહેરા પરથી માસ્ક દૂર કરી રાહત અનુભવી રહેલા પ્રવાસીઓ. ફ્લોરિડાના ફેડરલ જજ દ્વારા એરલાઇન્સ તથા અન્ય પરિવહન પ્રણાલીમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમને દૂર કરવાનો આદેશ આપ્યાની જાહેરાત થયા પછી અહીં એરપોર્ટ ખાતે પ્રવાસીઓએ પોતાના ચહેરા પરથી માસ્ક દૂર કર્યો હતો. તસ્વીરઃ સ્ટેફની રેયનોલ્ડ્સ સાથે ગેટ્ટી ઇમેજીસ.

ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી જે માટે ઘણા લાંબા સમયથી માંગણી કરી રહી હતી તે અંગે આખરે ફ્લોરિડાના ફેડરલ જજે એક આદેશમાં વિમાન તથા પરિવહન માટેના અન્ય સાધનોમાં પ્રવાસ કરતા સમયે ફરજિયાત માસ્ક પહેરવાના નિયમને દૂર કર્યો છે. જોકે સરકારે આ આદેશને મે મહિના સુધી અમલમાં રાખવા ઇચ્છે છે. આ બાબતે યુ.એસ. ટ્રાવેલ એસોસિશન સહિતની સંસ્થાઓ દ્વારા વિરોધ થયો છે અને તેમણે જણાવ્યું છે કે પ્રવાસ દરમિયાન માસ્ક પહેરવાથી મુક્તિના નિર્ણયને મોટાભાગના લોકોએ આવકાર્યો છે.

સોમવારે, યુ.એસય ડિસ્ટ્રિક્ટ જજ કેથરિન કિમ્બલ મિઝેલેએ ટામ્પામાં એક ચૂકાદો આપતા જણાવ્યું હતું કે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા માસ્ક અંગેના આદેશના અમલ માટે સત્તાથી ઉપર જઇને નિર્ણય લઇને તેનો અમલ કરાવ્યો છે, તેમ સીએનબીસીડોટકોમનો અહેવાલ છે. ત્યાર બાદ ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આદેશનો અમલ ફરજિયાત નથી, જોકે સીડીસીએ આગ્રહ રાખ્યો છે કે લોકોએ જાહેર પરિવહન સેવાના ઉપયોગ દરમિય માસ્ક પહેરવું જોઇએ.

ઘણી બધી એરલાઇન્સ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે મુસાફરોએ પ્રવાસ દરમિયાન માસ્ક પહેરવાની જરૂર નથી. ડેલ્ટા એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ અને મુસાફરો પોતાની ઇચ્છા હોય તો માસ્ક પહેરી શકે છે. કંપનીએ એમ પણ જણાવ્યું કે ઘણા લોકો આ નિર્ણયથી અજાણ છે. જોકે ટીએસએના નિર્ણયની ખબર ફેલાઇ રહી છે તેમ છતાં ગ્રાહકોને તે અંગેની જાણકારી આપવા માટે એરપોર્ટ ખાતેની નિશાનીઓમાં ફેરબદલ કરવામાં આવશે કે માસ્ક પહેરવું ફરજિયાત નથી.

ડેલ્ટા દ્વારા તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલાક અન્ય દેશણાં હજુ પણ ફરજિયાત માસ્ક પહેરવાના નિર્ણયનો અમલ થઇ રહ્યો છે. જેમ જેમ માહિતી આવતી જશે તેમ તેમ અમે સુધારો કરતા રહીશું તેમ પણ એરલાઇન્સે જણાવ્યું હતું.

પસંદગીનું વળતર

યુએસટીએના વિદાયમાન પ્રેસિડેન્ટ અને સીઈઓ  રોજરે એટલાન્ટા ખાતે માર્ચમાં યોજાયેલી હન્ટર હોટેલ કોન્ફરન્સ દરમિયાન એસોસિએશનના માસ્ક મેન્ડેટ અને કોવિડ-19 સંબંધી નિયંત્રણો અંગે સંસ્થાના વલણ અંગે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે  અમે તેમને માર્ચ 18ના રોજ આ અંગે ફેરવિચારણા કરવા જણાવ્યું હતુંઅને તેમણે એપ્રિલ 18ના રોજ નિર્ણય કર્યો, અમે તેમને માસ્કનો આદેશ દૂર કરવા જણાવ્યું હતું.

મંગળવારે, યુએસટીએના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ એન્ડ પોલિસી ટોરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ નવી નીતિને આવકારે છે.

તેમણે કહ્યું હતું કે નવા નિર્ણયથી વિમાન સહિતના પરિવહન સાધનોમાં મુસાફરી કરનારાઓને હવે મુક્તરીતે પ્રવાસ કરવાની તક આપશે. સહુ કોઇ તેને આવકારે છે. અમે સરકારને પણ રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેના મુસાફરી પહેલાના ટેસ્ટિંગ અને રસીકરણ તપાસ અંગેના આદેશને પણ દૂર કરવા માટે માંગણી કરી રહ્યાં છીએ.

મુસાફરોની પ્રતિક્રિયા

પ્રવાસ દરમિયાન નિયંત્રણોના અમલ અને તેમાં રાહત આપવા અંગે હવે જ્યારે મહામારી સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે અનેક લોકો અને સંઘટનો દ્વારા તેમાં છુટછાટ આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. રિસ્ક એન્ડ ક્રાઇસિસ રિસ્પોન્સ ગ્લોબલ રેસ્ક્યુના ગ્લોબલ રેસ્ક્યુ સ્પ્રિંગ 2022 ટ્રાવેલ સેન્ટિમેન્ટ એન્ડ સેફ્ટી સર્વે હેઠળ આ અંગે મુસાફરોના પ્રતિભાવ પણ જાણવામાં આવ્યા હતા. જે માટે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો.

સર્વેમાં 34 ટકા લોકોએ જણાવ્યું હતું કે અમેરિકન નાગરિકો અને બિન અમેરિકન નાગરિકો માટે મહામારી સંબંધી નિયંત્રણો હવે દૂર કરવામાં આવે અને તેમાં સંપૂર્ણપણે રાહત આપવામાં આવે.

સર્વેમાં આવરી લેવામાં આવેલા મોટાભાગના લોકોએ જણાવ્યું હતું  તેઓ મહામારી સમયના પ્રારંભમાં રાખતા હતા તે પ્રકારની સાવધારી પ્રત્યે ઓછું ધ્યાન આપે છે, દરમિયાન, 15 ટકાએ જણાવ્યું હતું કે અમેરિકા પરત આવતી વખતે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ અને અમુક સ્થળે પ્રવાસ દરમિયાન કોવિડ-19 ટેસ્ટિંગને લઇને પણ અસમંજસમાં હતા.

સર્વેમાં આવરી લેવામાં આવેલા મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે મહામારીને લઇને લદાયેલા તમામ નિયંત્રણોને દૂર કરવામાં આવે જેમાં માસ્કિંગ અને ફિઝિકલ ડિસ્ટન્સ સહિતનો પણ સમાવેશ થાય છે.

ગ્લોબલ રેસ્ક્યુના સીઈઓ ડાન રિચાર્ડ્સે કહ્યું હતું કે હાલના સમયે મોટાભાગના સરકારી નિયમો તબીબી રીતે સૂચવાયેલા નથી. અમને આશા છે કે જલ્દીથી ફેરફાર આવશે. હવે લોકો અગાઉની સરખામણીએ વધારે મુસાફરી કરવા ઇચ્છી રહ્યાં છે. 27 ટકા લોકોએ સર્વેમાં જણાવ્યું હતું કે તેઓ વધારે સમય અથવા વધારે નાણાં ખર્ચવા તૈયાર છે અથવા બંને માટે આતુર છે. તેઓ મહામારીને કારણે નહીં કરી શકેલા પ્રવાસ આયોજન હવે પૂરા કરવા ઇચ્છે છે.