આહોઆના પૂર્વ ચેરમેન જે. પી. રામાના અવસાનથી પરિવાર અને મિત્રોમાં શોક

અગાઉની જેએચએમ હોટેલ્સ અને હવે ઓરો હોટેલ્સના સહસ્થાપકનું ગુરૂવારે ભારતમાં અવસાન થયું હતું

0
1007
જયંતી પી. ‘જે.પી.’ રામા, ઉંમર 74 વર્ષ અને આહોઆના પૂર્વ ચેરમેન તથા જેએચએમ હોટેલ્સ અને હવે ઓરો હોટેલ્સના સહસ્થાપકનું ભારતના અમદાવાદ ખાતે ગુરૂવારે અવસાન નિપજ્યું છે. તેઓ સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા હતા અને શિક્ષણ માટે તથા યુવા વ્યવસાયિકોને સહાયરૂપ બનવા આતુર રહેતા હતા.

આહોઆના પૂર્વ ચેરમેન જયંતી પી. ‘જે.પી.’ રામા, હવે ઓરો હોટેલ્સ તરીકે ઓળખાતી જેએચએમ હોટેલ્સના સહસ્થાપકનું 74 વર્ષની વયે અવસાન નિપજ્યું છે. તેમના અવસાનથી પરિવાર અને મિત્ર વર્તુળમાં શોક ફેલાઇ ગયો છે. તેમના કેટલાક મિત્રો અને સહકર્મીઓ હજુ પણ તેમના અમેરિકા તથા ભારત ખાતેના વ્યવસાયિક અને પરોપકારી કાર્યોને વખાણે છે.

તેમના પરિવારમાં, તેમનો દિકરો ડિ.જે. રામે કે જે હવે સાઉથ કેરોલિના ખાતે આવેલા ગ્રીનવિલેસ્થિત ઓરો હોટેલ્સના વર્તમાન પ્રેસિડેન્ટ અને સીઈઓ છે, તેઓ પિતાના નિધનના સમાચાર મળતા જ ભારતમાં અમદાવાદ ખાતે જવા નિકળી ગયા હતા, જ્યાં ગુરૂવારે જે. પી. રામાનું અવસાન થયું હતું. તેમના પરિવાર તરફથી એક સાધારાણ નિવેદન બહાર પડાયું હતું.

નિવેદનમાં જણાવાયું હતું કે જે. પી. તેમના પરિવાર, મિત્રો અને સાથી કર્મીઓમાં ખૂબ પ્રિય હતા.

રામા આહોઆના ચેરમેન તરીકે 1997થી 1998 સુધી કાર્યરત રહ્યા હતા. આહોઆના ચેરમેન વિનય પટેલ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે પોતાના કાર્યકાળ દરમિયાન જે. પી. રામાએ એસોસિએશનના માળખામાં અનેક મહત્વના ફેરફાર કર્યા અને અવેરનેસ પ્રોગામ, ટાઉનહોલ મીટીંગ અને ક્રોસ કન્રી એજ્યુકેશનલ સેમિનાર સહિતના આયોજન સાથે સભ્યસંખ્યામાં પણ વધારો કર્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે આહોઆ અને ઇન્ડસ્ટ્રીમાં યુવા લોકો વધુને વધુ સંખ્યામાં સામેલ થાય.

જે. પી. રામા આહોઆના સ્થાપક એચ. પી. રામા તથા પૂર્વ આહોઆ ચેરમેન એમ. પી. રામાના ભાઈ હતા તેમ નિવેદનમાં જણાવાયું છે. ઓરો હોટેલ્સના બોર્ડમાં વાઇસ ચેરમેન પદે રહીને તેમણે એક્વીઝિશન્સ અને નવા ડેવલપમેન્ટેસ માટે ઓપરેશન્સ, પર્ચેસિંગ અને ડિઝાઇન તથા ઇન્ટીરીયર્સ સહિતની બાબતો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેની રચના 2017માં કરવામાં આવી હતી.

વિનય પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રામા પરિવાર દ્વારા ભારતમાં પોતાના વતનના ગામ સરોના ખાતે શાળાઓની ઇમારતો, વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ સ્થાપવાની સાથે સાથે જરૂરિયાતવાળા લોકો માટે 200 જેટલા મકાન પણ બનાવવામાં આવ્યા છે. અમેરિકામાં તેમણે ‘ધી રામા સ્કોરલપશિપ ફોર ધી અમેરિકન ડ્રીમ’ શરૂ કરેલું જે હેઠળ હોસ્પિટાલિટી શાળાઓમાં ભણતા કોલેજના વિદ્યાર્થીઓને 1,000,000 ડોલરની સહાય ટ્યુશન આસિસ્ટન્સ તરીકે અપાય છે. ભારતમાં તેમણે ઓરો હોટેલ્સની સાથે ઓરો યુનિવર્સિટીની સ્થાપના પણ સુરત ખાતે કરી હતી.

આહોઆના અન્ય પૂર્વ ચેરમેન માઇક પટેલ પણ જે. પી. રામા સાથેના સ્મરણો યાદ કરે છે.

અમે બધાએ ખૂબ મજા અને હાસ્ય કર્યું છે. અમે શિખ્યા કે કેવી રીતે આહોઆને સરળતાથી આગળ લઇ જવી અને સાથે સાથે કડકાઈ પણ રાખવી. સભ્યોને અગ્રતામાં રાખવા અને તેમના પડકારોનો સામનો કરવો તેમ માઇક કહે છે. અમારા બોર્ડ અને ટ્રાવેલિંગ ટીમ જે. કે. પટેલ, રમેશ સુરતી અને સ્વ. રોજર લેઉવા સહિતનાઓએ આહોઆને  નક્શામાં મુક્યું છે. જે. પી. અંગે કહું તો તેઓ એક સ્પષ્ટ વક્તા હોવા છતાં નમ્ર હતા.

આહોઆના નવા ચૂંટાયેલા સેક્રેટરી મિરાજ પટેલ પણ જે. પી. રામા સાથેના સ્મરણો તાજા કરે છે.

જે.પી. અંકલ ફક્ત પોતાની કંપની માટે જ નહીં પરંતુ અમારી ઇન્ડસ્ટ્રી, એસોસિએશન અને કોમ્યુનિટી માટે પણ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા. એસોસિએશનના પ્રારંભિકકાળમાં તેમણે સંસ્થાના અવાજને વધારે મજબૂત કર્યું છે. દરેક એશિયન અમેરિકન હોટેલ માલિકોની લાગણીઓ તથા રજૂઆતોને સંસ્થા દ્વારા વધારે મજબૂત બનાવી હતી. તેઓ તાલીમ માટે ખૂબ આગ્રહી રહેતા હતા. તેમણે ભારતમાં સુરત ખાતે ઓરો યુનિવર્સિટીની સ્થાપના પોતાના પરિવાર સાથે મળીને કરી છે. અમારા જેવા લોકોને આગળ આવવા માટે તેઓ સદાય સહાયરૂપ બનાવ તત્પર રહેતા હતા.