બેસ્ટ વેસ્ટર્નના નવા પ્રેસિડેન્ટ અને સીઈઓના નામની જાહેરાત

તેઓ આ વર્ષે નિવૃત થનાર ડેવિડ કોન્ગનું સ્થાન લેશે

0
922
લોરેન્સ “લેરી” ચ્યુકલિક, બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ ગ્રુપના નવા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ કાઉન્સિલ આ વર્ષના અંતે નિવૃત થનાર ડેવિડ કોન્ગનું સ્થાન સંભાળી કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓની જવાબદારી સંભાળશે. તેઓ આ તસ્વીરમાં ઇશ્વર નારણ, બેસ્ટ વેસ્ટર્નના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે જોવા મળે છે. ગુરુવારે લાસ વેગાસમાં યોજાયેલી બેસ્ટ વેસ્ટર્નના વાર્ષિક સંમેલનમાં તેમના નામની જાહેરાત થઇ હતી.

લોરેન્સ “લેરી” ચ્યુકલિક, બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ ગ્રુપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ કાઉન્સેલ, આ વર્ષના અંતે નિવૃત થનાર ડેવિડ કોન્ગનું સ્થાન સંભાળી કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓની જવાબદારી સંભાળશે. તાજેતરમાં ગુરુવારે લાસ વેગાસમાં યોજાયેલા કંપનીના વાર્ષિક સંમેલન દરમિયાન તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદાયમાન કોન્ગનો વિદાય સમારોહ પણ યોજાયો હતો, જે દરમિયાન કોન્ગની આંખો ભરાઈ આવી હતી. તેમણે 17 વર્ષ સુધી કંપનીમાં પ્રેસિડેન્ટ અને સીઈઓ તરીકેની જવાબદારી સંભાળી હતી.

લોરેન્સ “લેરી” પોતાના વર્તમાન હોદ્દા પર કંપનીમાં 12 વર્ષથી ફરજ નિભાવી રહ્યાં છે અને એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડેવિડ કોન્ગ પહેલી ડિસેમ્બરે નિવૃત થાય તે પછી તેઓ પોતાનો નવો હોદ્દો સંભાળશે. તેઓ અગાઉ કંપનીમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જનરલ કાઉન્સેલ અને કોર્પોરેટ સેક્રેટરી ફોર વેબાશ નેશનલ કોર્પ., વાઇસ પ્રેસિડેન્ટ લીગલ અને કોર્પોરેટ સેક્રેટરી ફોર અમેરિકન કોમર્શિયલ લાઇન્સ, આઇએનસી ઉપરાંત લો ફર્મ ગેમ્બસ મુકર એન્ડ બાઉમાન સાથે પણ સંકળાયેલા છે.

કોન્ગની જગ્યા કોણ સંભાળશે તેની તલાશમાં 8 મહિનાથી વધારેનો સમય લાગ્યો હતો તેમ ઇશ્વર નારણ, બેસ્ટ વેસ્ટર્નના બોર્ડ ઓફ ડિરેકટર્સના ચેરમેને કહ્યું હતું.

આ અંગે નારણે કહ્યું હતું કે તેમના પુરોગામીની તલાશ માટે અમે આંતરિક અને બાહ્ય સ્તરે અનેક વ્યક્તિઓના નામ અંગે વિચારણા કરી હતી. બોર્ડ સામે આ વર્ષની તે એક મોટો પડકાર હતો. સૌથી ખાસ બાબત એ રહી કે બોર્ડ ઓફ મેમ્બર્સે નિર્ણયને આવકાર્યો, મારું માનવું છે કે અમારો નિર્ણય યોગ્ય રહશે.

નારણનું કહેવું છે કે લોરેન્સ અન્ય ઉમેદવારોની સરખામણીએ અનેક રીતે ચઢિયાતા છે.

છ વચન

પોતાના નામની પ્રેસિડેન્ટ અને સીઈઓ તરીકેના નામની ઘોષણા બાદ સભ્યોને કરેલા પ્રથમ સંબોધનમાં લોરેન્સે કહ્યું હતું કે તેઓ છ વચન આપવા ઇચ્છે છે.

તેમણે કહ્યું કે મને ખબર છે કે છનો આંકડો એ વિચિત્ર આંકડો છે. મારે ખરેખર તો રાઉન્ડ ફિગર તરીકે પાંચની પસંદગી કરવી જોઇતી હતી પરંતુ મને લાગે છે કે છ બાબત એવી છે કે તેમાં હું કોઇ એકને પડતું મુકી શકું તેમ નથી.

કોન્ગે કહ્યું હતું કે મને લાગે છે કે લેરી પોતાના છ વચનની જે વાત કરે છે તે યોગ્ય છે, તેમણે બોર્ડ સાથે વિતાવેલા સમય અંગે વાત કરી, એક્ઝિક્યુટિવ ટીમ સાથે સમય ગાળશે અને જાન્યુઆરીમાં તેમની સાથે ચર્ચાઓ કરશે, કારણ કે કોઇ પણ સંગઠનમાં તમારે દરેકની વાત સાંભળવી પડે છે.

લેરીએ કહ્યું હતું કે તેમને કોન્ગ પાસેથી ઘણું જાણવા અને શિખવા મળ્યું છે.

તેમણે કહ્યું હતું કે શ્રીમાન કોન્ગ પાસેથી મને છેલ્લાં 12 વર્ષ દરમિયાન મને ઘણું બધુ શીખવા અને જાણવા મળ્યું છે, ખાસ કરીને કેવી રીતે સભ્યોને સાંભળવા. આ એક વિશેષ ઓર્ગેનાઇઝેશન, મેમ્બરશિપ એસોસિએશન છે જ્યાં દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર મળે છે.