ગ્રાહકોના હિતમાં હોટેલ ઉદ્યોગ દ્વારા એરલાઇન્સ પ્રોડક્ટનો ઉપયોગ શરૂ કરાયો

કોવિડ-19 મહામારીના પગલે પીપીઈ કિટ અને ક્લિનિંગ પ્રોડક્ટની માંગ વધી

0
1157
ફ્લોરિડા હોટેલના માલિક વીલી સિંઘ દ્વારા ગેસ્ટ કેર સોલ્યુશનના નામે નવું સાહસ શરૂ કરવામાં આવ્યું છે જે હોટેલન્સને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ એટલે કે પીપીઈ કિટનું વેચાણ કરશે. મૂળભૂત રીતે તેની ડિઝાઈન એરલાઇન માટે ઉપયોગમાં લેવાય છે. આ કિટમાં માસ્ક, હેન્ડ સેનેટાઇઝર અને એન્ટીસેપ્ટીક વાઇપનો સમાવેશ થાય છે, જે સીલબંધ પેકેટમાં ઉપલબ્ધ છે.

આમ તો એરલાઇન અને હોટેલ ઉદ્યોગ વચ્ચે હંમેશાં પરસ્પર સંબંધો રહ્યાં છે. હાલમાં કોવીડ-19 મહામારીનાં પગલે એક ઉદ્યોગને બીજા ઉદ્યોગના ગ્રાહકોના રક્ષણ માટે પ્રોડક્ટ બનાવવાની તક મળી છે.

ફ્લોરિડામાં હોટેલ ધરાવનાર વીલી સિંઘ નવી બનેલી કંપની ગેસ્ટકેર સોલ્યુશનના સહસ્થાપક છે. જે એરલાઇન દ્વારા હોટેલ ગેસ્ટને પીપીઈ કિટ પૂરું પાડવાનું કામ કરે છે. તે જ રીતે અન્ય નવી કંપની હોટેલ ઉદ્યોગને એવી પ્રોડક્ટ ક્લિનિંગ માટે પૂરી પાડશે કે જેનો ઉપયોગ વિમાનને મહામારી દરમિયાન જંતુમુક્ત કરવા માટે વપરાય છે અને આ પ્રોડક્ટ હાલના ક્લિનિંગ તત્વો કરતાં વધારે અસરકારક છે.

જૂન માસમાં એશિયા હોસ્પિટાલિટી સાથેની વાતચીતમાં વીલી સિંઘ કે જેઓ ફ્લોરિડાના ઓર્લેન્ડોમાં ડેઝ ઇન અને ટ્રાવેલ લોજ વિન્ધમની માલિકી ધરાવે છે, તેમણે કહ્યું હતું કે તેઓ ગેસ્ટકેર સોલ્યુશન સાથે મળીને એક પ્રોડક્ટ માટે કામ કરી રહ્યાં છે.

આ ખાસ પ્રકારની પ્રોડક્ટ ગેસ્ટકેર સોલ્યુશન દ્વારા આપવાનું નવતર વિચાર સિંઘના ભાગીદાર સ્ટીવ બ્લીડનર દ્વારા આપવામાં આવ્યો છે. 27 મે ના રોજ ગેસ્ટકેર કંપની લોન્ચ થઈ છે. સિંઘના ભાગીદાર ટીટીઆઈ ટેકનોલોજીસના સ્થાપક અને સીઈઓ છે. આ કંપની દ્વારા અગાઉ હોટેલ ઉદ્યોગને તેમની લોબીમાં ફ્લાઇટ ઇન્ફર્મેશન બોર્ડ વેચવાનું કામ કરતી હતી.

તેમણે કહ્યું કે જે વ્યક્તિ સાથે તેઓ આ કંપનીમાં કામ કરી રહ્યાં છે, તેઓ ફ્લાઇટ ઇન્ફર્મેશન ખરીદવાનું કામ કરે છે. એરલાઇન બીઝનેસમાં સારી તક રહેલી છે અને તેમણે ગ્લોબલ સી નામની કંપનીમાં કામ કરવાની તક આપી છે.

તેમના જણાવ્યા અનુસાર આ કિટમાં સીલબંધ પેકેટમાં માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને એન્ટીસેપ્ટીક વાઇપ આપવામાં આવે છે. અંદાજે ત્રીસ હોટેલ દ્વારા આ કિટ ખરીદવાના કરાર થયા છે. આ હોટેલ દ્વારા તેમના ગેસ્ટને અંગત સુરક્ષા માટે આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે હોટેલ દ્વારા હાલમાં ટુથબ્રશન અને અન્ય પ્રસાધનના સાધનો ગ્રાહકોને આપવામાં આવે છે. એ જ રીતે આ કિટ પણ આપવામાં આવશે.

સિંઘે કહ્યું કે કંપનીએ અંદાજે દોઢ લાખ કિટનું વેચાણ વિવિધ હોટેલોને કર્યું છે અને શિયાળો તથા રજાઓમાં તેનું વેચાણ વધવાની અપેક્ષા છે.

ફ્લાઇંગ ક્લિન

હોટેલ ઉદ્યોગ દ્વારા અન્ય પ્રોડક્ટ એવી પૂરી પાડવામાં આવે છે કે જે એરલાઇન ઉદ્યોગના ઉપયોગ માટે લેવાય છે. જેમાં ફ્લાઇટ સર્ટીફાઇડનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે તેની પ્રોડક્ટમાં સાફસફાઈ માટે 75થી 90 ટકા વધારે અસર કરે તેવું દ્વાવણ તૈયાર કરવામાં આવ્યું છે. તેને કોલા 1452 એવું નામ આપવામાં આવ્યું છે અને તે હોટેલ ઉદ્યોગ દ્વારા હાલમાં સાફ સફાઈ અને જંતુમુક્ત કરવા વપરાતા પ્રોડક્ટ કરતાં વધારે અસરકારક છે.

ફ્લાઇટ સર્ટીફાઈડના પ્રેસિડેન્ટ જીની સ્પેજીયાનીએ કહ્યું કે પ્રાથમિક પરિક્ષણમાં જોવામાં આવ્યું કે કોલા 1452 તે સરવાળે બ્રાન્ડ પ્રોડક્ટ કરતાં સસ્તી પડે છે અને તેના ઉપયોગમાં ઝડપી બને છે, પરિણામે લેબર કોસ્ટમાં પણ સરળતા રહે છે.

વાસ્તવિકતા એ છે કે કોલા 1452 એ ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પ્રેયર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને ખૂબ ઝડપથી ઓછી માત્રામાં વધારે જગ્યાને જંતુમુક્ત કરવા માટે અસરકારક છે. કંપનીએ કહ્યું કે ફ્લાઇટ સર્ટીફાઇડ દ્વારા આ પ્રોડક્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું છે અને થર્ડ પાર્ટી સમીક્ષામાં તે અસરકારક નીવડ્યું છે.

હોટેલ ઉદ્યોગમાં નવી ક્લિનિંગ પ્રોડક્ટની અગત્યતા વધી છે, કેમ કે ગ્રાહકોને વ્યક્તિગત રીતે મહામારીમાંથી સુરક્ષિત બનાવવાનો એક કાર્યક્રમ હર્ષા હોટેલ એન્ડ રીસોર્ટ દ્વારા ઓક્ટોબરમાં અમલમાં મુકવામાં આવ્યો છે અને તેને સફળતા મળી છે.