ચોઇસની કેમ્બ્રીયાને નવું પ્રોટોટાઇપ મળ્યું

નવી ડિઝાઇનને કારણે બ્રાન્ડને સેકન્ડરી અર્બન માર્કેટમાં સ્થિતિ મજબૂત કરવામાં સરળતા રહેશે

0
835
ચોઇસ હોટેલ્સના ઇન્ટરનેશનલ અપસ્કેલ કેમ્બ્રીયા બ્રાન્ડ 20 ટકા ઘટાડા સાથે સ્કવેર ફૂટેજ ઓફર્સ કરે છે. જેમાં ચોક્કસ ડિઝાઇન પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ બની શકશે. નવા દેખાવમાં નવી સાઇઝ, સુધારેલ એફએન્ડબી પ્લેટર સહિતનો સમાવેશ થાય છે.

ચોઇસ હોટેલ્સના ઇન્ટરનેશનલ દ્વારા નવું પ્રોટોટાઇપ તેની અપસ્કેલ કેમ્બ્રીયા બ્રાન્ડ માટે 2021 લોજિંગ કોન્ફરન્સ દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ ફિનિક્સમાં ગત અઠવાડિયે યોજાઇ હતી. નવી ડિઝાઇનમાં બ્રાન્ડના નવા દેખાવ સાથે અર્બન માર્કેટમાં બ્રાન્ડની સ્થિતિ વધારે મજબૂત બની શકવા જઇ શકે છે.

નવું પ્રોટોટોઇપની રચના કંપનીની આગળ વધી રહેલા વિકાસને ધ્યાને રાખીને કરવામાં આવી છે તેમ ચોઇસના સિનિયર વાઇસ પ્રેસેડેન્ટ ઓફ અપસ્કેલ બ્રાન્ડ જેનસ કેનોને નવી ડિઝાઇન અંગેની એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. 2020માં શરૂ કરાયા પછી કેમ્બ્રીયા દ્વારા તેના પોર્ટફોલિયોમાં મહત્વપૂર્ણ રીતે 16 ટકાનો વધારો નોંધાયો છે, તેમ તેણીએ જણાવ્યું હતું. ગેસ્ટ રીવ્યૂ પણ સારા પ્રમાણમાં આવી રહ્યાં છે.

કેનોને કહ્યું હતું કે જ્યારે માપદંડની વાત આવે ત્યારે, મહેમાનોનો સંતોષ, માલિકોનો સંતોષ કે તેના આર્થિક સ્થિરતાની વાત હોય કે પછી યુનિટ ગ્રોથ સહિતના વિકાસની વાત હોય પણ કેમ્બ્રિયા દ્વારા આ સમયગાળામાં સારું નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. તેના પરિણામે આજે ખૂબ સારી તક મળી શકી છે.

કંપની દ્વારા 300 સેકન્ડરી અને લેઇઝર માર્કેટમાં વિસ્તરણ અંગેની યોજના અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે. કેનોન કહે છે કે કોવિડ-19 મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાંથી અનુભવના આધારે આ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

જ્યારે કેમ્બ્રિયા પ્રથમ વખત લોન્ચ થઇ ત્યારે અમે ખરેખર તો બીઝને અને વિઝયુઅલ ટ્રાવેલને ધ્યાનમાં રાખ્યું હતું, તેમ કેનોન કહે છે. તેઓ ઉમેરે છે કે મહામારી દરમિયાન અમે જાણ્યું અને શીખ્યું કે લેઇઝર ડેસ્ટિનેશનમાં અમારી હોટેલની કામગીરી સારી અને નોંધપાત્ર છે.

નવું પ્રોટોટોઇપ ખૂબ અસરકારક છે અને તેમાં ક્ષેત્રફળમાં નોંધપાત્ર ઘટાડો કરાયો છે. તેમાં 76000 સ્કેવેર ફુટથી ઘટાડીને 56000 સ્કેવેર ફુટ સુધીનો નોંધપાત્ર ઘટાડો કરાયો છે, તેમ માર્ક શલાલા,ચોઇસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ડેવલપમેન્ટ અપસ્કેલ બ્રાન્ડ જણાવે છે.

નવા સુધારામાં અમારા પ્રોટોટોઇપમાં નવી ઘટાડેલી સાઇઝમાં સ્ટાફ અંગે આશાવાદ છે, સુધારેલ એફએન્ડબી પેલેટ છે જેમાં રસોડામાં 35 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, ચોક્કસ પ્રકારની નક્કી કરવામાં આવેલી ડિઝાઇન છે, જેમાં એન્ટ્રી કેનોપી, લોબી અને જર્નીટુ રૂમનો સમાવેશ થાય છે. તેમાં અમે લોકલ આર્ટિસ્ટનો પણ સમાવેશ કરાયોછે.

અમે ખૂબ ઓછા ભાવમાં પોષાય તેવી કિંમતવાળું પ્રોટોટાઇપ ઓપ્શન તૈયાર કરાયું છે જેમાં ફ્લેક્સિબિલિટીને ધ્યાન અપાયું છે, જે કેમ્બ્રિયા સાથે છે., તેમ શલાલા જણાવે છે.

કેનોન અને શલાલા કહે છે કે નવા પ્રોટોટાઇપનો વાસ્તવિક અમલ સાલ 2022 અથવા તો 2023 સુધીમાં અમલ થઇ શકશે.

તાજેતરમાં ઓગસ્ટ માસમાં યોજાયેલા 2021 આહોઆ કન્વેન્શન એન્ડ ટ્રેડ શો દરમિયાન રેડ રૂફ ઇન દ્વારા તેના હોમટાઉન સ્ટુડિયો પ્રોટોટાઇપની રજુઆત કરવામાં આવી હતી. જેમાં કંપની દ્વારા નવા વાજબી કિંમતની વિકાસવાળી ફૂટપ્રિન્ટ તથા લેઆઉટ સહિતનો સમાવેશ થાય છે. જીસિક્સ હોસ્પિટાલિટી કે જે મોટેલ 6 અને સ્ટુડિયો 6ની પેરન્ટ કંપની છે તેના દ્વારા સ્ટુડિયો 6 સ્યુટ્સની રજુઆત કરવામાં આવી હતી.