ચોઇસ હોટેલ્સે રેડિસન અમેરિકાનું એક્વિઝિશન પૂરુ કર્યુ

67.5 કરોડ ડોલરના ડીલમાં ચોઇસના પોર્ટફોલિયોમાં 67000થી પણ વધુ રૂમો

0
901
ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલે રેડિસન હોટેલ્સમાં અમેરિકાનું એક્વિઝિશન 67.5 કરોડ ડોલરમાં પૂરુ કર્યુ છે. આ મર્જરની જાહેરાત જૂનમાં થઈ હતી. રેડિસનની સાથે ચોઈસની નવ બ્રાન્ડ થઈ છે અને તેની સંખ્યા 624 હોટેલ પર પહોંચી છે.

ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ રેડિસન હોટેલ્સ અમેરિકાનું 67.5 કરોડ ડોલરમાં એક્વિઝિશન પૂરુ કર્યુ છે. આ સોદામાં રેડિસનનના ફ્રેન્ચાઇઝી બિઝનેસ, કામગીરી અને બૌદ્ધિક અધિકારનો સમાવેશ થાય છે. આ મર્જરની જાહેરાત જૂનમાં થઈ હતી. તેના લીધે રેડિસનની નવ બ્રાન્ડ ચોઇસની માલિકીની થતા તેની હોટેલ્સની સંખ્યા 624 પર પહોંચી છે.

કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ સોદો થવાની સાથે ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલે અંદાજે 67000 રૂમનો ઉમેરો કર્યો છે, અપસ્કેલ અને અપસ્કેલ ફુલ સર્વિસ સેગમેન્ટસ જેવા ઊંચી આવકવાળા વિભાગમાં તેની હાજરી વિસ્તારશે. તેના લીધે કોર અપર-મિડસ્કેલ હોસ્પિટાલિટી સેગમેન્ટ્સમાં તેની માંગને વેગ મળશે. તેમા પણ ખાસ કરીને વેસ્ટ કોસ્ટ અને મિડવેસ્ટમાં તેનો ફેલાવો વધશે.

આ સોદામાં કેનેડા,લેટિન અમેરિકા અને કેરેબિયન ખાતેની પ્રોપર્ટી આવરી લેવામાં આવી છે, જ્યારે યુએસ ચોઇસ સ્વતંત્ર માલિકી હશે અને તે અમેરિકાની બ્રાન્ડ્સને કંટ્રોલ કરશે અને રેડિશનની સાથે વૃદ્ધિ, અવિરત ધોરણે અને બ્રાન્ડ્સની સફળતાને વેગ આપશે, એમ કંપનીઓની અખબારી યાદીમાં જણાવાયું છે.

ચોઇસના બોર્ડ ડિરેક્ટરે સર્વાનુમતે આ સોદાને મંજૂરી આપી છે અને 2022ના બીજા ભાગમાં તે પૂરુ થાય તેમ મનાય છે. આ સોદો રોકડમાં અને રિવોલ્વર બોરોઇંગ દ્વારા પૂરો કરાયો છે. તેમા રેડિસન બ્લુની દસ હોટેલ, 130 રેડિસન હોટેલ્સ, 9 રેડિસન ઇન્ડિવિડ્યુઅલ્સ, એક પાર્ક પ્લાઝા હોટેલ, 4 રેડિસન રેડ હોટેલ્સ, રેડિસનની 453 કન્ટ્રી ઇન સ્યુટ્સ, રેડિસન હોટેલ્સની 17 પાર્ક ઇનની સાથે તાજેતરમાં લોન્ચ કરાયેલી રેડિસન ઇન એન્ડ સ્યુટ્સ તથા રેડિસન કલેકશન બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

ચોઇસે 11 વર્તમાન થર્ડ પાર્ટી હોટેલ મેનેજમેન્ટ એગ્રીમેન્ટ્સ હસ્તગત કર્યા છે અને અમેરિકામાં ત્રણ રેડિસન માલિકીની મિલકતોનો સમાવેશ થાય છે. રેડિસેન એક્વિઝિશન ચોઇસનીહાયર રેવન્યુ ટ્રાવેલ સેગમેન્ટ્સ અને સ્થળોએ એસેટ લાઇટ પોર્ટફોલિયોની હોટેલ બ્રાન્ડ્સની વ્યૂહરચનાનો હિસ્સો છે. તેના લીધે હાયર રેવન્યુ અપરઅપસ્કેલ અને અપસ્કેલ ફુલ સર્વિસ સેગમેન્ટ્સમાં તેનો વ્યાપ વધારશે. તેની સાથે અપર-મિડસ્કેલ હોસ્પિટાલિટી સેગમેન્ટ્સમાં  વ્યાપને વેગ મળશે, તેમા પણ ખાસ કરીને અમેરિકામાં મિડવેસ્ટ અને વેસ્ટ કોસ્ટમાં તેની હાજરી વધુ મજબૂત બનશે.

કંપનીએ જણાવ્યું હતું કે વર્તમાન અને નવા હોટેલ માલિકોને કમ્બાઇન્ડ કંપનીઓની સુધારેલી ડિલિવરી ક્ષમતાથી ફાયદો થશે. તેમા ચોઇસ એવોર્ડ-વિનિંગ લોયલ્ટી પ્રોગ્રામ, પ્રોપ્રાયટરી ટૂલ્સ અને ઇમર્જિંગ ટેકનોલોજીસથી વધુને વધુ કારોબાર હસ્તગત કરવાની સાથે હોટેલના કાર્યકારી ખર્ચમાં ઘટાડો કરીને નવા ગ્રાહકો સુધી પહોંચીને ઉદ્યોગના ટ્રેન્ડનું પ્રતિબિંબ પાડવાનો સમાવેશ થાય છે.

ક્રેડિટ સ્યુટ્સ સિક્યોરિટીઝ યુએસએ એલએલસીએ આ સોદામાં ચોઇસના નાણાકીય સલાહકાર તરીકે કામ કર્યુ હતુ અનેવિલ્કી ફાર એન્ડ ગોલઘર એલએલપીએ કાયદાકીય સલાહકાર તરીકે કામ કર્યુ છે. બેકર મેકેન્ઝીએ રેડિસનના કાયદાકીય સલાહકાર તરીકે કામ કર્યુ છે.