આહલા ફાઉન્ડેશન દ્વારા કાસ્ટેલ પ્રોજેક્ટના મર્જરની જાહેરાત

હોસ્પિટાલિટી ક્ષેત્રે મહિલાઓને વિશેષ સ્થાન અપાવવા માટેની કામગીરીનો સંગઠન લાંબો ઇતિહાસ ધરાવે છે

0
1116
ચિપ રોજર્સ, ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ, ડાબે, ધી કાસ્ટેલ પ્રોજેક્ટના સ્થાપક અને ચેર પેગી બર્જ સાથે, એકદમ જમણે તથા આહલા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોઝાના માઇએટ્ટા સાથે બુધવારે એટલાન્ટા ખાતે હન્ટર હોટેલ કોન્ફરન્સ દરમિયાન ફાઉન્ડેશન તથા કાસ્ટેલ પ્રોજેક્ટના મર્જર અંગેની જાહેરાત કરતા.

ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનની ચેરિટી વિંગ ધી આહલા ફાઉન્ડેશન દ્વારા કાસ્ટેલ પ્રોજેક્ટ સાથેના મર્જરની જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટાલી ક્ષેત્રે મહિલાઓને સક્ષમ બનાવવાના હેતુને વધારે મજબૂત બનાવવા માટે આ જાહેરાત કરાઈ છે. કાસ્ટેલ પ્રોજેક્ટ એ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ ટોચના સ્થાને કામ કરીને નેતૃત્વ સંભાળી શકે તે માટેનું મહિલાઓને સમર્પિત નોનપ્રોફિટ છે.

માર્જરના ભાગરૂપે, બંને સંસ્થાઓ હવે સાથે મળીને ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત મહિલાઓને લીડરશિપ ડેવલપમેન્ટ માટે વધુ સુવિધા પૂરી પાડશે તેમ આહલા દ્વારા જણાવાયું છે. તેઓ મેન્ટરશિપ તથા કારકિર્દીના ભાગરૂપે કોલેજ સ્તરથી તેમને કારકિર્દી માટે માર્ગદર્શન અપાશે.

બંન સંસ્થાઓના મર્જરનો હેતુ, વધુને વધુ મહિલાઓને આહલાના માધ્યમથી સ્પીકર્સ તથા લીડર્સ ક્ષેત્રે આગળ લઇ જવાનો છેઃ જેમાં હોસ્પિટાલિટી તથા અન્ય ઇન્ડસ્ટ્રીમાં યોજાતી ઇવેન્ટમાં મહિલાઓ વધુને વધુ સંખ્યામાં સંબોધન કરતી થાય તે માટે તૈયાર કરવાનો છે. સંસ્થાઓ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ, વૈવિધ્યપૂર્ણ તથા સમાન હકની તરફેણ કરવામાં આવે છે.

આ અંગે આહલાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચિપ રોજર્સ કહે છે કે અમે હાલમાં મહિલાઓના ઐતિહાસિક મહિનાની ઉજવણી થઇ રહી છે, અમે કાસ્ટેલ દ્વારા હોસ્પિટાલિટીમાં એડવાન્સ વિમેન લીડર્સ તથા ઓનર્સ અંગેની કામગીરીને પણ અમે ઉજવીએ છીએ.

યુ.એસ. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ અનુસાર એકોમેન્ડેશન સેક્ટરમાં કુલ કર્મચારીઓમાંથી 57 ટકા કર્મચારી મહિલાઓ છે. જોકે, કાસ્ટેલના 2022 વિમેન ઇન હોસ્પિટાલિટી લીડરશિપ રિપોર્ટમાં એ ધ્યાન દોરાયું છે કે પ્રત્યેક 10.3 પુરુષોમાંથી ફક્ત એક મહિલાને નેતૃત્વ સ્તર મળી શક્યું છે.

આહલા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોઝાના કહે છે કે આ જાહેરાત અમારા માટે ખૂબ રોમાંચકારી છે અને આહલા ફાઉન્ડેશન તથા કાસ્ટેલ દ્વારા સાથે મળીને એક નવા અધ્યાયની શરૂઆત હોસ્પિટાલિટીમાં એડવાન્ડ વિમેન લીડર્સ તથા ઓનર્સ માટે થઇ રહી છે.

ગત વર્ષે આહલા ફાઉન્ડેશન દ્વારા નવા પાંચ મિલિયન ડોલરની મલ્ટી યર કમિટમેન્ટ તથા એક્શન પ્લાનની જાહેરાત કરાઈ હતી. 2021માં આહલા ફાઉન્ડેશનની  સ્કોલરશિપ મેળવનારાઓમાંથી 76 ટકા અને ફાઉન્ડેશનની એપ્રેન્ટીસશિપ પ્રોગ્રામાં ભાગ લેનારાઓમાં 60 ટકા મહિલાઓ હતી.

કાસ્ટેલ દ્વારા તેના લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 100 કરતાં વધારે મહિલાઓને તૈયાર કરાઈ છે. 300થી વધુ મહિલા એક્ઝિક્યુટિવ્ઝ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. હોસ્પિટાલિટી લીડર્સમાં 1000 કરતાં વધારે મહિલાઓ છે.

પેગી બર્જ, કાસ્ટેલ પ્રોજેક્ટનાં સ્થાપક અને ચેર કહે છેકે આહલા તથા આહલા ફાઉન્ડેશન સાથે મળીને કાસ્ટેલ વધારે મજબૂત રીતે કામગીરી કરી શકશે. હોસ્પિટાલીટી ક્ષેત્રે મહિલાઓ તથા રંગભેદનો ભોગ બનનારાઓને લીડરશિપમાં આગળ વધવાની તક મળશે.