કાસ્ટેલ પ્રોજેક્ટ દ્વારા 2021 માટેની તેની ડબલ્યુએસએચ યાદી જાહેર

મહિલા એક્ઝિક્યુટિવ્સ ઇવેન્ટસમાં સંબોધન માટે હાજર હોય છે

0
1208
ધી કાસ્ટેલ પ્રોજેક્ટ, કે જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડતી નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે તેણે તેની એન્યુઅલ વિમેન સ્પીકર્સ ઇન હોસ્પિટાલિટી યાદી જાહેર કરી છે. સંસ્થાને આશા છે કે કોવિડ-19 મહામારી પર કાબૂ આવતા આવનારા સમયમાં ઘણી ઇવેન્ટ વર્ચ્યુલ અને ઇન-પર્સન યોજાશે.

વૈશ્વિક મહામારી કોવિડ-19 પર હવે કાબૂ આવી રહ્યો હોવાની શક્યતાને પગલે આવનારા દિવસોમાં જાહેર કાર્યક્રમો કે જે ઓનલાઇન અને ઇન-પર્સન તરીકે યોજાય તેવી સંભાવના વધી છે અને કાસ્ટેલ પ્રોજેક્ટ દ્વારા પણ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં મહિલા વક્તાઓ સંબોધન કરી શકે તે માટે મહિલા વક્તાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. નોન-પ્રોફિટ એવી આ સંસ્થા દ્વારા તેની એન્યુઅલ વિમેન સ્પીકર્સ ઇન હોસ્પિટાલિટીની યાદી તૈયાર કરવામાં આવે છે.

ત્રણ વર્ષથી કાસ્ટેલ પ્રોજેક્ટની આવી ડબલ્યુએસએચ યાદી એવી મહિલા હોટલમાલિકો તથા હોસ્પાટાલિટી એક્ઝિક્યુટિવ્સનો ડેટાબેઝ પૂરો પાડે છે કે જેઓ કાર્યક્રમોમાં સંબોધન કરવાનું પસંદ કરે છે. આ યાદી કાર્યક્રમનું આયોજન કરનારાઓને તેમની વિનંતી અનુસાર વક્તાઓનાં ક્ષેત્ર, સ્તર અને લિંગ સહિતની જાણકારી પૂરી પાડે છે.

“હવે જ્યારે બહોળા સ્તરે રસીકરણની કામગીરી થઇ રહી છે, ત્યારે આવનારા સમયમાં આયોજીત પરિસંવાદો માટેના વક્તાઓની યાદી તથા પેનલિસ્ટની યાદીઓને આખરી રૂપ આપવામાં આવી રહ્યું છે. જેને પગલે આ ક્ષેત્રે એક આદર્શ તક લિંગ આધારિત પૂરી પાડી શકવામાં આવી શકે,” તેમ પેગી બર્જ, કાસ્ટેલ પ્રોજેક્ટના પ્રમુખે જણાવ્યું હતું. “2019માં આયોજીત ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં આઠ વક્તાઓમાં એક મહિલા વક્તા હતી. નેતૃત્વ લેવા આતુર મહિલા અગ્રણીઓ માટે જરુરી છે કે તેમને જાહેર કાર્યક્રમોમાં બોલવાની પૂરતી તક મળે. કાસ્ટેલ પ્રોજેક્ટ દ્વારા હવે મહામારી પછી યોજાનાર વિવિધ કોન્ફરન્સોમાં બોલવા માટે મહિલા વક્તાઓની યાદી તૈયાર કરીને તેમને પોતાના વિચાર વ્યક્ત કરવા માટેની તક પૂરી પાડવામાં આવી રહી છે.”

મહામારીને કારણે ઘણા સ્થળોએ અનેક કાર્યક્રમોનું આયોજન રદ કરવાની ફરજ પડી હતી અને પ્રોજેક્ટ દ્વારા પણ યાદી જાહેર કરવામાં આવી નહોતી. છેલ્લી યાદી 2019માં જાહેર કરવામાં આવી હતી.

કાસ્ટેલ પ્રોજેક્ટ જણાવે છે કે આવી જાહેર બોલવાના કાર્યક્રમો થકી વક્તાઓની ઉદ્યોગોમાં માન્યતા અને તકોમાં વધારો થાય છે. ક્ષેત્રની એક્ઝિક્યુટિવ્સની યાદીના આધારે દરવર્ષે ડબલ્યુએસએચ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. જે મહિલા આ યાદીમાં પોતાનું નામ ઉમેરવા ઇચ્છે છે તેઓ પોતાના નામ, સંપર્ક સહિતની વિગત તથા વક્તા તરીકેનો અનુભવ અને અગાઉની કામગીરીની વિગત સહિતની સંપૂર્ણ માહિતી આ ઈ-મેઇલ [email protected] પર મોકલી શકે છે.

આ પ્રોજેક્ટ મહિલા અધિકારીઓ માટે માર્ગદર્શક અને નેટવર્કિંગ પ્રોગ્રામ પણ પૂરા પાડે છે, જેથી તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં વર્તમાન સ્થાનેથી આગળ વધીને કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન હાંસલ કરી શકે તે પ્રકારેની માહિતી અને તાલીમ પણ આવા કાર્યક્રમ દ્વારા પૂરી પાડવામં આવે છે. ઉપરાંત તેઓ કાસ્ટેલ@કોલેજ કાર્યક્રમનું પણ આયોજન ધરાવે છે, જે મહિલા અધિકારીઓને પોતાના વ્યવસાયિક અનુભવોને વિદ્યાર્થીઓ સાથે વહેંચવા માટે આમંત્રિત કરે છે, આવા કાર્યક્રમોનું શાળાઓમાં જીવંત આયોજન કરવામાં આવે છે.