બ્લેકસ્ટોન, સ્ટારવૂડ એક્સ્ટેંડેડ સ્ટે અમેરિકાની ખરીદી કરશે

6 બિલિયન ડોલરનો સોદો દ્વિતિય ત્રિમાસિકગાળામાં પૂરો થવાની સંભાવના

0
1042
બ્લેકસ્ટોન રીયલ એસ્ટેટ પાર્ટનર્સ અને સ્ટારવૂડ કેપિટલ ગ્રુપ એક્સ્ટેંડેડ સ્ટે અમેરિકા તથા તેની સાથે હિસ્સો ધરાવનાર આરઈઆઈટી, ઈએસએચ હોસ્પિટાલિટી આઈએનસીને 6 બિલિયન ડોલરના રોકડ સોદામાં હસ્તગત કરવાની યોજના ધરાવે છે.

6 બિલિયન ડોલરના સોદામાં બ્લેકસ્ટોન રીયલ એસ્ટેટ પાર્ટનર્સ અને સ્ટારવૂડ કેપિટલ ગ્રુપ એક્સ્ટેંડેડ સ્ટે અમેરિકા અને તેની સાથે હિસ્સેદારી ધરાવનાર આરઈઆઈટી, આએસએચ હોસ્પિટાલિટી, આઈએનસીને ખરીદવાની યોજના ધરાવે છે. આ સમગ્ર સોદો દ્વિતિય ત્રિમાસિકગાળામાં પૂરો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સોદાના ભાગરૂપે, બ્લેકસ્ટોન અને સ્ટારવૂડ દરેક શેર હિસ્સેદારને 19.50 ડોલરની ચૂકવણી રોકડમાં કરશે. તેને સર્વસંમતિથી ઈએસએના અને ઈએસએચના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને સ્ટારવુડ એફિલિએટ કે જે 9.4 ટકા હિસ્સો ઈએસએમાં ધરાવે છે તે પોતાના શેરને ટ્રાન્ઝેક્શનની તરફેણમાં સહમત છે

આ બાબતે બોર્ડના ચેરમેન ડૉ જીઓગાએ જણાવ્યું હતું કે કંપનીની વેપાર યોજનાનો અભ્યાસ તથા સમીક્ષા કર્યા પછી બોર્ડ દ્વારા તાત્કાલિક કેશ પ્રીમિયમ ઓફર કરવા અંગે વિચારણા કરવામાં આવી જે તેના હિસ્સાદારો માટે છે.

બ્રુસ હાસે કે જેઓ ઈએસએ સીઈઓ તથા પ્રેસિડેન્ટ છે તેમણે જણાવ્યું હતું કે બ્લેકસ્ટોન અને સ્ટારવૂડ એ બન્ને હોસ્પાટિલીટી ક્ષેત્રે અગ્રણી અને અનુભવી ઈન્વેસ્ટર્સ છે. એક્સ્ટેંડેડ – સ્ટે મોડેલ એ સોદામાં આગળ વધવા માટેનું પ્રાથમિકસ્તરનું પરિબળ છે તેમ બ્લેકસ્ટોન અને સ્ટારવૂડના એક્ઝિક્યુટિવ્સનું માનવું છે.

“એક્સ્ટેંડેડ સ્ટે દ્વારા સરકારી લોકડાઉન અને પ્રવાસ પર પ્રતિબંધ સહિતના પ્રતિકુળ સંજોગો છતાં સારો દેખાવ કર્યો છે, તેમ સ્ટારવૂડના સીઈઓ બેરી સ્ટરનલિચ્ટે જણાવ્યું હતું. “કંપનીના વિકાસને લઇને અમે સહુ ખૂબ ઉત્સાહી છીએ અને અમને વિશ્વાસ છે કે બ્લેકસ્ટોન અને કંપની સાથેની ભાગીદારીને કારણે અમારી ટીમને પણ સારા દેખાવનો અનુભવ મળી રહેશે.

મહામારી દરમિયાનના તાજેતરના મહિના દરમિયાન 2020ના દ્વિતિય ત્રિમાસિકગાળામાં ઈએસએને 8.8 મિલિયન ડોલરનું નુકશાન થયું હતું ને તેના રેવપારમાં સરેરાશસ્તરે અન્ય કંપનીઓની સરખામણીમાં 28.7નો ઘટાડો થયો હતો.

સોમવારે ઈએસએનો શેર પ્રીમાર્કેટ ટ્રેડિંગમાં 16 ટકા વધારા સાથે 19.70 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો જે, તેના સમકક્ષ બ્લેકસ્ટોન અને સ્ટારવૂડ દ્વારા આપવામાં આવનાર 19.50 ડોલરની નજીક હતો. મંગળવારે એનાલિટિક્સ સંસ્થા બેયર્ડ દ્વારા ઈએસએને ડાઉનગ્રેડ કરીને ગત સપ્તાહની સરખામણીએ તે અંગે જણાવ્યું હતું. તેના સોદાની જાણકારીથી શેર કિંમતને અસર થઇ હોવાનું એનાલિસ્ટ માઇકલ બેલિસારોએ જણાવ્યું હતું.

બેલીસારોએ ક્લાયન્ટ્સની નોટમાં જણાવ્યું હતું કે અમે આ સોદામાં વધારો થવાને બદલે તે જેમ છે તેમ રહે તેવી સ્થિતિ નિહાળી રહ્યાં છીએ.