બેસ્ટ વેસ્ટર્નના કોન્ગ આ વર્ષના અંતે નિવૃત્ત થશે

તેમનો સીઈઓ તરીકેનો 20 વર્ષનો સૌથી લાંબો ગાળો મુખ્ય હોટેલ કંપનીઓ દ્વારા જોવામાં આવે છે

0
797
ડેવિડ કોન્ગ, બેસ્ટ વેસ્ટર્ન હોટેલ ગ્રુપના સીઈઓ આ વર્ષના અંતે નિવૃત્ત થઇ રહ્યાં છે, તેમણે સળંગ 20 વર્ષ સુધી કંપનીમાં આ હોદ્દો સંભાળ્યો છે. સીઈઓ તરીકે અગ્રણી હોટેલમાં સળંગ કામગીરી કરી છે. બેસ્ટ વેસ્ટર્ન દ્વારા કંપનીના 7મી ઓક્ટોબરે યોજાનારા વાર્ષિક સંમેલનમાં નવા સીઈઓની જાહેરાત કરવામાં આવશે.

ડેવિડ કોન્ગ, બેસ્ટ વેસ્ટર્ન હોટેલ ગ્રુપના સીઈઓ આ વર્ષના અંતે નિવૃત્ત થઇ રહ્યાં છે, તેમણે સળંગ 20 વર્ષ સુધી આ હોદ્દા પર જવાબદારી સંભાળી છે. બેસ્ટ વેસ્ટર્નના જણાવ્યા અનુસાર કોઇ અગ્રણી કંપનીમાં આ પ્રકારે સીઈઓના હોદ્દા પર કામ કરવાનો આ સૌથી  લાંબો ગાળો છે.

કોન્ગ 2001માં બેસ્ટ વેસ્ટર્ન સાથે જોડાયા હતા અને 2004માં સીઈઓનો હોદ્દો સંભાળ્યો હતો તેમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ત્યાર પછીથી કંપનીએ 2008ની વૈશ્વિક મહામંદીથી લઇને 2019ની વૈશ્વિક મહામારીની ગંભીર અસર વચ્ચે પણ સારી કામગીરી કરી છે.

કંપનીમાં પોતાના કાર્યકાળ દરમિયાન કોન્ગે બેસ્ટ વેસ્ટર્નને એક બ્રાન્ડમાંથી આગળ વધારીને દરેક પ્રકારના સેગમેન્ટમાં લઇ જઇને 18 સુધી પહોંચાડી છે અને બૂટીક અને લાઇફસ્ટાઇલ કે એક્સટેડેન્ડ-સ્ટે પ્રકારના અકોમોડેશનમાં પણ આગળ વધારી છે. તેમણે 2004માં રેવપારનું સ્તર 103 ટકા સુધી લઇ જવાનો વિક્રમ નોંધાવ્યો હતો અને આ વર્ષે 112.4 ટકા સુધી રેવપાર લઇ ગયા છે. બેસ્ટ વેસ્ટર્નની કેશ રીઝર્વ અને નેટ ઇક્વિટીમાં પણ તેમના સીઈઓ બન્યા પછી નોંધપાત્ર વધારો થયો ગયો છે અને લોયલ્ટી પ્રોગ્રામ ઇન્ડસ્ટ્રીમાં મોખરાના ત્રીજા ક્રમે છે.

કોન્ગ આ અંગે જણાવે છે કે ઈન્ડસ્ટ્રે ભવિષ્ય અંગે મને બહોળું વિચારવાની તક આપી છે.  મારી કારકિર્દી દરમિયાન મને સારા લોકોની ટીમ સાથે કામ કરવાની તક મળી છે.  અમે મોટા સપનાં જોયા અને તેને સાકાર પણ કર્યા છે. અશક્ય બાબતને પણ અમે શક્ય બનાવી છે. બીડબલ્યુ હોટેલ ગ્રુપને એક બ્રાન્ડથી પણ આગળ લઇ જવામાં મને સાથી કર્મચારીઓનો સારો સહકાર મળ્યો છે. હું સંસ્થાને આગળ વધારી શક્યો છું. મને વિશ્વાસ છે કે મારા પછી પણ તેઓ કંપનીને એક ઉચ્ચ સ્થાને જાળવી રાખીને આગળ લઇ જશે.

કોન્ગે હોસ્પિટાલિટી ક્ષેત્રે ડિશવોશર તરીકે કામ શરૂ કર્યું હતું અને હોન્ગકોન્ગથી યુ.એસ.માં આવ્યા ત્યારે તેમણે યુવાવયે બસબોય તરીકે કામ શરૂ કર્યું હતું. તે સમયે તેમની પાસે ઓછા નાણાં હતા અને તેઓ કોઇને જાણતા પણ નહોતા. તેઓ જાતમહેનત કરીને આવળ આવ્યા.

વર્તમાન સમયે કોન્ગ ઉદ્યોગના અન્ય ઘણા અગ્રણીઓના માર્ગદર્શક તરીકે સેવા આપે છે.

વિન્ધમ હોટેલ એન્ડ રીસોર્ટના પ્રેસિડેન્ટ અને સીઈઓ જીઓફ બોલોટ્ટીએ કોન્ગ અંગે કહ્યું હતું કે મારી કારકિર્દી દરમિયાન તેમણે હંમેશાં મને પ્રોત્સાહિત કર્યા છે. તેઓ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન, આહોઆ અને યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન સહિતના સંગઠનોને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું છે. તેઓ દરેક માટે હંમેશાં પ્રેરક રહ્યાં છે.

બેસ્ટ વેસ્ટર્નના બોર્ડ ચેરમેન ઇશ્વર નારણે કોન્ગને જીવનમાં એકવખત જોવા મળનારા લીડર તરીકે ગણાવ્યા હતા.

નારણે કહ્યું હતું કે ડેવિડ સાથે કામ કરવું અને અમારા ઉદ્યોગ માટે તેમના નોંધપાત્ર સમર્પણ ભાવની સાક્ષી આપવી એ મારી કારકિર્દીનું સૌથી મોટું સન્માન રહ્યું છે. ડેવિડ હંમેશાં ઉદાહરણ સાથે કામ કરવાનું પસંદ કરે છે અને સૌથી અગત્યનું કે તેઓ હોટેલમાલિકો, સાથી કર્મચારીઓ, સંલગ્ન સંસ્થાઓ, ગેસ્ટ તથા કોમ્યુનિટીનું પણ હંમેશાં સારું વિચારનારા છે.

કોવિડ સંબંધી મંદીની અર્થતંત્રને અસર દરમિયાન પણ બેસ્ટ વેસ્ટર્નને મદદરૂપ થવાના તેમના પ્રયાસોની માલિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. તેમના દ્વારા લેવાં આવેલા મહત્વના પગલાંમાં માર્ચ 2020થી બેસ્ટ વેસ્ટર્ન હોટેલિયર્સને ફીમાં છૂટમાં 65 મિલિયન ડોલરથી વધુનો સમાવેશ થાય છે.

સૌથી પડકારજનક સમયગાળામાં ડેવિડે કંપનીનું નેતૃત્વ પણ સંભાળ્યું અને તેમણે કપરા સમયે ટકી રહેવામાં મદદરૂપ થાય તેવા પ્રયાસો પણ કર્યા છે, તેમ નારણે જણાવ્યું હતું. કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન ડેવિડે ભારે ખંતથી કામ લઇને સંસ્થાને આ કપરા સમયમાંથી બહાર કાઢી છે. તેમણે કટોકટીના સમયે સંસ્થાને ટકી રહેવામાં તથા આગળ વધવા માટે જે પગલાં લીધા અને કામગીરી કરી તેની નોંધ હંમેશાં લેવામાં આવશે.

બેસ્ટ વેસ્ટર્ન દ્વારા નવા સીઈઓના નામની જાહેરાત 7મી ઓક્ટોબરે યોજાનાર કંપનીના વાર્ષિક સંમેલનમાં કરવામાં આવશે.