ફેર ફ્રેન્ચાઇઝિંગને મુદ્દે AAHOA અને બેસ્ટ વેસ્ટર્ન વચ્ચે બેઠક

કંપની અને એસોસિયેશનના આગેવાનો તેમના સંબધોને વધુ મજબૂતી બક્ષવા મળ્યા હતા

0
796
બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના પ્રમુખ અને સીઈઓ લેરી કુક્યુલિકની સાથે કંપનીના અન્ય એક્ઝિક્યુટિવ્સે 12 પોઈન્ટ્સ ઑફ ફેર ફ્રેન્ચાઈઝિંગ અને તેમના સંબંધો અને ઉદ્યોગના અન્ય પાસાઓની ચર્ચા કરવા માટે AAHOA ના આગેવાનો સાથે મુલાકાત કરી હતી

બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટસ એ એસોસિએશનના 12 પોઈન્ટ્સ ઓફ ફેર ફ્રેન્ચાઈઝિંગ પર AAHOA નેતાઓ સાથે મુલાકાત કરનારી સૌથી તાજેતરની મોટી હોટેલ કંપની છે. બંને પક્ષોએ તેમના વર્તમાન સંબંધો અને ઉદ્યોગની જરૂરિયાતો અંગે ચર્ચા કરી.

AAHOA અનુસાર બેસ્ટ વેસ્ટર્નની ટીમના સભ્યોમાં પ્રમુખ અને સીઈઓ લેરી કુક્યુલિક, બોર્ડ ચેરમેન જ્હોન કેલી, બોર્ડના ઉપાધ્યક્ષ ડેની લાફાયેટ, બોર્ડ સેક્રેટરી-ખજાનચી ફિલ પેન, બોર્ડ ડાયરેક્ટર્સ માઈક મર્ચન્ટ, ઈશ્વર નારણ, વાઈરલ “વિક્ટર” પટેલ અને સ્ટીફન વાહર્લિચ હતા. બેસ્ટ વેસ્ટર્ન પાસે 19 બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો છે, અને તમામ ચેઈન સ્કેલ સેગમેન્ટમાં લગભગ 4,500 હોટેલ્સ છે, તેમાં મોટેલ 6 અને સ્ટુડિયો 6 બ્રાન્ડ્સની પેરેન્ટ કંપની G6 હોસ્પિટાલિટી પણ 12 પોઈન્ટ્સની સમીક્ષામાં સાથે જોડાઈ છે.

AAHOA ચેરમેન નિશાંત નીલ પટેલે જણાવ્યુ હતુ કે, “બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ AAHOAની લાંબા સમયથી ભાગીદાર છે – જે ત્રણ દાયકાથી વધારે સમયગાળામાં પથરાયેલી છે- અને અમે સમગ્ર ઉદ્યોગની સુધારણા અને સમૃદ્ધિ માટે સંવાદ ચાલુ રાખવાની તકને હંમેશા આવકારીએ છીએ,” નિશાંતે જણાવ્યું હતું. “અમારી તાજેતરની મીટિંગ દર્શાવે છે કે કેવી રીતે ખુલ્લા સંચાર, સહયોગ અને ભાગીદારી એ ફળદાયી સંબંધ જાળવવા માટે ચાવીરૂપ છે જે બંને સંસ્થાઓ અને છેવટે સમગ્ર ઉદ્યોગને લાભ આપે છે.”

મીટિંગ દરમિયાન, AAHOA એ ઉદ્યોગમાં સમસ્યાઓ સાથે સંકળાયેલા તેની તાજેતરની કેટલીક પહેલોની પણ રૂપરેખા આપી હતી, જેમાં સંઘીય અને રાજ્ય સ્તરે કાયદાકીય હિમાયતના પ્રયાસો, તેની નવી શરૂ કરાયેલ મહિલા હોટેલિયર્સની હરઓનરશિપ પહેલ અને ઇવેન્ટ તથા હોટેલ માલિકોની આગામી પેઢીને નવા યંગ પ્રોફેશનલ્સની મદદથી વિકસાવવાનો સમાવેશ થાય છે.

“બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સનું નેતૃત્વ તેઓ જે ઉપદેશ આપે છે તેને અમલમાં પણ મૂકે છે. સમગ્ર COVID-19 રોગચાળા દરમિયાન, કંપનીએ તેના સભ્યોને $65M પાછા આપ્યા, અને આ સમય દરમિયાન નાણાકીય કારણોસર એક પણ માલિક ગુમાવ્યો ન હતો,” AAHOAના પ્રમુખ અને CEO લૌરા લી બ્લેકે જણાવ્યું હતું. તેઓ હવે 2022 માં તેમના સભ્યોને વધુ $15M પરત કરી રહ્યા છે. અમે ઉચ્ચ સ્તરે ન્યાયિક અભિગમ દર્શાવતા નિર્ણયો લેવા બદલ તેમને બિરદાવીએ છીએ અને સમગ્ર ઉદ્યોગની સુધારણા માટે તેમને સાચા ભાગીદાર તરીકે ઓળખવામાં અમને ગર્વ છે,” એમ તેમણે જણાવ્યું હતું.

કુક્યુલિકે એશિયન હોસ્પિટાલિટીની આગામી લીડરશીપ સિરીઝ માટે અગાઉની મુલાકાતમાં જણાવ્યું હતું કે AAHOA અને બેસ્ટ વેસ્ટર્ન વચ્ચે ઘણી સમાનતાઓ છે જે તેમને કુદરતી ભાગીદાર બનાવે છે.

“જ્યારે તમે AAHOA નું માળખું જુઓ છો, ત્યારે તે સભ્યપદનું માળખું છે તેથી અમે વિશ્વની કોઈપણ અન્ય હોટેલ બ્રાન્ડ કરતાં વધુ નજીકથી જોડાયેલા છીએ. તેઓ સભ્યો છે, અમે સભ્યો છીએ. એ પણ ધ્યાનમાં રાખો કે, અમે માત્ર AAHOA સભ્યો સાથે જ નહીં, ખુલ્લેઆમ, વાજબી અને વ્યાજબી રીતે કોઈપણ વ્યક્તિ સાથે વ્યવહાર કરવામાં મક્કમ વિશ્વાસ ધરાવનારા છીએ,” એમ કુક્યુલિકે કહ્યું.

12 પોઈન્ટ્સની વાત કરીએ તો, કુક્યુલિકે કહ્યું કે બેસ્ટ વેસ્ટર્ન પહેલાથી જ સમાન નીતિઓ લાગુ કરે છે.

“અમે વાટાઘાટો દરમિયાન અમારી તમામ કરારની શરતો જાહેર કરીએ છીએ. હું આપણા લોકોને કહું છું, હું કર્મમાં માનું છું. કર્મ નામ કે સરનામું ભૂલતું નથી,” તેમણે કહ્યું. “જો તમે એવી કોઈ વ્યક્તિ સાથે વ્યવહાર કરો છો જે તમારી બ્રાન્ડમાં આવવાનું વિચારી રહ્યું હોય તો તે વ્યાજબી રીતે, અને પછી જ્યારે તેઓ કરાર પર હસ્તાક્ષર કરે છે, તો તમે તેમને આવક પહોંચાડો છો. તે બંને માટે વિન-વિન સિચ્યુએશન છે. તે જ આપણે ઇચ્છીએ છીએ. જો તમારી પાસે આ પ્રકારનો સંબંધ નથી, તો તેઓ જતા રહેશે અને તમારી પ્રતિષ્ઠા ખરડાશે.”