ઓરો હોટલ્સ દ્વારા એટલાન્ટામાં રેસિડેન્સ ઈન હસ્તગત કરાઈ

સેગમેન્ટમાં આગળ વધવાના વિન્ધમની જાહેરાતને પગલે એક્સ્ટેન્ડેડ-સ્ટે હોટેલ્સમાં રસ વધતો જાય છે

0
889
ગ્રીનવિલે, સાઉથ કેરોલિના ખાતેની ઓરો હોટેલ્સ દ્વારા તાજેતરમાં એટલાન્ટામાં બકહેડ-લેનોક્સ પાર્કમાં આવેલી 150 રૂમવાળી એક્સટેન્ડેડ-સ્ટે રેસિડેન્સ ઈન બાય મેરિયટ એટલાન્ટા હસ્તગત કરવામાં આવી છે. હંટર હોટેલ એડવાઇઝર્સ દ્વારા સોદો પાર પડાયો છે.

વિન્ધમ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા તાજેતરમાં ઇકો એક્સ્ટેન્ડેડ- સ્ટે બ્રાન્ડના તેના નવા પ્રોજેક્ટ ઈકો પ્રોજેક્ટની જાહેરાત માર્ચમાં કરી હતી. વિન્ધમ કહે છે કે તેણે 50 નવા બાંધકામ પ્રોજેક્ટના વિકાસ માટે કરાર કર્યા છે જેમાં તેના નવા બે પાર્ટનરઃ રિચમન્ડ, વર્જિનિયા ખાતેની સેન્ડપાઇપર હોસ્પિટાલિટી અને ડલાસ ખાતેની ગલ્ફ કોસ્ટ હોટેલ મેનેજમેન્ટ સામેલ છે.

ઓરો હોટેલ્સ દ્વારા તાજેતરમાં રેસિડેન્સ ઈન બાય મેરિયટ એટલાન્ટા બકહેડ-લેનોક્સ પાર્ક હસ્તગત કરી છે. હંટર હોટેલ એડવાઇઝર્સ દ્વારા બ્રોકર અને સોદા માટે મદદગારી કરવામાં આવી છે. તેણે જણાવ્યું છે કે વિન્ધમ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સહિતની કંપનીઓ દ્વારા તાજેતરમાં સેગમેન્ટમાં એક્સટેન્ડેડ-સ્ટેમાં ખૂબ રસ દર્શાવવામાં આવ્યો છે.

150 રૂમવાળી રેસિડેન્સ ઈન એ એટલાન્ટાના અપસ્કેલ બકહેડ વિસ્તારમાં છે જ્યાં આસપાસમાં શોપિંગ અને ડાઇનિંગ આઉટલેટ આવેલા છે, જેમાં લેનોક્સ સ્કેવર મોલ અને ફિપ્ઝ પ્લાઝા સહિતનો સમાવેશ થાય છે તેમ હંટરે જણાવ્યું હતું. હોટેલ્સની આસપાસ એટીએન્ડટી કોર્પોરેટ ઓફિસવાળા વિસ્તાર પણ આવેલો છે.

આ અંગે ઓરો હોટેલ્સના સીઈઓ ડી. જે. રામાએ કહ્યું હતું કે આ નવા હસ્તાંતરણથી અમે ખૂબ રોમાંચ અનુભવી રહ્યાં છીએ, અમારા વિશ્વાસપાત્ર ઇક્વિટી પાર્ટનર સાથેનું આ અન્ય કોલાબોરેશન છે તથા મેરિયટ સાથેના અમારા સંબંધોને આગળ લઇ જવાનું એક પગલું છે.

હંટરની પ્રેસ રિલીઝ જણાવે છે કે અર્બન લોકેશનમાં એક્સટેન્ડેડ-સ્ટેમાં આગળ વધવાને કારણે હોટેલની સ્થિતિ વધારે મજબૂત બની રહી છે.

તાજેતરમાં રિસર્ચ ફર્મ ધી હાઇલેન્ડ ગ્રુપના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની 2021ના ચોથા ત્રિમાસિકગાળામાં પાંચગણો વધારો થયો છે.

સમાન વિચારનો પડઘો

અન્ય હોટેલ કંપનીઓ દ્વારા પણ એક્સટેન્ડેડસ્ટે પ્રોજેક્ટમાં વિન્ધમની સાથે રસ દર્શાવવામાં આવ્યો છે. નવા ઇકોનોમી એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડ પ્રોજેક્ટનું સંચાલન પ્રોજેક્ટ ઈકો હેઠળ કરાશે તેમ તાજેતરમાં જણાવાયું છે. જે અંગે તેણે વર્જિનિયાના રિચમન્ડ ખાતે આવેલી સેન્ડપાઇપર હોસ્પિટાલિટી તથા ડલાસ ખાતેની ગલ્ફ કોસ્ટ મેનેજમેન્ટ સાથે પણ કરાર કરાયા છે.

આ અંગે વિન્ધમના પ્રેસિડેન્ટ અને સીઈઓ જીઓફ બાલોટી કહે છે કે છેલ્લાં બે વર્ષ દરમિયાન ઇકોનોમી એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા તમામ સેગમેન્ટમાં સારો દેખાવ કરાયો છે, જેને કારણે ઓક્યુપન્સી, એડીઆર અને રેવપારમાં નવી ઉંચાઈ હાંસલ કરવામાં આવશે.

સાત સભ્યોની બનેલી ડેવલપમેન્ટ કાઉન્સીલના સભ્યો કે જેમાં ઓનર્સ અને ઓપરેટર સામેલ છે તેમના પ્રતિભાવના આધારે પ્રોજેક્ટ ઇકો આકાર પામ્યો છે. જે માટે વિન્ધમના ડેલ સોલ પ્રોટોટાઇપના લા ક્યુઇન્ટાથી પ્રેરણા લેવાઇ છે. જેમાં 160 હોટેલ્સ તથા બાંધકામ હેઠળના 56 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જેમાં માઇક્રોટેલ વિન્ધમના મોડા પ્રોટોટાઇપ પણ છે.

124 રૂમવાળા ઇકો પ્રોટોટાઇપ માટે ફક્ત બે એકર જમીન જેમાં 50,000 સ્કેવર ફિટ જગ્યા જોઇએ છે. જ્યાં દરેક રૂમ સરેરાશ 300 સ્કેવર ફીટની જગ્યા રોકે છે અને સિંગલ તથા ટુ-ક્વિન સ્ટુડિયો સ્યુટસ કે જેમાં ઇન-સ્યુટ કિચનેટ્સ સામેલ છે.