ફેડરલ દીઠ દૈનક દર, ઇઆઈડીએલ લોન માટેની તરફેણમાં એસોસિએશનોને મોટી જીત

આગળ મોટો પડકાર એ દ્વિપક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ બિલ પસાર કરવાનો છે

0
914
હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સનું કહેવું છે કે ફેડરલ સરકાર દૈનિક પ્રવાસ ખર્ચને સ્થિર કરવામાં તથા ઇકોનોમિક ઇન્જરી ડિઝાસ્ટર લોન પ્રોગ્રામના વિસ્તરણ માટેની તરફેણમાં સફળતા મળી છે. હવે તેમને આ દ્વિપક્ષીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ બિલને ગૃહમાં પસાર કરાવવા માટેની જરૂર છે.

વોશિંગ્ટન ડી.સી. સામે હવે આવનારા સમયમાં હોસ્પિટાલિટી ઉદ્યોગ સંઘઠનો સંબંધી બે પડકાર છે. જેમાં ફેડરલ પર ડાઇમ ટ્રાવેલ એક્સપેન્સ રેટ ફ્રીઝ કરવાનો તથા ઇકોનોમિક ઇન્જરી ડિઝાસ્ટર લોન પ્રોગ્રામના વિસ્તરણનો સમાવેશ થાય છે. મોટાભાગે બધુ થઇ ગયું છે. જોકે યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા આ દ્વિપક્ષીય માળખાકીય ખરડાને ગૃહમાં પસાર કરાવવા માટેનો માર્ગ તૈયાર કરવાનો છે.

નાણાંકીય વર્ષ 2022ના પર ડાઇય રેટ્સ, કે જે 13 ઓગસ્ટના રોજ જાહેર કરાયા છે તેનો અમલ પહેલી ઓક્ટોબરથી થશે. મોટાભાગે તે ઐતિહાસિક એડીઆર ડેટા પર આધારિત હશે. અને નાણાંકિય વર્ષ 2021માં કોવિડ-19ના અગાઉના 2019ના સ્તરે તેને 151 ડોલરના સ્તરે સ્થિર કરાશે. ફેડરલ ટ્રાવેલર્સને નાણાંકિય વર્ષ 2022માં પણ તેનો લાભ મળી રહે તે સાથે અને લોજિંગ ઇન્ડસ્ટ્રીને તેનો લાભ મળી રહે તે હેતુ છે તેમ જીએસએ દ્વારા જણાવાયું છે.

જીસીએ દ્વારા તેના નાણાંકીય વર્ષ 2022 માટે તેના ભોજન તથા આકસ્મિક ખર્ચ દરમાં પંચાવન ડોલરથી 59 ડોલર સુધીનો સુધારો કર્યો છે. અને નોન-સ્ટાન્ડર્ડ એરીયા ટીયર્સ માટેના દરમાં 56 ડોલરથી 76 ડોલર અને 59 ડોલરથી 79 ડોલર સુધીનો ફેરફાર કરાયો છે.

આહોઆ અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો અને ધ રીસ્ટોર્ડ, ઇક્યુટેબલ, કોરોનાવાઇરસ એડજસ્ટેડ લોજિંગ એક્ટને સમર્થન આપ્યું છે. જે દૈનિક દરને સ્થિર કરે છે. આહોઆ સભ્યો દ્વારા 561 પત્રો લખાયા અને 302 બેઠકો કરાઈ તથા તે માટે 175 એડવોકેટ તૈનાત કરાયા હતા તેમ આહોઆના કાર્યકારી પ્રેસિડેન્ટ અને સીઇઓ કેન ગ્રીનીએ જણાવ્યું હતું.

ગ્રીનીની જેમ આહલાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીપ રોજર્સ પણ જીસીએની કાર્યવાહીને  અંગે યોગ્ય ગણાવી.

સમગ્ર દેશમાં આ હોટેલમાલિકોની મોટી જીત છે, તેને કારણે સેંકડો લોકોની નોકરીઓ તથા પ્રવાસ માટે થનારા ખર્ચને પણ રાહત મળી રહેશે. લોકો પ્રવાસ કરશે અને હોસ્પિટાલિટી ઉદ્યોગને તેનો લાભ મળી રહેશે.

આહોઆ દ્વારા તાજેતરમાં સ્મોલ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઈઆઈડીએલ મોડેલમાં કરવામાં આવેલા ફેરફારને આવકારવામાં આવ્યા હતા. જેમાં સમાવિષ્ટ બાબતોનો સમાવેશ થાય છેઃ

  • મિલકત દીઠ બે મિલિયન ડોલર સુધી થ્રેશોલ્ડ વધારવું
  • એગ્રીગેટ લોન કેપમાં 10 મિલિયન ડોલર સુધીનો વધારો
  • એફિલેશન નિયમોમાં રાહત (જે પેચેક પ્રોટેકશન પ્રોગ્રામને પ્રતિબિંબિત કરે છે)

ક્રેડિટ-અન્યત્ર જરૂરિયાતની માફી

  • એનએઆઈસીએસ કોડ 72 બિઝનેસીસને પ્રાથમિકતા
  • નીચા 3.75 ટકા વ્યાજ દર સાથે 30 વર્ષનો નિશ્ચિત ઋણમુક્તિ સમયગાળો
  • ઈઆઈડીએલ ભંડોળનો ઉપયોગ અગાઉનું વ્યાપારી દેવું ચૂકવવા અને ફેડરલ દેવાની માસિક ચૂકવણી કરવા માટે થઈ શકે છે ( પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ પેમેન્ટ સામેલ)

દેશની રાજધાનીમાં ઉદ્યોગોના વકીલો માટે હવે સૌથી મોટો પડકાર અને દબાણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ છે,  જે સેનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું છે અને હાલમાં ગૃહમાં વિચારણા હેઠળ છે, તેમ યુએસટીએ જણાવે છે. આ અંગે યુએસટીએના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ટોરી એમરસન કહે છે કે દેશના હિતમાં હાઇવે, રેલવે સહિતન અન્યમ માળખાગત વિકાસ માટેની યોજનાઓ પણ વિચારાધિન છે.

તેમનું માનવું છે કે માળખાગત સુવિધાનો વિકાસ વધતા પ્રવાસ અને મુસાફરીમાં પણ વધારો થશે તો તેનો લાભ હોસ્પિટાલિટી ક્ષેત્રને પણ મળી રહેશે તેમાં કોઇ શંકા નથી.