લેખઃ ફેડરલ સહાયથી રીકવરીમાં ઝડપ આવશે

ત્રીજા પ્રસ્તાવિત પેકેજને કારણે સમગ્ર અર્થતંત્રને સહાય મળશે, પ્રવાસ ફરી સામાન્ય થવામાં મદદરૂપ થશે

0
881
પ્રેસેડેન્ટ બાઇડેનની સરકાર દ્વારા પ્રસ્તાવિત ત્રીજા 1.9 ટ્રીલિયન ડોલરના રાહત પેકેજ કે જેમાં નાના વેપાર-ધંધાઓને મદદરૂપ થવા માટે પેચેક પ્રોટેક્શન પ્લાન સહિતના વધારાના 50 બિલિયન ડોલરની સહાય સામેલ છે. રાહત પેકેજમાં કોવિડ-19 રસી વિતરણ સહિતની બાબતોને કારણે અર્થ વ્યવસ્થાને ગતિ મળી શકશે અને પ્રવાસ ફરી શક્ય બનશે તેમ કન્સલ્ટીંગ ફર્સ એચવીએસના લેખમાં જણાવાયું છે.

ગત માર્ચથી જ્યારથી વૈશ્વિક મહામારી કોવિડ-19ની શરૂઆત થઇ ત્યારથી હોટલ માલિકો તથા સંગઠનો દ્વારા વધુને વધુ ફેડરલ આર્થિક સહાય માટે માંગણી કરવામાં આવી રહી છે. મંજૂર કરવામાં આવેલ રાહત પેકેજને કારણે આર્થિક ભીંસમાં સપડાયેલ હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને સહાય મળી શકી છે અને તેઓ હજુ પણ પ્રેસિડેન્ટ જો બાઇડેન તરફથી સૂચિત પેકેજમાં વધુ આર્થિક સહાય મળવાની સંભાવના લાગે છે તેમ કન્સલ્ટીંગ ફર્મ એચવીએસના એક લેખમાં જણાવવામાં આવ્યું છે.

મહામારીની અસર સમગ્ર અર્થતંત્ર ઉપર પડી છે અને તેની શરૂઆતથી અત્યાર સુધી બે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા છે તેમ થોમસ હેઝિન્સ્કી અને જોસેફ હેન્સેલ, એચવીએસ કન્વેન્શન, સ્પોર્ટ્સ, અને એન્ટેરટેઇન્મેન્ટ ફેસિલિટી કન્સલ્ટીંગના મેનેજિંગ ડિરેક્ટર, શિકાગોએ પોતાના લેખમાં જણાવ્યું હતું. પ્રથમ આર્થિક સહાય પેકેજમાં કોરોનાવાયરસ સહાય, રાહત અને ઇકોનોમિક સિક્યુરિટી એક્ટનો સમાવેશ થાય છે જે હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ઓછામાં ઓછી આર્થિક રકમની સહાય પૂરી પાડે છે.

એકલા ટ્રાવેલ ઉદ્યોગમાં માર્ચથી વર્તમાન સમય સુધી 500 બિલિયન ડોલરનું નુકસાન થયું છે, તેમ લેખમાં જણાવ્યું છે અને તે માટે યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન અને ટુરિઝમ ઇકોનોમિક્સના આંકડાઓ સ્રોત તરીકે લેવામાં આવ્યા છે.

“આર્થિક રાહતને કારણે સીએઆરઈએસ એક્ટ હેઠળ રાજ્યોને તથા નાની સરકારોને મદદ મળી શકશે પરંતુ કલમ 501(સી)(છ) ઓર્ગેનાઇઝેશન જેવી કે (ડેસ્ટીનેશન માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન્સ) કે જેમણે પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ ફન્ડીંગ હેઠળ, સીધી આર્થિક રાહત વગર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના હિસ્સેદારોને ત્યજી દીધા છે. તેમ હેઝિન્સ્કી અને હેન્સેલ લખે છે.

જ્યારે કેર એક્ટ ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગના ભાગોને છોડીને નિષ્ફળ ગયો છે, ત્યારે દ્વિતિય તબક્કામાં, ડિસેમ્બરમાં 900 બિલિયન ડોલર કોન્સોલિડેટેડ એપ્રોપ્રીએશન્સ એક્ટ પસાર કરાયો હતો. આ ઉપરાંત, નાના ઉદ્યોગો માટે 325 બિલિયન ડોલરના પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ સહિતના બિલ કે જે ઝઝૂમી રહેલા હોટલ સહિતના ઉદ્યોગોને લોન પૂરી પાડે છે.

“ઉપરાંત, વ્યક્તિગત અને સામાજિક દુવિધાઓને ઉકેલવા, રાહત પેકેજના દ્વિતિય તબક્કામાં પ્રવાસન ઉદ્યોગ તરફ પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.” તેમ લેખ જણાવે છે.

દ્વિતિય સ્ટીમ્યુલસ બિલમાં પીપીપી કાર્યક્રમનો વિસ્તાર વધારવામાં આવ્યો અને તેમાં ડીએમઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો, જેમાંના કેટલાકને ઓપરેટિંગ ખર્ચ માટે લોન પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે જે પછીથી માફ કરવામાં આવશે.

ડીએમઓનું લાંબા ગાળાનું મહત્વ અને પ્રવાસનના અન્ય પ્રમોટર્સ પણ પ્રવાસન ઉદ્યોગની ઝડપી સુધાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે જ્યારે જાહેર આરોગ્ય માપદંડ પ્રવાસ અને પ્રવાસનને વિનાઅવરોધે મંજૂરી આપશે, તેમ લેખમાં જણાવાયું છે.

હવે, રાહતના ત્રીજા તબક્કામાં, પ્રેસિડેન્ટ બાઇડેન દ્વારા વધુ ખર્ચ સાથેના 1.9 ટ્રિલિયન પેકેજ માટેની દરખાસ્ત કરવામાં આવી છે. આ બીલ, કે જે પસાર થવાની વધુ શક્યતા ધરાવે છે, તેમાં નાના ઉદ્યોગોને મદદરૂપ થવા માટે વધારાના 50 બિલિયન ડોલરની જોગવાઈ પણ કરવામાં આવી છે.

“અગાઉના 900 બિલિયન ડોલરના પેકેજની સરખામણીએ, સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે 2.8 ટ્રિલિયન ડોલર ઠાલવ્યા છે. હોસ્પિટાલિટી ઉદ્યોગ પર આ કાયદાની સૌથી મોટી અસરને પરિણામે મહામારીને કારણે જીડીપીમાં પડેલા ગાબડાંને પૂરવા માટે નવી સરકાર વધુને વધુ ખર્ચ કરશે અને અસરકારક પગલાં લેશે. લેઇઝર અને બીઝનેસ ટ્રાવેલ મજબૂત અર્થવ્યવસ્થામાં ફરી ચાલુ થશે. રાજ્યો અને સ્થાનિક સત્તાવાળાઓને સીધી સહાયને કારણે તેઓ પબ્લીકલી ફન્ડીંગ કન્વેન્શન સેન્ટરો અને ડેસ્ટીનેશન માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશનોને મદદરૂપ બની શકશે.

વર્તમાન અનુમાનો અનુસાર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી દ્વિતિય ત્રિમાસિકગાળામાં પુનઃ ગતિ પકડશે, જો ત્રીજુ રાહત પેકેજ મંજૂર થશે અને રસી વિતરણ વ્યવસ્થા સફળતાપૂર્વક ચાલુ રહેશે તો તે શક્ય બનશે.