ઈલિનોઇસ મેરિયટનું સંચાલન આર્બર લોજીંગ સંભાળશે

શિકાગો સ્થિત આ કંપની તેના પોર્ટફોલિયોમાં 37 હોટેલ ધરાવે છે.

0
1065
આર્બર લોજીંગ મેનેજમેન્ટ દ્વારા હોફમેન એસ્ટેટ્સ ઇલિનોઇસ ખાતે આવેલી 294 રૂમવાળી મેરિયટ શિકાગો નોર્થવેસ્ટના સંચાલનમાં થર્ટ પાર્ટી કોન્ટ્રાક્ટ સાથે પ્રવેશી છે. સીઈઓ શીનલ પટેલના વડપણ હેટળ આર્બર લોજીંગ કામ કરી રહી છે.

થર્ટ પાર્ટી તરીકે ઇલિનોઇસમાં હોફમેન એસ્ટેટ્સ ખાતે આવેલી ધી મેરિયટ શિકાગો નોર્થવેસ્ટનું સંચાલન કરવા આર્બર લોજીંગ દ્વારા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. શિકાગો ખાતેની આ કંપની પોતાના પોર્ટફોલિયોમાં 15 રાજ્યોમાં આવેલી 35 હોટેલ ધરાવે છે.

સીઈઓ શીનલ પટેલના વડપણ હેઠળ આર્બર લોજીંગ કામગીરી કરી રહી છે. 294 રૂમવાળી મેરિયટ શિકાગો નોર્થવેસ્ટમાં આર્બર લોજીંગના સંચાલન હેઠળ કુલ રૂમની સંખ્યા 5000 સુધી પહોંચાડવામાં આવશે.

આ બાબતે શીનલ પટેલે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી અને તે અગાઉ પણ અમે વિકાસ જાળવી રાખ્યો છે તે અમારા માટે ગર્વની બાબત છે. નોંધનીય છે કે અન્ય હોટેલોને આ સમયગાળા દરમિયાન પોતાની કામગીરી અટકાવવી અથવા બંધ કરવી પડી છે. અમે વધારાની સંપત્તિના સંચાલનમાં કે અમારી કામગીરીમાં કોઇ અવરોધ નડ્યો નથી. અમે સારી રીતે અમારી કામગીરી કરી શક્યા છીએ. 2011ની સરખામણીએ જોઇએ તો થર્ડ પાર્ટી મેનેજમેન્ટની તકો સાથે અમે વધુ ગ્રોથ નિહાળી રહ્યાં છીએ, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ફેબ્રુઆરીમાં આર્બર લોજીંગ દ્વારા 12 હોટેલ હસ્તગત કરવામાં આવી હતી, જે છ માર્કેટમાં 1313 રૂમ ધરાવતી હતી અને જીએફએચ ફાયનાન્શીયલ ગ્રુપ બી.એસ.સી. સાથેના સંયુક્ત સાહસનો એક ભાગ હતો. આ સંપાદનને કારણે આર્બર લોજીંગના પોર્ટફોલિયોમાં વધારો થતા કુલ 15 રાજ્યોમાં 5000 રૂમ સાથે 37 હોટેલ થશે.

2006માં શરૂ થયેલ આર્બર લોજીંગ દ્વારા હોટેલોમાં મૂડીરોકાણ કરવાનું શરૂ થયું તથા આર્બર લોજીંગ મેનેજમેન્ટ સાથે પોતાની હોટેલોનું સંચાલન તથા થર્ડ પાર્ટી તરીકે હોટેલોનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. તે હિલ્ટન હોટેલ્સ વર્લ્ડવાઇડ, મેરિયટ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ, હયાત હોટેલ્સ કોર્પોરેશન અને ઇન્ટર કોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ સહિતની બ્રાન્ડની કામગીરી સંભાળે છે.