આવનારા સમયમાં કદાચ રીકવરી મળી શકે પરંતુ અમેરિકાના મોખરાના 25માંથી 21 બજાર હજુ પણ મંદી કે હતાશાથી ઘેરાયેલા છે, તેવો દાવો અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા તાજેતરમાં પોતાના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તેમાં પણ શહેરી બજાર તો ખૂબ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યાં છે, જેમાંથી મોટાભાગના હજુ પણ ‘ડિપ્રેશન સાયકલ’ હેઠળ હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે.
અમેરિકાની સમગ્ર હોટેલ ઈન્ડસ્ટ્રી ‘મંદી’ હેઠળ હોવાનું આહલાના રીપોર્ટમાં જણાવાયું છે. શહેરી બજારોમાં ગ્રુપ મીટીંગ સહિતની ઈવેન્ટસમાં ઘટાડો થવાને કારણે રૂમ રેવન્યુમાં 52 ટકા સુધીનો ઘટાડો મે 2019ની સરખામણીએ થયેલો જોવા મળ્યો છે. તે હાલમાં પણ મંદી હેઠળ છે કારણ કે અંદાજે શહેરમાં 200 હોટેલ મહામારીને કારણે બંધ કરવાની ફરજ પડી છે, જે 42,030 ધરાવતી હતી. સમગ્ર શહેરની માંગમાં તેનો હિસ્સો એક તૃતિયાંશ હતો.
લેઝર ટ્રાવેલને કારણે થોડું ઘણું જીવતદાન મળ્યું છે પરંતુ બીઝનેસ અને ગ્રુપ ટ્રાવેલ કે જે સૌથી વધારે નફો રળી આપનાર હતા તેમની સંખ્યા વધી નથી અને તેની અસર નફ પર જોવા મળી રહી છે. રીપોર્ટ અનુસાર આવનારા સમયમાં સાલ 2023 કે 2024 સુધીમાં સેગમેન્ટ પોતાની 2019ની સ્થિતિને હાંસલ કરી શકે તેમ છે. અનેક મહત્વના કાર્યક્રમો, કન્વેન્શન્સ અને બીઝનેસ મીટીંગ્સ રદ કરવાની કે 2022 સુધી મોકૂફ રાખવાની ફરજ પડી છે.
આહલા કહે છે કે હાલની આ પરિસ્થિતિમાં ઈન્ડસ્ટ્રીને કોંગ્રેસથી રાહત મળવાની ખૂબ જરૂર છે.
આહલાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીપ રોજર્સ આ અંગે કહે છે કે દેશમાં કોવિડ-19 નિયંત્રણોમાં તબક્કાવાર છુટ મળવાને કારણે કેટલાક ઉદ્યોગોમાં સ્થિતિ સુધરી રહી છે. પરંતુ અમેરિકાની હોટેલ ઇન્ડસ્ટ્રી સામે હજુ પણ અનેક પડકારો ઉભા છે અને તેને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં કેટલાક અન્ય ઉદ્યોગોને ફેડરલ સરકારની સીધી આર્થિક સહાયનો લાભ મળ્યો છે તેટલો લાભ હોટેલ ઈન્ડસ્ટ્રીને મળ્યો નથી. અમે ઇચ્છીએ છીએ કે કોંગ્રેસ દ્વારા દ્વિપક્ષી સેવ હોટલ જોબ્સ એક્ટ ઝડપથી મંજૂર કરાવવામાં આવે જેથી મુસાફરોનું આવાગમન શરૂ થાય ત્યાં સુધી કર્મચારીઓને પગાર ચૂકવી શકાય અને માર્કેટમાં ટકી શકાય.
આહલા કહે છે કે હોસ્પિટાલિટી અને લેઇઝર ઈન્ડસ્ટ્રીમાં હોટેલ્સ એ એકમાત્ર એવું સેગમેન્ટ છે કે જેને સીધી સહાય મળી નથી. સંગઠન અને હોસ્પિટાલિટી વર્કરના લેબર યુનિયન યુનાઇટ હીયર પણ ઇચ્છે છે કે કોંગ્રેસ સેવ હોટેલ જોબ્સ એક્ટને વહેલામાં વહેલી તકે પસાર કરાવે અને તેનો અમલ શરૂ કરાવે છે.
આ સહાય મેળવવા માટે 2020 દરમિયાન હોટલ માલિકની પસંદગીના કોઇપણ સળંગ ત્રણ મહિના સુધીનું નુકસાન રજૂ કરવાનું રહેશે અથવા ગત વર્ષે હોટેલ સળંગ ત્રણ મહિના સુધી બંધ રહી તે પુરવાર કરવાનું રહેશે.
પીપીપી અને આના વચ્ચેનો તફાવત એ છે કે તે સંપૂર્ણ ગ્રાન્ટ છે અને બીજું કે તે દરેક હોટેલવાળા માટે ઉપલબ્ધ છે. જો તમે પબ્લિક કંપની છો, ખાનગી કંપની છો કે આરઈઆઈટી છે તે મહત્વનું નથી,