AHLAએ પહેલી સપ્ટેમ્બરના રોજ નેશનલ હોટેલ એમ્પ્લોયી ડે ઉજવશે

0
676
અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશને નેશનલ ડે કેલેન્ડરમાં પહેલી સપ્ટેમ્બરને નેશનલ હોટેલ એમ્પ્લોયી ડેનો સમાવેશ કર્યો છે. તેમા વર્તમાન હોટેલ કર્મચારીઓને સન્માનિત કરાશે. આ પ્રકારના દિવસની ઉજવણીની સાથે AHLA ઉદ્યોગની પ્રવર્તમાન શ્રમ અછતનો પ્રતિસાદ પાડવા વધુને વધુ હોસ્પિટાલિટી વર્કરોની ભરતી કરવાની પહેલ આદરી છે.

હોટેલ એમ્પ્લોયીઓનો પણ હવે ડે હશે. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશને પહેલી સપ્ટેમ્બરને હોટેલ એમ્પ્લોયી ડે તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. AHLAએ નવા હોસ્પિટાલિટી કામદારોની ભરતીમાં વધારો કરવાના ભાગરૂપે હોટેલ એમ્પ્લોયી ડેનો નેશનલ કેલેન્ડરમાં સમાવેશ કર્યો છે.

નેશનલ હોટેલ એમ્પ્લોયી ડેની ઉજવણી દેશના ટ્રાવેલ, ટુરિઝમ અને હોટેલ ઉદ્યોગમાં હોટેલ કર્મચારીઓની આકરી મહેનત અને સમર્પણ તથા નિષ્ઠાનું પરિણામ છે, એમ AHLAએ જણાવ્યું હતું. અમેરિકાની હોટેલો વર્તમાન અને સંભવિત માલિકો દ્વારા ઊંચા વેતને, સારા ફાયદા અને વધારે લવચીકતા સાથેની 1,20,000 હોટેલ્સ જોબ્સ તાત્કાલિક પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે AHLAએ આ ડે કર્યો છે.

AHLAના પ્રમુખ અને સીઇઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું કે નેશનલ હોટેલ એમ્પ્લોયી ડેના ઉદઘાટન વખતે આપણે અમેરિકાના લગભગ વીસ લાખ હોટેલ કર્મચારીઓનો આભાર માનીએ છીએ. સમગ્ર દેશની હોટેલ કમ્યુનિટીઝ, હોટેલ એમ્પ્લોયી સર્વિસ અને તેના સમર્પણના લીધે અમેરિકનો તેમની ઉચ્ચ સ્તરીય જીવનશૈલી માણી શકે છે. લગ્નોના પ્રસંગોથી લઈને ફેમિલી રિયુનિયન તથા વેકેશનનો આનંદ ઉઠાવી શકે છે. હવે તે વિચારવાનો સમય આવ્યો છે કે હોટેલ ઉદ્યોગ કારકિર્દીના 200થી વધારે કારકિર્દીઓમાં એક છે.

એસોસિયેશનના તાજેતરના સરવે મુજબ 97 ટકા પ્રતિસાદીઓએ સ્ટાફની અછત હોવાનો નિર્દેશ આપ્યો હતો, તેમાથી 49 ટકાએ સ્ટાફની અછત અત્યંત ગંભીર સ્થિતિ ગણાવી હતી. સ્ટાફિંગમાં સૌથી વધુ જરૂરિયાત હાઉસકીપિંગની છે અને 58 ટકાએ તેને સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. ઉનાળામાં ટ્રાવેલ ડિમાન્ડની જબરજસ્ત વાપસીએ સ્ટાફની અછતનો વધારે અહેસાસ કરાવ્યો છે. હોટેલના વેતનની રાષ્ટ્રિય સરેરાશ રોગચાળાના પૂર્વેના પ્રતિ કલાક 18.74 ડોલરથી વધીને 22.25 ડોલર થઈ છે. હોટેલ ઉદ્યોગના ફાયદાઓ અને લવચીકતામાં સુધારો થયો છે.

રોજર્સે જણાવ્યું હતું કે હોટેલ ઉદ્યોગમાં આજે કામ કરવાનો જે સમય છે તેટલો સારો સમય ક્યારેય ન હતો. હોટેલ ઉદ્યોગ 200થી વધારે કારકિર્દીઓ ઓફર કરે છે અને તેમા તમે પ્રગતિ પણ કરી શકો છો, એમ એચએલએએ જણાવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં 80 ટકા જેટલા એન્ટ્રી લેવલ કામદારોને વર્ષ કરતાં પણ ઓછા સમયમાં પ્રમોશન મળ્યું છે અને 50 ટકા હોટેલ જનરલ મેનેજરોએ એન્ટ્રી લેવલ પોઝિશનથી પ્રારંભ કર્યો છે.

AHLA તેની વેબસાઇટમાં એક હિસ્સો નેશનલ હોટેલ એમ્પ્લોયી ડે માટે ફાળવ્યો છે. તેમા આ ડેની ઉજવણી કેવી રીતે કરવી તે ગ્રાફિક્સ અને અન્ય મટીરિયલ્સ સાથે સમજાવવામાં આવ્યું છે.