AHLA: 74 ટકા હોટેલિયર્સ મદદ વગર વધુ જોબ કટ્સ મુકશે

સર્વેમાં પણ જણાયું છે કે, બે તૃતિયાંશથી વધુ ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ મદદ વગર માત્ર છ મહિના જ બિઝનેસ કરી શકશે.

0
1013
અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન (AHLA)ના એક હજાર સભ્યોના સર્વેમાં જણાયું છે કે 68 ટકા લોકો કોરોનાના સંકટ પહેલાના કર્મચારીઓ કરતાં હાલમાં અડધાથી ઓછા કર્મચારીઓથી કામ ચલાવાય છે. 74 ટકા લોકોએ તેમના પ્રતિભાવમાં કહ્યું હતું કે તેમને વધુ સરકારી મદદ વિના વધુ કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડશે.

કોવિડ-19 મહામારીએ અમેરિકાના હોસ્પિટાલિટી ઉદ્યોગમાં હજ્જારો નોકરીઓનો ભોગ લીધો છે. હવે અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના મોટાભાગના સભ્યો કહે છે તેમને જો કોંગ્રેસ અન્ય સ્ટીમ્યુલસ પેકેજ ઝડપથી પસાર નહીં કરે તો તેમને વધુ કર્મચારીઓની છટણી કરવાની ફરજ પડશે.

સર્વેમાં આવરી લેવાયેલા AHLAના સભ્યોમાંથી 68 ટકા પાસે સંપૂર્ણ સમય કામ કરતા તેમના સામાન્ય, કોરોના કટોકટી પહેલાના કર્મચારીઓની સંખ્યા કરતાં અડધાથી પણ ઓછા કર્મચારીઓ હાલમાં તેમની પાસે છે. 74 ટકા સભ્યોએ જણાવ્યું હતું કે, સરકારી મદદ વગર તેમને હજી વધુ કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડશે.

સર્વે કરાયેલા 1000 હોટેલ માલિકોમાંથી અડધા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ મહામારીને કારણે તેમના કોમર્શિયલ રીઅલ એસ્ટેટના દેવાની ચૂકવણીનું જોખમ છે. 67 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ વર્તમાનમાં આયોજિત આવક પર માત્ર છ મહિના સુધી જ ટકી શકશે અને ઓક્યુપન્સીનું સ્તર કોઇપણ પ્રકારની વધુ રાહત આપી શકતું નથી.

AHLAના પ્રેસિડેન્ટ અને સીઇઓ ચીપ રોજર્સ કહે છે કે, ‘કોંગ્રેસે રાજકારણને બાજુ પર રાખીને સૌથી વધુ અસરગ્રસ્ત ઉદ્યોગોના ઘણા બિઝનેસીઝ અને કર્મચારીઓને પ્રાથિમકતા આપવાનો આ સમય છે. હોટેલ્સ એ સમૂદાયોનું મહત્ત્વનું અંગ છે, જ્યાં તેઓ સેવા આપે છે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવીને લાખો રોજગારીને મદદ કરે છે.’ કોંગ્રેસના દરેક સભ્યએ વધારાની મદદની તાત્કાલિક જરૂરિયાત અંગે અમને સાંભળવાની જરૂર છે જેથી અમે બિઝનેસ કરી શકીએ અને અમારા કર્મચારીઓને પરત લાવી શકીએ.’

AHLA દ્વારા ઉદ્યોગની જરૂરિયાતો માટે જાગૃતિ લાવવા અને લોમેકર્સને વધારાની રાહતો પાસ કરવા વિનંતી માટે ‘સેવ હોટેલ જોબ્સ’ કેમ્પેઇન શરૂ કર્યું છે. જેના પરિણામે કોંગ્રેસના સભ્યોને બે લાખથી વધુ પત્રો, ફોન અને ટ્વીટ્સ કરવામાં આવ્યા છે.

ઇકોનોમિક ઇન્નોવેશન ગ્રૂપ દ્વારા સંચાલિત બિઝનેસ અને ટ્રાવેલ અગ્રણીઓ સાથેની એક કોન્ફરન્સમાં રોગર્સે જણાવ્યું હતું કે, ઉદ્યોગ માટે અત્યારે ખૂબ જ ચિંતાજનક બાબતોમાં નાણાકીય અને દેવાની સર્વિસ મેળવવાની અને જવાબદારીઓના રક્ષણનો સમાવેશ થાય છે.

રોગર્સે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ વાસ્તવિક સંખ્યાઓ છે, લાખો નોકરીઓ છે, અને લોકોએ દાયકાઓથી પોતાનો નાના બિઝનેસ ઊભો કર્યો છે, કોંગ્રેસે કંઇ જ કર્યું નથી તે દુઃખદ બાબતે છે. હજારો નાના બિઝનેસીઝને ગંભીર નુકસાન થાય તે અમને પોષાય તેમ નથી અને તેની સાથે સંકળાયેલી તમામ નોકરીઓને ઘણા વર્ષો સુધી નુકસાન થઇ શકે તેમ છે.’

ગત સપ્તાહે યુએસ ટ્રાવેલ એસોસિએશને જાહેર કરેલા એક નિવેદનમાં કોંગ્રેસને સ્ટીમ્યુલસ કાયદા પર કામ યથાવત રાખવા વિનંતી કરી હતી. એસોસિએશને જણાવ્યું હતું કે આ વર્ષે મુસાફરી ખર્ચમાં ઘટાડાને કારણે દેશના અર્થતંત્રને 505 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થઈ શકે છે.