AAHOA, USTAએ નવી નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સ્ટ્રેટેજીની પ્રશંસા કરી

અમેરિકામાં 2021માં આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખર્ચ 2019ના સ્તર કરતાં 78 ટકા નીચો હતો.

0
856
યુ.એસ. કોમર્સ સેક્રેટરી ગિના રેઇમોન્ડોએ જાહેરાત કરી છે કે નવી નેશનલ ટ્રાવેલ એડ ટુરિઝમ સ્ટ્રેટેજીમાં ફેડરલ ગવર્નમેન્ટ યુ.એસ. ટ્રાવેલ એન્ડ ટુરિઝમના પ્રયત્નોને સમર્થન આપશે અને તેણે અમેરિકામાં આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે 9 કરોડ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક મૂક્યું છે.

બાઇડેન વહીવટીતંત્રે નવી નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સ્ટ્રેટેજી અમલમાં મૂકી છે. તેનું ધ્યેય આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે અમેરિકામાં નવ કરોડ પ્રવાસીઓને આકર્ષવાનું છે. અમેરિકાના હોસ્પિટાલિટી ઉદ્યોગના બે અગ્રણી એસોસિયેશનોએ ટ્રાવેલ ઉદ્યોગની સ્થિતિ પૂર્વવત્ બનાવવાની દિશામાં લેવાયેલા આ મહત્વના પગલા તરીકેની વ્યૂહરચનાની પ્રશંસા કરી હતી.

નવી ટુરિઝમ સ્ટ્રેટેજીનું ધ્યેય સમગ્ર અમેરિકામાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગની વ્યાપકપાયા પરની આર્થિક વૃદ્ધિને સમર્થન આપવાનું છે, આ માટે યુ.એસ. AAHOAએ યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સેક્રેટગી ગિના રેઇમોન્ડોનો અને ટુરિઝમ પોલિસી કાઉન્સિલનો અવિરત આગેવાની તથા સમર્થન બદલ આભાર માન્યો હતો.

AAHOAના સીઇઓ અને પ્રેસિડેન્ટ લૌરા બ્લેકે જણાવ્યું હતું કે નવ કરોડથી વધારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવતા મજબૂત આર્થિક વૃદ્ધિ જોવા મળશે. આ પ્રવાસીઓ 279 અબજ ડોલરનો વાર્ષિક ખર્ચ કરે તેવો અંદાજ છે, તેનાથી ફક્ત અમેરિકન હોટેલ એન્ડ હોસ્પિટાલિટી ઉદ્યોગ નહી પણ સમગ્ર અમેરિકન અર્થતંત્રને મદદ મળશે. અમે સેક્રેટરી રેઇમોન્ડોની નવી નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સ્ટ્રેટેજીની વખાણ કરીએ છીએ અને અમેરિકન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગમાં નવેસરથી પ્રાણ ફૂંકવા માટે આક્રમક રીતે કરેલા પ્રયત્નોની પ્રશંસા કરીએ છીએ.

AAHOAના ચેરમેન નીલ પટેલે જણાવ્યું હતું કે કોવિડ-19ના લીઠે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરને મોટો ફટકો પડ્યો છે અને અમારા નવંસાચરનો આધાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં વધારો થવા પર છે. પ્રવાસને પ્રોત્સાહન તથા અમેરિકાની અંદર સલામત અને કાર્યક્ષમ ટ્રાવેલના લીધે રોજગાર સર્જનને વેગ મળશે અને ગુમાયેલી આવક પરત મેળવવામાં મદદ મળશે.

યુએસ ટ્રાવેલ એસોસિયેશને જણાવ્યું હતું કે ટ્રાવેલ અને ટુરિઝમ સ્ટ્રેટેજી મહત્વના તબક્કે આવીને ઊભી છે જ્યારે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખર્ચ ગયા વર્ષે 2019ના સ્તર કરતાં 78 ટકા જેટલો નીચો હતો.

યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઇઓ રોજર ડાઉએ જણાવ્યું હતું કે અમે કોમર્સ સેક્રેટરી રેઇમોન્ડો અને ટુરિઝમ પોલિસી કાઉન્સિલે લીધેલી આગેવાની અને 2027 સુધી અમેરિકામાં દર વર્ષે 9 કરોડ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાના મૂકેલા લક્ષ્યાંકની પ્રશંસા કરીએ છીએ. સરકારે ટ્રાવેલ ઇકોનોમીમાં નવેસરથી પ્રાણ ફૂંકવાના પ્રયત્નો આદર્યા છે ત્યારે તેના માટેના ખાસ પગલા લેવા સ્ટ્રેટેજી રચવામાં આવી છે અને આ રીતે ઉદ્યોગને રોગચાળા પહેલા હતો તે રીતનો વિશ્વસ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

છઠ્ઠી જુને જાહેર કરવામાં આવેલા આ આયોજનનું ધ્યેય અમેરિકામાં પ્રીમિયર ટ્રાવેલ ડેસ્ટિનેશનને પ્રમોટ કરવાનું છે, તેમા વ્યાપક પાયા પરના માર્કેટ એફોર્ટની સાથે અંડરરિઝર્વ્ડ અને અંડરરિપ્રેઝન્ટેડ કમ્યુનિટીઝને પ્રવાસ માટે પ્રોત્સાહન આપવાનો, દેશની અંદર સલામત અને કાર્યક્ષમ પ્રવાસને પ્રોત્સાહન આપવા ઉપરાંત વૈવિધ્યસભર અને એક્સેસીબલ ટુરિઝમ અનુભવની સાથે ક્લાઇમેટ ચેન્જમાં પ્રદાન આપવા સસ્ટેનેબલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમનું છે.

AAHOA, USTA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશને તાજેતરમાં બાઇડેન વહીવટીતંત્રના વધુ એક નિર્ણયને આવકાર્યો હતો. તેમા દેશમાં 12 જુલાઈથી સંપૂર્ણપણે રસીકરણ પામેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પ્રી-ડિપાર્ચર કોવિડ ટેસ્ટિંગથી મુક્તિ આપવામાં આવી હતી.

બ્લેકે જણાવ્યું હતું કે બોજારૂપ જોગવાઈ પૂરી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોવિડ-19 ટેસ્ટિંગ ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગના નવસંચારમાં અડચણરૂપ હતી. હવે અમે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માંગને વૃદ્ધિ આપવાની દિશા ભણી નજર માંડી રહ્યા છીએ.