AAHOA કન્વેન્શન એન્ડ ટ્રોડ શો ગયા સપ્તાહે ફ્લોરિડામાં ઓર્લેન્ડો ખાતે યોજાઈ ગયો હતો. આ કન્વેન્શન અને ટ્રેડ શો હંમેશા યાદ રહેશે, કારણ કે તેમા ઇતિહાસ રજાયો છે. મિરાજ પટેલ સૌથી નાની ફક્ત 26 વર્ષની વયે AAHOAના નવા ચેરમેન બન્યા છે. તેઓએ તેમના પુરોગામ ભરત પટેલનું સ્થાન મેળવ્યું છે. આ પ્રસંગે AAHOAના પ્રમુખ અને સીઇ લૌરા લી બ્લેકે એસોસિયેશનના તે વારસાની યાદ અપાવી હતી જેના આધારે તે હાલમાં સફળતાનો આનંદ લઈ રહ્યું છે.
AAHOACON24 એસોસિયેશનની 35માં નેશનલ કોન્ફરન્સ હતી. તેમા સાત હજારથી વધુ આમંત્રિતોએ અને 524 થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો. ડિઝનીવર્લ્ડ અને યુનિવર્સલ સ્ટુડિયોથી થોડે દૂર આવેલા ઓરેન્જ કાઉન્ટી કન્વેન્શન સેન્ટરમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કન્વેન્શનમાં 44થી વધારે એજ્યુકેશન સેશન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમા 2023 કરતાં બમણા 26 પ્રાયોજકો જોવા મળ્યા હતા. ઇવેન્ટની આવક પણ 2023 કરતાં છ ટકા વધુ વધી હતી અને 2022 કરતાં 31 ટકા વધુ વધી હતી. આ ટ્રેડ શો 84,500 ચોરસ ફૂટથી પણ મોટા વિસ્તારમાં ફેલાયેલો હતો.
પ્રથમ સામાન્ય સત્રને સંબોધતા ભૂતપૂર્વ પ્રમુખ ભરત પટેલે કયા આધારે AAHOAએ આટલી જ્વલંત સફળતા મેળવી હતી તેની વાત કરી હતી.
સફળતાના રોપેલા બીજે સફળતા વેરી
ભરત પટેલે જણાવ્યું હતું કે AAHOA સતત વિકસતુ રહ્યુ છે અને વૃદ્ધિ પામતુ રહ્યુ છે, તેથી આપણા એસોસિયેશન અને સભ્યો માટે સફળતા એક અવિરત પ્રવાસ છે. તે આપણને જબરદસ્ત સીમાચિન્હો અને મોટી સિદ્ધિઓ તરફ લઈ જાય છે. હિસાબી રીતે વિચારો, તો આપણે બધા ચક્રવૃદ્ધિ વ્યાજના નાણાકીય ખ્યાલથી પરિચિત છીએ. હવે અમે આ જૂના વિચારને નવા સ્વરૂપ ચક્રવૃદ્ધિ સફળતામાં રૂપાંતરિત કર્યો છે.
ભરત પટેલે જણાવ્યું હતું કે AAHOA છેલ્લા 35 વર્ષમાં સૌથી વધુ સિદ્ધિઓનો રેકોર્ડ ધરાવે છે.
“અમે આજે મેળવેલી સફળતા તે બધા આગેવાનો અને સભ્યો જે અમારી સાથે આવ્યા છે તેમની સફળતાઓને આભારી છે, ” એમ તેમણે જણાવ્યું હતું. “આ આર્ષદ્રષ્ટાઓએ આપણી સમક્ષ સફળતાનો એવો પાયો નાખ્યો છે, ના પર આપણે આજે ઊભા છીએ અને આજે તેના પર સફળતાની ઇમારત રચી રહ્યા છીએ તથા ભાવિ પેઢીઓ માટેનો આધાર તૈયાર કરી રહ્યા છીએ. આમ ઘર બનાવવામાં દરેક ઇંટનું એક સ્તર હોય છે અને આ રીતે ઇંટ પર ઇંટ હોય છે, તે જ રીતે એક પછી એક સફળતાના પાયાએ આજે સાવધાનીપૂર્વક આપણી સમક્ષ છે તે સંગઠનની રચના કરી છે.”
સફળતાનો એક નિર્દેશ તે હકીકત પણ છે કે ભારતીય અમેરિકનોએ આઉટસાઇડર્સ તરીકે પ્રારંભ કર્યો હતો, પરંતુ હવે તેમણે હોસ્પિટાલિટી ઉદ્યોગ અને સમાજ પર પ્રભાવ વધાર્યો છે. આ AAHOAના એડવોકેસીના પ્રયત્નો દર્શાવે છે, એમ ભરત પટેલે જણાવ્યું હતું.
“આજે સ્થિતિ એ છે કે જ્યારે આપણા સભ્યો બોલે છે ત્યારે બધા સ્તરના સરકારી અધિકારીઓનું તેના પરત્વે ધ્યાન જાય છે,” એમ તેમણે જણાવ્યું હતું. સરકારી એજન્સીઓ અને ધારાસભ્યો નિયમિત રીતે અમારા અભિપ્રાયને સાંભળે છે, અમારી નિપુણતામાંથી શીખે છે અને અમારા અભિપ્રાયને સમજવાનો પ્રયત્ન કરે છે. તેના પરિણામે આપણા સભ્યોના જીવન પર હકારાત્મક અસર પડતી જોઈ રહ્યા છીએ.
આ પ્રભાવનું એક ઉદાહરણ એ છે કે તેના પરિણામે ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ્સ વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સને હસ્તગત કરવામાં નિષ્ફળ ગઈ હતી. તેની પાછળનું કારણ એ હતું કે AAHOA ફેડરલ ટ્રેડ કમિશન સમક્ષ પ્રસ્તાવિત સોદાની વિરુદ્ધમાં વલણ અપનાવતા જણાવ્યું હતું કે તે એન્ટિટ્રસ્ટ રીવ્યુ પાસ નહીં કરે.
“ચોઇસે પછી સ્વૈચ્છિક રીતે આ એક્વિઝિશન પડતુ મૂક્યુ હતુ, પરંતુ સ્થિતિ દર્શાવે છે કે સરકારની સાથે ચૂંટાયેલા અધિકારીઓ કે નિયમનકારોએ ત્યારે પગલા લેવાની ફરજ પડી જ્યારે તેના અંગે સંલગ્ન નાગરિકોએ તેમનો અવાજ વધુ સંભળાય તેવો મોટો અને સ્પષ્ટ બનાવ્યો,” એમ ભરતે જણાવ્યું હતું.
ભરતે તેમના ચેરમેન તરીકેના છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમિયાન AAHOAનો વારસો કેવી રીતે વિકસ્યો તેના છ ઉદાહરણ આપ્યા હતા
- comની નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું
- AAHOAની રાજકીય પગલા સમિતિ માટે પાંચ પ્રદાતાઓ પાસેથી પાંચ લાખ કરતું વધુ ડોલર મેળવવામાં મળેલી સફળતા
- 25 રિજનલ કોન્ફરન્સ અને ટ્રેડ શોના આયોજનથી લગભગ 5000 હોટેલિયરોને પ્રોફેશનલ એજ્યુકેશન અને નેટવર્કિંગમાં મદદ મળી
- હોટેલ ઉદ્યોગમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે બીજી વાર્ષિક હરઓનરશિપ કોન્ફરન્સનું આયોજન
- હાઇપ પાર્ટનરશિપ લોન્ચ કરાઈ, જેનું ધ્યેય યુવા પ્રોફેશનલ્સને સાંકળવામાં મદદ કરવાનું હતું
- કોંગ્રેસના સભ્યો અને ચૂંટાયેલા હોદ્દેદારો માટે બેક-ઓફ-ધ-હાઉસ ટુરની ઓફર, જેથી તેઓ હોટેલ સંચાલનનો ફર્સ્ટહેન્ડ અનુભવ મેળવી શકે
“AAHOA કે આપણા સભ્યો માટે સફળતાની આ યાત્રા કંઈ માનવામાં આવે તેટલી સરળ અને સફળ રહી નથી, આ કંઈ સો મીટરની ટૂંકી દોડ નથી, પરંતુ મેરેથોન છે. તેમા સમય લાગે છે,” એમ ભરત પટેલે જણાવ્યું હતું. “આ આકરી મહેનતનું કામ છે, તેમા સાહસની જરૂર પડે છે અને આપણા સભ્યોની પ્રતિબદ્ધતા સાથે કોઈપણ રીતે સમાધાન ન થાય તે જોવું પણ જરૂરી છે.”
આજે AAHOA જે પણ કરશે તેના આધારે ભાવિ સફળતા સુનિશ્ચિત થશે, એમ ભરત પટેલે જણાવ્યું હતું.
“AAHOAની આજની સફળતા ભૂતકાળની સફળતાને આભારી છે અને આજની સફળતા ભવિષ્યની સફળતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે, ” એમ ભરત પટેલે જણાવ્યું હતું. “આમ ચક્રવૃદ્ધિ સફળતા તે છેલ્લા 35 વર્ષમાં AAHOAની પ્રગતિનો પાયો છે. તે આગામી 35 વર્ષ અને તેના કરતાં પણ વધુ સમય સફળતાને આકાર આપશે.”
સમાપન કરતા ભરત પટેલે જણાવ્યું હતું કે જ્યારે પણ પગલાં લો ત્યારે તેની કિંમત ચૂકવવી પડે છે, પરંતુ આવું જ નિષ્ક્રીયતા અંગે પણ કહી શકાય છે અને તેમા પણ ખાસ કરીને અસમાનતાના સંદર્ભમાં આ બાબત લાગુ પડે છે.
“હું આજે તમારી સમક્ષ આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે કહી શકું છું કે તમારું બોર્ડ અને હું મેમ્બર્સ ફર્સ્ટની ફિલોસોફી પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણે ફક્ત સારુ દેખાય છે અને સારુ લાગે છે તે માટે કામ નહીં કરીએ, આપણે આપણા સભ્યો માટે શ્રેષ્ઠ શું છે તેના માટે કામ કરીશું,” એમ તેમણે જણાવ્યું હતું. “આપણે લોકોને આભાવચનો કે પાળી ન શકાય તેવા વચનો નહી આપીએ અને આપણે ક્યારેય થઈ ન શકે તેવી પહેલ પણ નહી કરીએ. તેના બદલે આપણે આપણા માલિકો હંમેશા સારી સ્થિતિમાં જાય, આનંદિત રહે અને વધારે સફળ થાય તે પ્રકારના નિર્ણયો કરીશું.”
AAHOAના ઇતિહાસનો પદાર્થપાઠ
બ્લેકે તેના સામાન્ય સત્રના પ્રેઝન્ટેશનનો પ્રારંભ AAHOAના સભ્યોએ અમેરિકન ડ્રીમને મૂર્તિમંત કરવા તેના સભ્યોએ કરેલા સંઘર્ષને વ્યાખ્યાયિત કરવા કર્યો. આ તે ઇમિગ્રન્ટ્સની વાત છે તે અમેરિકા ફક્ત એક સુટકેસ અને સારા જીવનની આશા સાથે આવ્યા હતા, પરંતુ આજે તેઓ દેશમાં 60 ટકાથી વધુ હોટેલ્સના માલિક છે. તેમણે અહીં પોતાના કુટુંબની વાત પણ શેર કરી હતી.
“મારું કુટુંબ 1900માં અમેરિકા ઇમિગ્રેટ થઈ આવ્યું હતું. હું 100 ટકા ડચ છું, એમ બ્લેકે જણાવ્યું હતું. મારા દાદા હોલેન્ડથી અહીં ફક્ત 17 વર્ષના હતા ત્યારે આવ્યા હતા. તેમની પાસે માંડ બે પેની હતી અને પહેરવા માટે એક સુટ હતો. તેઓ એલિસ આઇલેન્ડ દ્વારા આવ્યા હતા, તે આયોવાના નાના ટાઉનમાં વસ્યા હતા અને તેમના કુટુંબનો ત્યાં પ્રારંભ કર્યો હતો, મારો ઉછેર પણ ત્યાં થયો હતો.”
મારા પિતા પોન્ટિયાક અને બ્યુઇક ડીલર તથા જનરલ મોટર્સના ફ્રેન્ચાઇઝી હતા, એમ બ્લેકે જણાવ્યું હતું. તે નાની હતી તે દરમિયાન તેના પિતાએ ફ્રેન્ચાઇઝી તરીકે ઘણા પડકારોનો સામનો કર્યો હતો, જેનો AAHOAના સભ્યો દૈનિક ધોરણે કરે છે.
“જયારે હું આપણા સભ્યોએ તેમનો કારોબાર શરૂ કર્યો ત્યારે તેમની સ્ટોરી સાંભળું છું કે તેઓએ ટોઇલેટ સાફ કર્યા હતા અને પથારીઓ પાથરી હતી, ત્યારે મને તે દિવસો યાદ આવે છે જ્યારે હું મારા પિતાના કારોબારની શો રૂમની બારીઓ સાફ કરવા 20 ફૂટ ઉપર સીડીઓ વડે ચઢતી હતી અને સર્વિસ માટે આવેલા ખેડૂતોની ટ્રકોનો કચરો સાફ કરતી હતી, એમ બ્લેકે જણાવ્યું હતું. આપણે બધાએ રીતસર શૂન્યથી શરૂઆત કરી છે અને એક પછી એક આવતી તકલીફોનો સામનો કરી આગળ વધ્યા છીએ. મને AAHOA અંગે ગમતી વાત હોય તે તે છે કે આપણા દરેક સભ્યોએ તેમની આગવી શરૂઆત કરી હતી.”
બ્લેકે જણાવ્યું હતું કે તેને એસોસિયેશનનો તે ઇતિહાસ યાદ છે કે તે AAHOAના ભૂતકાળના પ્રમુખોના ચિત્રો પાસેથી પસાર થઈને દરરોજે તેની રજૂઆત કરતી હતી. તે આમાના ઘણાના એટર્ની તરીકે કામ કરી ચૂકી હતી.
“કદાચ કોઈને આ વાત મૂર્ખામીભરી લાગે, પરંતુ દરરોજે સવારે હું જ્યારે તે ભૂતપૂર્વ પ્રમુખોના ચિત્રો પાસેથી પસાર થાઉં છું ત્યારે તેમને હાઈ કહું છું,”એમ બ્લેકે જણાવ્યું હતું. મને વ્યક્તિગત રીતે આ અત્યંત સન્માન અને વિશેષાધિકારની લાગણી લાગે છે, પરંતુ તેની સાથે આપણે બધા AAHOAની લીડરશિપના ઇતિહાસના આધારે તેને આગળ જારી રાખવા પ્રતિબદ્ધ છીએ.
તેમણે નિર્દેશ કર્યો હતો કે AAHOAનો મુખ્ય હેતુ ભારતીય અમેરિકનના રંગભેદ સામે લડવાનો હતો અને તે સમયે ઉદ્યોગમાં ટોચ પર હતો. એસોસિયેશનના એટર્ની તરીકે મેં આ લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
“મને દસ વર્ષ પહેલાનો સમયગાળો યાદ છે જ્યારે અમેરિકન માલિકીની સહીથી આ દેશમાં ભેદભાવની શરૂઆત થતી હતી અને AAHOAના સભ્યોની હોટેલોને ડીગ્રેડ કરવામાં આવતી હતી અને તેમને અલગ પાડવામાં આવતા હતા, એમ બ્લેકે જણાવ્યું હતું. તે સમયે માન્યતા હતી કે આ હોટેલો ઇમિગ્રન્ટ્સની માલિકીની હોટેલ્સ કરતા સારી છે અને તેમના મૂળ રહેવાસીઓની આજીવિકા માટે ભયજનક છે. ફરીથી મેં અહીં અમારી ક્ષમતા દર્શાવી અને AAHOAના સભ્યોની પૂરી તાકાતથી લોબીઇંગ કર્યુ તથા વિશ્વને જણાવ્યું કે અમારા સભ્યો વફાદાર અમેરિકનો છે જેમણે અમેરિકન ડ્રીમ હાંસલ કર્યુ છે. ”
2007માં ભૂતપૂર્વ ચેરમેન મુકેશ મોવજી અને તેમના સેક્રેટરી તરુણ પટેલે બ્લેક અને તેમના કાયદા વિભાગને જો ફ્રેન્ચાઇઝરો AAHOAના ફેર ફ્રેન્ચાઇઝિંગના 12 મુદ્દા સાથે જોડાય તો તેની અસરોની સમીક્ષા માટે ફેર ફ્રેન્ચાઇઝિંગ પરનો પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું. પછી ભૂતપૂર્વ ચેરમેન ચંદ્રકાંત ઉર્ફે સીકે પટેલ અને બ્લેકે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો હતો અને તેની કાર્યપ્રણાલિની ચર્ચા માટે ફ્રેન્ચાઇઝરોને મળ્યા હતા.
“આ સમય હતો જ્યારે ફ્રેન્ચાઇઝ એડવાઇઝરી કાઉન્સિલની જાણીતા આગેવાને ભારીય હોટેલિયરોને લઈને ભેદભાવભરી ટિપ્પણી કરી હતી. પ્રથમ તો તે વ્યક્તિએ આ ટિપ્પણી કરી હોવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ ભૂતપૂર્વ ચેરમેન જિમી પટેલે તેનું ફોન પર રેકોર્ડિંગ કર્યુ હોવાથી તે તેનો પુરાવો બની ગયો હતો,” એમ બ્લેકે જણાવ્યું હતું. મેં આ મુદ્દે તેની સાથે સંકળાયેલા કેટલાક ગ્રુપ્સને આકરા શબ્દોમાં પત્રો લખ્યા હતા. હું વિચારુ છું કે આ તે સમય હતો જ્યારે આપણા પ્રેસિડેન્ટ ફ્રેડ સ્કવાર્ટ્ઝે આ અંગેનો ટોન જરા પણ નરમ પડવા ન દેવા કહ્યુ હતુ, કારણે આપણા બધા એક જ નાવમાં હતા. હું પોતે આ પ્રકારના ભેદભાવથી વ્યથિત હતી, આ ભેદભાવ વાસ્તવિક અને વ્યક્તિગત હતો.
દાન વિ. સખાવત
AAHOACON24ના મહત્વના સ્પીકરોમાં એક ડો. કિરણ પટેલ હતા. તેઓ AAHOAના આજીવન સભ્યપદ હોવા ઉપરાંત સખાવતકાર, ઉદ્યોગસાહસિક, હોટેલિયર અને કાર્ડિયોલોજિસ્ટ છે. આફ્રિકામાં ઝામ્બિયા ખાતે જન્મેલા એશિયન ભારતીય માબાપના પુત્ર કિરણ અને તેમની પત્ની પલ્લવી ડો. કિરણ એન્ડ પલ્લી પટેલ ફેમિલી ફાઉન્ડેશનના સ્થાપક છે. તેનું ધ્યેય સમગ્ર વિશ્વમાં અને તેમા પણ ખાસ કરીને ફ્લોરિડા, ભારત અને આફ્રિકામાં આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિને વેગ આપવાનું છે.
કેમ્રિજ યુનિવર્સિટી અને ધ યુનિવર્સિટી ઓફ લંડનના સ્નાતક ડો. કિરણ પટેલે ભારતમાં ગુજરાત યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો છે. તે હાલમાં ફ્લોરિડામાં ટેમ્પા ખાતે રહે છે.
કિરણ પટેલે AAHOACON24માં ઉપલબ્ધ આમંત્રિત સભ્યોને જણાવ્યું હતું કે હું તમારામાના મોટાભાગના લોકોને પ્રેમ કરુ છું, જો તમે કોઈ સ્વપ્નું જુઓ છો તો તેને હાંસલ પણ કરી શકો છો. હું લોકોને તે જણાવવા માંગુ છું કે નાણા અને સંપત્તિ આરામથી અને સુગમતાથી પણ મેળવી શકાય છે, પરંતુ યાદ રાખો તેનાથી તમને સંતોષ નહી થાય.
ડોક્ટરે તેમના ભાષણમાં દાન અને સખાવતના તફાવત પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. આ મહત્વનું છે, કારણ કે ચેરિટી એટલે કે દાન જરૂરી છે, પરંતુ મહત્વની વાત લાંબા ગાળાનો ઉકેલ છે. જો કોઈ મુશ્કેલી હોય તો તમને થોડો સમય મદદની જરૂર પડે. પરંતુ જો તમે દાન કરો છો તો સામાજિક સેવા કરો છો. જ્યારે સખાવતમાં તમે સામાજિક ફેરફાર લાવો છો. દાનમાં તમે પ્રતિસાદી રહો છો અને સખાવતમાં સક્રિય કહેવડાવો છે. દાન વ્યક્તિગત પ્રતિસાદના સ્વરૂપમાં અપાય છે, જ્યારે સખાવત સામૂહિક સ્વરૂપમાં થાય છે અને હું માનું છું કે દાન દ્વારા તમે તમારા પર અવલંબિત સમાજોનું સર્જન કરો છો. પરંતુ સખાવત દ્વારા તમે તેમને સંપ્રભુત્વવાળા બનાવો છો, સમુદાયોને સ્વતંત્ર રહેવામાં મદદ કરો છો.
સખાવત વાસ્તવમાં વ્યક્તિને આરોગ્યપ્રદ અને શિક્ષિત રાખવાનું સુનિશ્ચિત કરવાની વ્યૂહરચના છે, એમ કિરણે જણાવ્યું હતું. ઉદાહરણ તરીકે તેમણે એક બાળકની વાત કરી હતી, જેમને તેમના સંગઠને ભૂખમરાથી બચાવ્યો હતો.
હવે જો કોઈ વ્યક્તિ અહીં સુધી કામ કરો તો તેને હું ચેરિટી કહીશ, તમે અહીં કોઈનું જીવન બચાવો છો અને ખુશ છો, એમ કિરણે જણાવ્યું હતું.
સખાવત સમગ્ર કુપોષિત સમાજની જરૂરિયાત પૂરી કરે છે, જેમા બાળક જીવતા હોય છે, એમ કિરએ જણાવ્યું હું. આ રીતે તેમનું ફાઉન્ડશન મેડિકલ સ્કૂલોને સપોર્ટ કરે છે. કિરણે જણાવ્યું હતું કે અમેરિકામાં પટેલ કોલેજમાં દર વર્ષે 800 ડોક્ટર ગ્રેજ્યુએટ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં મારી પાસે 200 વિદ્યાર્થી છે અને પટેલોની સંસ્થામાંથી દર વર્ષે હજાર ડોક્ટર તૈયાર થાય છે. પટેલ કોલેજોસમાંથી દર વર્ષે હજાર સ્નાતકો બહાર પડે છે તેને માપદંડ માનીએ તો કિરણે જણાવ્યું હતું કે 2076 સુધીમાં વિશ્વમ્ દર 25 લાખના દર્દીએ 50 હજાર ડોક્ટરો દૈનિક ધોરણે સારવાર કરતા હશે.
તેથી હું મને પોતાને વૈશ્વિક નાગરિક માનું છું. મને ઇશ્વરે આપેલું પૂરતુ હોવાથી હું ત્રણેય ખંડોમાં મારું પ્રદાન કરું છું, જ્યાં મે સફળતા મેળવી છે, એમ ડોક્ટર કિરણે જણાવ્યું હતું. તેમણે ફિલોસોફિકલ રેફરન્સ સાથે તેમનું ભાષણ પૂરુ કર્યુ હતું.
હું અહીં મારા સંબોધનનું તે વાત સાથે સમાપન કરુ છું કે કાર્ય વગરું વિઝન ફક્ત સ્વપ્ન છે. વિઝન વગરનું કાર્ય ફક્ત સમય પસાર કરવાની વાત છે, પરંતુ વિઝનની સાથે કાર્ય વિશ્વને બદલી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.