AAHOACON23એ બૂથ વેચાણમાં રેકોર્ડ તોડ્યા

AAOHOA પુરસ્કાર હોસ્પિટાલિટી સેક્ટરમાં મેળવાયેલી સિદ્ધિઓને અનુમોદન આપે છે

0
941
AAHOACON23
2023 AAHOA સંમેલન અને ટ્રેડ શોમાં સ્ટેજ પર નવા બનેલા AAHOA અધ્યક્ષ ભરત પટેલ. AAHOA અનુસાર, AAHOACON23એ એસોસિએશનના 34-વર્ષના ઇતિહાસમાં બૂથ વેચાણ, પ્રદર્શન કરતી કંપનીઓની સંખ્યા અને પ્રથમ વખતના પ્રદર્શકોની સંખ્યાના સંદર્ભમાં વિવિધ રેકોર્ડ તોડ્યા છે.

લોસ એન્જલસ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા 2023 AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શોમાં એકત્ર થયેલા કુલ 8,000 સહભાગીઓએ 20 થી વધુ શૈક્ષણિક સત્રો, 500 પ્રદર્શિત કંપનીઓ, મુખ્ય વક્તાઓ અને ચાર નેટવર્કિંગ ઇવેન્ટ્સ જોયા, જેમાં વિશ્વ વિખ્યાત LA કોલિઝિયમ ખાતે સ્વાગત સમારોહનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સે AAHOAના 34 વર્ષના ઈતિહાસના વિવિધ રેકોર્ડ તોડ્યા છે, એમ AAHOAએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

હોસ્પિટાલિટી સેક્ટરમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરતા AAHOACON23 એ AAHOA એવોર્ડ્સના રૂપમાં એક ગાલા ઇવેન્ટમાં પરિણમ્યું હતુ. જો કે, ઘણી મોટી હોટેલ કંપનીઓએ ફ્રેન્ચાઇઝીંગ સુધારા માટે AAHOAના સમર્થન પર AAHOACON23 નો બહિષ્કાર કર્યો હતો.

“ટ્રેડ શો માટે બૂથ વેચાણના રેકોર્ડ સ્તર સાથે, તે AAHOA ના 34-વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો કારોબાર શો હતો, અને 2022 ની સરખામણીમાં તેમા 22 ટકાનો વધારો થયો હતો,” AAHOAએ જણાવ્યું હતું. “ત્યાં લગભગ 520 કુલ પ્રદર્શન કંપનીઓ હતી, જે AAHOACON ઈતિહાસમાં કુલ પ્રદર્શકોમાં બીજા નંબરનું પ્રદર્શન બનાવે છે” તે જણાવ્યું હતું.

AAHOA અનુસાર, AAHOACON23 ટ્રેડ શોની બધી જ ટિકિટ પૂરેપૂરી વેચાઈ ગઈ હતી અને વેઇટિંગ લિસ્ટ બનાવવું પડ્યુ હતુ. AAHOA ઇતિહાસમાં પ્રથમ વખત. આ ઇવેન્ટે પ્રથમ વખતના એક્ઝિબિટરોએ ખૂબ જ મજબૂત 167ની સંખ્યા પણ જનરેટ કરી, જે AAHOA ઇતિહાસમાં પ્રથમ વખતના પ્રદર્શકોની બીજી સૌથી મોટી સંખ્યા છે, AAHOA એ જણાવ્યું હતું.

“એક્ઝિબિટ સેલ્સ ટીમે AAHOACON24 માટે પ્રદર્શન બૂથ વેચાણમાં નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. કુલ 170 પ્રદર્શકોએ પુનઃબુક કર્યું છે અને આવતા વર્ષે ઓર્લાન્ડોમાં AAHOACON24 માટે પરત ફરશે. આ સંખ્યા શો ફ્લોર સ્પેસના 40 ટકાથી વધુ અને AAHOACON24 માટે પુનઃબુક કરાયેલ તમામ પ્રદર્શિત હોટેલ બ્રાન્ડ્સના 100 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે,” નિવેદનમાં ઉમેર્યું હતું.

“AAHOACON23 કેવી રીતે જબરજસ્ત પ્રદર્શન કર્યુ તે કહેવા માટે અમારી પાસે શબ્દો નથી અને અમે તમામ પ્રાયોજકો, પ્રદર્શકો, વક્તાઓ અને ઉપસ્થિતો માટે ખૂબ આભારી છીએ જેમણે આ સંમેલન અને ટ્રેડ શોને શ્રેષ્ઠમાંનો એક બનાવવામાં મદદ કરી. અમે તમારામાંના દરેક વિના આમાંનું કંઈપણ કરી શક્યા ન હોત,” એમ લૌરા લી બ્લેક, AAHOA પ્રમુખ અને સીઈઓ જણાવ્યું હતું.

દરમિયાન, ફ્લોરિડાના હોટેલીયર ભરત પટેલ AAHOAના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નવા અધ્યક્ષ બન્યા અને બ્રેડેન્ટન, ફ્લોરિડાના રાહુલ પટેલ, નવા AAHOA સેક્રેટરી બન્યા. AAHOA સભ્યોએ 10 સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ ચૂંટ્યા જેઓની મુદત પૂરી થઈ રહી છે.

“આવી ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક ઇવેન્ટમાં AAHOAના ચેરમેન બનવું એ અકલ્પનીય લાગણી છે,” ભરતે કહ્યું. “મને ઘણા બધા આભાર અને કૃતજ્ઞતાની લાગણી અનુભવાઈ રહી છે. મેં ગણતરી કરવાનું જ બંધ કરી દીધું હતું અને હું દરેકને તે જ પ્રશંસા પરત કરવા માંગુ છું જેમણે હાજરી આપી અને રેકોર્ડ બુક માટે AAHOACON23ને વિક્રમસર્જક બનાવવામાં મદદ કરી.

AAHOA અનુસાર, વાર્ષિક AAHOA એવોર્ડ પ્રોગ્રામ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠને ઓળખે છે. “તેમની સખત મહેનત અને સમર્પણ ધ્યાન પર ધ્યાન ગયા વગર રહેતું જ નથી, અને તે તેમના નેતૃત્વ, દૃઢતા અને નિશ્ચય દજ છે કે અમારો ઉદ્યોગ-અને સંગઠન-ફળવાનું ચાલુ રાખે છે,” તેણે કહ્યું.

“વિજેતાઓની પસંદગી સ્વતંત્ર પુરસ્કારો પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી હતી, અને ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર તેઓએ એવોર્ડ સ્વીકાર્યા હતા અને તેમની ઉજવણી કરવામાં આવી હતી,” AAHOA એ ઉમેર્યું.

AAHOA એવોર્ડ ઑફ એક્સેલન્સ એવા હોટેલિયરને ઓળખે છે જેમણે મજબૂત નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે, શ્રેષ્ઠતાના ઉચ્ચ ધોરણો ધરાવે છે અને રહેવા-જમવાના ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. આ વર્ષે બે વિજેતાઓ હતા: મહેશ રતનજી, સીઈઓ, રતન મેનેજમેન્ટ ગ્રુપ એલએલસી અને જયેશ પટેલ, સીઈઓ, એથેના હોસ્પિટાલિટી ગ્રુપ.

સેસિલ બી. ડે કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ એવી વ્યક્તિનું સન્માન કરે છે જેણે તેના સમુદાયની સેવા કરવા માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ એવોર્ડ સ્ટેટ બેંક ઓફ ટેક્સાસના સીઈઓ ચંદ્રકાંત “ચાન” પટેલને આપવામાં આવ્યો હતો.

હેરોલ્ડ ડેનિયલ્સ, જનરલ મેનેજર, EAS Graceland LLC, પરોપકાર માટે આઉટરીચ એવોર્ડ આપવામાં આવ્યો હતો, આ એવોર્ડ પરોપકારી અને સખાવતી પ્રવૃત્તિઓ દ્વારા, સ્થાનિક અથવા વિદેશમાં માનવતાને મદદ કરવા સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી વ્યક્તિને આપવામાં આવે છે.

વ્યુ હોટેલ્સના પાર્ટનર નિમિષા પટેલે આઉટસ્ટેન્ડિંગ વુમન હોટેલિયર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો હતો, જ્યારે આઉટસ્ટેન્ડિંગ યંગ પ્રોફેશનલ હોટેલિયર ઓફ ધ યર એવોર્ડ પ્રીમિયર હોટેલ્સ કેસીના વાઇસ પ્રેસિડેન્ટ રિકેશ (રિકી) પટેલને આપવામાં આવ્યો હતો.

ડેની ગાયકવાડ, સીઇઓ, ડેની ગાયકવાડ ડેવલપમેન્ટ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ, અને AAHOA ગવર્નમેન્ટ અફેર્સ કમિટીના ચેરમેન, હિમાયત માટે પોલિટિકલ ફોરમ એવોર્ડ મેળવ્યો, જે એ વ્યક્તિને આપવામાં આવે છે જે AAHOAના મિશન અને તેના સભ્યોના હિતોને આગળ વધારવામાં મદદ કરવા માટે વ્યાપકપણે સામેલ છે. રાજકીય સંલગ્નતા અને સરકારી બાબતો દ્વારા કાયદાકીય પ્રક્રિયા વગેરેમાં ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મેટ્રિક હોટેલના સહ-સ્થાપક જગુભાઈ પટેલે IAHA ઈન્ડિપેન્ડન્ટ હોટેલ ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો.