Skip to content
Search

Latest Stories

AAHOACON23એ બૂથ વેચાણમાં રેકોર્ડ તોડ્યા

AAOHOA પુરસ્કાર હોસ્પિટાલિટી સેક્ટરમાં મેળવાયેલી સિદ્ધિઓને અનુમોદન આપે છે

AAHOACON23એ બૂથ વેચાણમાં રેકોર્ડ તોડ્યા

લોસ એન્જલસ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા 2023 AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શોમાં એકત્ર થયેલા કુલ 8,000 સહભાગીઓએ 20 થી વધુ શૈક્ષણિક સત્રો, 500 પ્રદર્શિત કંપનીઓ, મુખ્ય વક્તાઓ અને ચાર નેટવર્કિંગ ઇવેન્ટ્સ જોયા, જેમાં વિશ્વ વિખ્યાત LA કોલિઝિયમ ખાતે સ્વાગત સમારોહનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સે AAHOAના 34 વર્ષના ઈતિહાસના વિવિધ રેકોર્ડ તોડ્યા છે, એમ AAHOAએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

હોસ્પિટાલિટી સેક્ટરમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરતા AAHOACON23 એ AAHOA એવોર્ડ્સના રૂપમાં એક ગાલા ઇવેન્ટમાં પરિણમ્યું હતુ. જો કે, ઘણી મોટી હોટેલ કંપનીઓએ ફ્રેન્ચાઇઝીંગ સુધારા માટે AAHOAના સમર્થન પર AAHOACON23 નો બહિષ્કાર કર્યો હતો.


"ટ્રેડ શો માટે બૂથ વેચાણના રેકોર્ડ સ્તર સાથે, તે AAHOA ના 34-વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો કારોબાર શો હતો, અને 2022 ની સરખામણીમાં તેમા 22 ટકાનો વધારો થયો હતો," AAHOAએ જણાવ્યું હતું. "ત્યાં લગભગ 520 કુલ પ્રદર્શન કંપનીઓ હતી, જે AAHOACON ઈતિહાસમાં કુલ પ્રદર્શકોમાં બીજા નંબરનું પ્રદર્શન બનાવે છે” તે જણાવ્યું હતું.

AAHOA અનુસાર, AAHOACON23 ટ્રેડ શોની બધી જ ટિકિટ પૂરેપૂરી વેચાઈ ગઈ હતી અને વેઇટિંગ લિસ્ટ બનાવવું પડ્યુ હતુ. AAHOA ઇતિહાસમાં પ્રથમ વખત. આ ઇવેન્ટે પ્રથમ વખતના એક્ઝિબિટરોએ ખૂબ જ મજબૂત 167ની સંખ્યા પણ જનરેટ કરી, જે AAHOA ઇતિહાસમાં પ્રથમ વખતના પ્રદર્શકોની બીજી સૌથી મોટી સંખ્યા છે, AAHOA એ જણાવ્યું હતું.

“એક્ઝિબિટ સેલ્સ ટીમે AAHOACON24 માટે પ્રદર્શન બૂથ વેચાણમાં નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. કુલ 170 પ્રદર્શકોએ પુનઃબુક કર્યું છે અને આવતા વર્ષે ઓર્લાન્ડોમાં AAHOACON24 માટે પરત ફરશે. આ સંખ્યા શો ફ્લોર સ્પેસના 40 ટકાથી વધુ અને AAHOACON24 માટે પુનઃબુક કરાયેલ તમામ પ્રદર્શિત હોટેલ બ્રાન્ડ્સના 100 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે,” નિવેદનમાં ઉમેર્યું હતું.

“AAHOACON23 કેવી રીતે જબરજસ્ત પ્રદર્શન કર્યુ તે કહેવા માટે અમારી પાસે શબ્દો નથી અને અમે તમામ પ્રાયોજકો, પ્રદર્શકો, વક્તાઓ અને ઉપસ્થિતો માટે ખૂબ આભારી છીએ જેમણે આ સંમેલન અને ટ્રેડ શોને શ્રેષ્ઠમાંનો એક બનાવવામાં મદદ કરી. અમે તમારામાંના દરેક વિના આમાંનું કંઈપણ કરી શક્યા ન હોત,” એમ લૌરા લી બ્લેક, AAHOA પ્રમુખ અને સીઈઓ જણાવ્યું હતું.

દરમિયાન, ફ્લોરિડાના હોટેલીયર ભરત પટેલ AAHOAના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નવા અધ્યક્ષ બન્યા અને બ્રેડેન્ટન, ફ્લોરિડાના રાહુલ પટેલ, નવા AAHOA સેક્રેટરી બન્યા. AAHOA સભ્યોએ 10 સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ ચૂંટ્યા જેઓની મુદત પૂરી થઈ રહી છે.

"આવી ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક ઇવેન્ટમાં AAHOAના ચેરમેન બનવું એ અકલ્પનીય લાગણી છે," ભરતે કહ્યું. "મને ઘણા બધા આભાર અને કૃતજ્ઞતાની લાગણી અનુભવાઈ રહી છે. મેં ગણતરી કરવાનું જ બંધ કરી દીધું હતું અને હું દરેકને તે જ પ્રશંસા પરત કરવા માંગુ છું જેમણે હાજરી આપી અને રેકોર્ડ બુક માટે AAHOACON23ને વિક્રમસર્જક બનાવવામાં મદદ કરી.

AAHOA અનુસાર, વાર્ષિક AAHOA એવોર્ડ પ્રોગ્રામ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠને ઓળખે છે. "તેમની સખત મહેનત અને સમર્પણ ધ્યાન પર ધ્યાન ગયા વગર રહેતું જ નથી, અને તે તેમના નેતૃત્વ, દૃઢતા અને નિશ્ચય દજ છે કે અમારો ઉદ્યોગ-અને સંગઠન-ફળવાનું ચાલુ રાખે છે," તેણે કહ્યું.

"વિજેતાઓની પસંદગી સ્વતંત્ર પુરસ્કારો પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી હતી, અને ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર તેઓએ એવોર્ડ સ્વીકાર્યા હતા અને તેમની ઉજવણી કરવામાં આવી હતી," AAHOA એ ઉમેર્યું.

AAHOA એવોર્ડ ઑફ એક્સેલન્સ એવા હોટેલિયરને ઓળખે છે જેમણે મજબૂત નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે, શ્રેષ્ઠતાના ઉચ્ચ ધોરણો ધરાવે છે અને રહેવા-જમવાના ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. આ વર્ષે બે વિજેતાઓ હતા: મહેશ રતનજી, સીઈઓ, રતન મેનેજમેન્ટ ગ્રુપ એલએલસી અને જયેશ પટેલ, સીઈઓ, એથેના હોસ્પિટાલિટી ગ્રુપ.

સેસિલ બી. ડે કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ એવી વ્યક્તિનું સન્માન કરે છે જેણે તેના સમુદાયની સેવા કરવા માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ એવોર્ડ સ્ટેટ બેંક ઓફ ટેક્સાસના સીઈઓ ચંદ્રકાંત "ચાન" પટેલને આપવામાં આવ્યો હતો.

હેરોલ્ડ ડેનિયલ્સ, જનરલ મેનેજર, EAS Graceland LLC, પરોપકાર માટે આઉટરીચ એવોર્ડ આપવામાં આવ્યો હતો, આ એવોર્ડ પરોપકારી અને સખાવતી પ્રવૃત્તિઓ દ્વારા, સ્થાનિક અથવા વિદેશમાં માનવતાને મદદ કરવા સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી વ્યક્તિને આપવામાં આવે છે.

વ્યુ હોટેલ્સના પાર્ટનર નિમિષા પટેલે આઉટસ્ટેન્ડિંગ વુમન હોટેલિયર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો હતો, જ્યારે આઉટસ્ટેન્ડિંગ યંગ પ્રોફેશનલ હોટેલિયર ઓફ ધ યર એવોર્ડ પ્રીમિયર હોટેલ્સ કેસીના વાઇસ પ્રેસિડેન્ટ રિકેશ (રિકી) પટેલને આપવામાં આવ્યો હતો.

ડેની ગાયકવાડ, સીઇઓ, ડેની ગાયકવાડ ડેવલપમેન્ટ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ, અને AAHOA ગવર્નમેન્ટ અફેર્સ કમિટીના ચેરમેન, હિમાયત માટે પોલિટિકલ ફોરમ એવોર્ડ મેળવ્યો, જે એ વ્યક્તિને આપવામાં આવે છે જે AAHOAના મિશન અને તેના સભ્યોના હિતોને આગળ વધારવામાં મદદ કરવા માટે વ્યાપકપણે સામેલ છે. રાજકીય સંલગ્નતા અને સરકારી બાબતો દ્વારા કાયદાકીય પ્રક્રિયા વગેરેમાં ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મેટ્રિક હોટેલના સહ-સ્થાપક જગુભાઈ પટેલે IAHA ઈન્ડિપેન્ડન્ટ હોટેલ ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો.

More for you

Report: Extended-stay revenues in traditional hotels outperform extended-stay hotels

Report: Extended-stay revenues in traditional hotels outperform extended-stay hotels

EXTENDED-STAY ROOM revenues in traditional hotels outperformed those in extended-stay hotels by 21 percent, indicating potential for further development in the extended-stay sector, according to consulting firm The Highland Group and Kalibri Labs. For the 12 months ending June 2023, guest-paid room revenue for stays of seven consecutive nights or more totaled $8.97 billion in traditional hotels, compared to $7.39 billion in extended-stay hotels.

“Traditional hotels are still accommodating more extended-stay demand than extended-stay hotels despite the latter’s substantial gains in market share over the last 25 years,” said Mark Skinner, partner at The Highland Group.

Keep ReadingShow less
AAHOA urges vigilance against ongoing hospitality cyberattacks

AAHOA urges vigilance against ongoing hospitality cyberattacks

AAHOA IS URGING hotels to adopt cybersecurity measures to prevent incidents similar to the recent cyberattacks on MGM Resorts International and Caesars Entertainment. Following the ransomware attack on IHG Hotels & Resorts last year, which cost hotel owners between $30,000 and $75,000 each, AAHOA called for clear lines of communication to protect franchisees who bore the brunt of revenue losses from bookings missed due to the disruptions.

In July, Choice Hotels International confirmed a data breach impacting guest information in its Radisson Hotels Americas chain, originating from a file-transfer system hack, according to AAHOA and media reports.

Keep ReadingShow less
ચોઇસને ફટકોઃ આર્બિટ્રેશન સેટલમેન્ટ પેટે $760,000ની ચૂકવણી કરવી પડશે

ચોઇસને ફટકોઃ આર્બિટ્રેશન સેટલમેન્ટ પેટે $760,000ની ચૂકવણી કરવી પડશે

ફ્રેન્ચાઈઝીના જૂથ દ્વારા ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ સામે 2020ના મુકદ્દમા માટે આર્બિટ્રેશન સેટલમેન્ટમાં જાણવા મળ્યું કે કંપનીએ બે નિયમ તોડવા સાથે તેના પસંદગીના વેન્ડર પ્રોગ્રામ દ્વારા વોલ્યુમ ડિસ્કાઉન્ટ પ્રદાન કરવા અંગેના તેના ફ્રેન્ચાઈઝી કરારનો ભંગ કર્યો છે. ફ્રેન્ચાઇઝરોની સંસ્થા રિફોર્મ લોજિંગ કહે છે કે આ ચુકાદો હોટેલ ફ્રેન્ચાઇઝ સિસ્ટમના એકંદર સુધારાની જરૂરિયાતના ઉદાહરણ તરીકે સેવા આપે છે, જ્યારે ચોઇસે આ ચુકાદાને ભૂલભર્યો ગણાવ્યો હતો.

ચુકાદાએ ચોઈસને તેના પ્રોક્યોરમેન્ટ પ્રોગ્રામ દ્વારા વોલ્યુમ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવાના કરારનો ભંગ કરવા બદલ દર્શન પટેલની આગેવાની હેઠળના વાદી હાઈમાર્ક લોજિંગ અને અન્ય વાદીઓ ચોઈસ ફ્રેન્ચાઈઝીને $760,008.75 ચૂકવવાનો આદેશ આપ્યો છે. આર્બિટ્રેટર સ્ટીવ પેટ્રિકિસે પણ ફ્રેન્ચાઈઝીને આકર્ષવા અને સાયબર ઈન્સ્યોરન્સ વેન્ડર ક્રાઉડસ્ટ્રાઈકને લગતા આરોપો અંગે ચોઈસ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો કે જેનો ઉપયોગ વાદીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક કિસ્સાઓમાં વધુ પડતી ચૂકવણી થઈ હતી. તેણે છેતરપિંડી, RICO ઉલ્લંઘન, રૂપાંતરણ, સદભાવનાનો ગર્ભિત ફરજનો ભંગ અને 2020ના મુકદ્દમામાં કરાયેલા કોલ-ફોરવર્ડિંગ શુલ્ક માટેના કરારના ભંગના દાવાઓને નકારી કાઢ્યા હતા.

Keep ReadingShow less
LE:  વાર્ષિક ધોરણે તમામ પ્રોજેક્ટ તબક્કામાં વૃદ્ધિ પામતુ પાઇપલાઇનમાં રહેલું યુ.એસ. હોટેલ બાંધકામ

LE: વાર્ષિક ધોરણે તમામ પ્રોજેક્ટ તબક્કામાં વૃદ્ધિ પામતુ પાઇપલાઇનમાં રહેલું યુ.એસ. હોટેલ બાંધકામ

લોજિંગ ઇકોનોમેટ્રિક્સના તાજેતરના યુ.એસ. કન્સ્ટ્રક્શન પાઇપલાઇન ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર યુ.એસ. હોટેલ કન્સ્ટ્રક્શન પાઇપલાઇન પ્રોજેક્ટ્સ અને રૂમ્સ બંનેએ વાર્ષિક ધોરણે 9 ટકા વૃદ્ધિ દર્શાવી છે. 2023 ના પ્રથમ ક્વાર્ટરના અંતે 658,207 રૂમ સાથેના 5,545 પ્રોજેક્ટ્સ હતા.

દરમિયાન, યુ.એસ.માં ટોચના 25 બજારોમાં હોટેલ બાંધકામ પાઇપલાઇને પણ પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરમે વૃદ્ધિ નોંધાવી હતી. ડલ્લાસમાં પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે 21,810 રૂમ સાથે રેકોર્ડ 184 પ્રોજેક્ટ્સ હતા, ત્યારબાદ એટલાન્ટા 18,242 રૂમના 144 પ્રોજેક્ટ્સ સાથે બીજા ક્રમે હતું. લોસ એન્જલસમાં 19,066 રૂમ સાથે 118 પ્રોજેક્ટ્સ, ફોનિક્સમાં 16,100 રૂમ્સ સાથે 117 પ્રોજેક્ટ્સ અને નેશવિલ પાસે 15, 354 રૂમ ધરાવતા 115 પ્રોજેક્ટ્સ હોવાનું  LE રિપોર્ટમાં જણાવાયું છે.

Keep ReadingShow less
ચોઇસ હોટેલ્સનું 67મું સંમેલન યોજાયુ

ચોઇસ હોટેલ્સનું 67મું સંમેલન યોજાયુ

ગયા અઠવાડિયે લાસ વેગાસમાં ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલના 67મા માલિક અને ફ્રેન્ચાઈઝી સંમેલન માટેની થીમ “અનસ્ટોપેબલ” હતી. તેને ધ્યાનમાં રાખીને, કંપનીએ નવા સોફ્ટવેર ટૂલ્સ, એક નવો પ્રોટોટાઈપ અને 600થી વધુ નવી હસ્તગત રેડિસન હોટેલ્સ અમેરિકાઝ મિલકતોને સમાવિષ્ટ કરવાના નવા સમાચારની જાહેરાત કરી.

કંપનીના જણાવ્યા અનુસાર લગભગ 6,000 હોટેલ માલિકો, જનરલ મેનેજર અને ચોઇસ એસોસિએટ્સે બે રિસોર્ટ અને કેસિનોમાં યોજાયેલા ત્રણ દિવસીય ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેમાં 85 થી વધુ શૈક્ષણિક અને બ્રાન્ડ સત્રો તેમજ 275 રિટેલ એક્ઝિબિશનનો સમાવેશ થાય છે.

Keep ReadingShow less