આહોઆ દ્વારા કોન્ફરન્સના અંતે નવા ચેરમેન અને સેક્રેટરીની જાહેરાત

સંઘટન દ્વારા વાર્ષિક એવોર્ડ વિજેતાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા

0
758
આહોઆના નવા ચેરમેન વિનય પટેલ, તેમણે ડલાસ ખાતે યોજાયેલ 2021 આહોઆ કન્વેન્શન એન્ડ ટ્રેડ શો દરમિયાન સત્તાવાર રીતે પોતાનો નવો હોદ્દો સંભાળ્યો હતો.

આહોઆનું વાર્ષિક સંમેલન આ વર્ષ માટે આવ્યું અને ચાલ્યું પણ ગયું, પરંતુ તે દરમિયાન એસોસિએશન માટે કાયમી ફેરફારોની અસર છોડી છે. જેમાં નવા ચેરમેન, નવા સેક્રેટરી, નવા એવોર્ડ વિજેતાઓ તથા કોવિડ-19 મહામારી દરમિયાન યોજાયેલી કોન્ફરન્સની યાદગીરી કે જેમાં સભ્યોને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો લાભ મળી શક્યો હતો.

નવું નેતૃત્વ

ડલાસના કે બેઇલી હટીચન કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલ 2021 આહોઆ કન્વેન્શન એન્ડ ટ્રેડ શોની પૂર્ણાહુતિ સમયે વર્જિનિયાના હોટેલ માલિક વિનય પટેલની બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નવા અધ્યક્ષ તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળનું તંત્ર મહામારી દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરનારા સંસ્થાના સભ્યોની સમસ્યાઓના ઉકેલ માટે સક્રિય બનશે.

પટેલે કહ્યું હતું કે એવી સંભાવના વ્યક્ત થઇ રહી છે કે અર્થતંત્ર સંપૂર્ણ રીતે ફરી ધમધમતું થવામાં 2023થી 2024 સુધીનો સમય લાગી શકે તેમ છે. જોકે નવા વેરિયન્ટને કારણે ફરીથી ખુલી રહેલા અમેરિકા સામે એક વખત ફરી જોખમ પણ સર્જાઇ શકે તેમ છે.

પટેલે કહ્યું રાજ્ય અને સ્થાનિક સ્તરે પણ આ સમયે સમર્થન કરવાનું તેમના માટે પ્રથમ રહેશે. આહોઆ દ્વારા તાજેતરમાં અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન સાથે ભાગીદારી જાહેર કરવામાં આવી હતી. અમેરિકન હોસ્પિટાલિટી અલાયન્સની રચના માટે આ ભાગીદારી કરવામાં આવી છે. કોન્ફરન્સ દરમિયાન આહોઆ દ્વારા ઓક્સફર્ડ ઇકોનોમિક્સ દ્વારા સંસ્થા માટે કરવામાં આવેલા અભ્યાસનો અહેવાલ તથા વિગતો પણ જાહેર કરવામાં આવી હતી.

પટેલે કહ્યું હતું કે જ્યારે આપણે સ્થાનિક સરકાર સાથે સંકળાયેલા છીએ ત્યારે જરૂરી છે કે આપણે એકસંપ થઇને આગળ વધીએ. આપણે એક એવું ગઠબંધન રચીએ કે નાના વેપારીઓને અને તેમના કર્મચારીઓને મદદરૂપ નિવડે અને સેવ હોટેલ જોબ્સ એક્ટને પણ સમર્થન આપવામાં મદદરૂપ થઇ શકે કારણ કે હાલ બધાને આર્થિક સહકારની જરૂર છે અને હોસ્પિટાલિટી ક્ષેત્રે નોકરી બચાવી શકાય.

વિનયે કોન્ફરન્સ દરમિયાન આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વિદાયમાન ચેરમેન બિરન પટેલ તેમના સારા મિત્ર છે. તેમણે એમની પાસેથી અનેક બાબતો ગ્રહણ કરી છે.

“તેઓ મને હંમેશા જે વાત કહેતા તે મને સારી રીતે યાદ છે અને તેનો અમલ પણ હું કરું છું કે સાચું કરજે, સભ્યો માટે સાચું હોય તે જ કરવાનું રાખશે, તેમ વિનયે કહ્યું હતું. તેમની પાસેથી હું જે શીખ્યો તે સૌથી મોટી બાબત એ આ છે.

આહોઆના નવા અધ્યક્ષપદ વિશે વધુ માહિતી એશિયન હોસ્પિટાલિટી મેગેઝિન ના ઓગસ્ટ અંકની કવર સ્ટોરીમાં મળી શકે છે.

આગામી પેઢી

સંમેલનના આખરી દિવસે. સંઘઠનમાં વિવિધ હોદ્દાઓ માટેના સભ્યોની પસંદગી કરવા માટે મતદાન પણ યોજવામાં આવ્યું હતું. જેમાં સૌથી મહત્વના પદ સેક્રેટરી માટે પણ મતદાન થયું હતું કારણ કે પસંદ થનાર આહોઆ બોર્ડમાં જ્યાં સુધી તેઓ ચેરમેન ના બને ત્યાં સુધી દર વર્ષે બનતા રહે છે.

આ વર્ષે હ્યુસ્ટનમાં આવેલા વેસાઇડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપના પ્રેસિડેન્ટ મિરાજ પટેલ સ્પર્ધામાં બાજી મારી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે એસોસિએશનમાં મહત્વના સ્થાને તેમની પસંદગી થવાને કારણે તેઓ ગર્વની લાગણી અનુભવે છે.

ચૂંટણી પ્રક્રિયા ખૂબ લાભદાયી હતી, કારણ કે મને સભ્યોના લાગણીઓ જાણવાની તક મળી શકી છે અને હું તેમને નિરાશ નહીં કરું, તેમ મિરાજ પટેલે કહ્યું હતું.

મિરાજે કહ્યું હતું કે તેઓ સૌથી પહેલા બોર્ડને જરૂરી કાર્ય કરવામાં બાધારૂપ બની રહેલી નીતિઓ તથા કાયદાઓમાં ફેરફાર કરવાનું કામ  કરશે.

તેમણે ઉમેર્યું હતું કે આગામી વર્ષમાં મારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે અમે આગળ વધતા રહીએ, અમે અમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ તથા વિક્રેતા પાર્ટનર્સ અને અમારા નીતિ ઘડવૈયાઓ સાથેના સંબંધોના સંબંધોને વધારે ગાઢ બનાવીએ.

વિજેતાઓની માહિતી

સંમેલન દરમિયાન આહોઆ દ્વારા તેના વાર્ષિક પુરસ્કારના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી હતી, જે આ પ્રકારે છેઃ

  • નન્દા પટેલ- આહોઆ એવોર્ડ ઓફ એક્સલન્સ
  • મિતેષ જીવન- સેસિલ બી. ડે કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ
  • હોટેલ લેક્સેન – આઈએએચએ ઈન્ડિપેન્ડેન્ટ હોટેલ ઓફ ધી યર
  • મસુદુર ખાન – આઉટરીચ એવોર્ડ ફોર ફિલાન્થ્રોપી
  • પ્રીતિ પટેલ – આઉટસ્ટેન્ડિંગ વિમેન હોટેલિયર ઓફ ધી યર
  • સાજન પટેલ – આઉટસ્ટેન્ડિંગ યન્ગ પ્રોફેશનલ ઓફ ધી યર
  • બીજલ પટેલ- પોલિટિલ ફોરમ એવોર્ડ ફોર એડવોકેસી

બિરન પટેલે કહ્યું હતું કે સમગ્ર વર્ષ પડકારોવાળું રહ્યું, આ વિજેતાઓએ સમગ્ર ઉદ્યોગને તથા આહોઆને મદદરૂપ થાય તેવી વિશિષ્ટ કામગીરી કરી છે.

અમે બધા તેમની સેવા અને શ્રેષ્ઠતા માટેની પ્રતિબદ્ધતા સન્માનિત કરવા માટે ઉત્સાહી છીએ.