વૈશ્વિક મહામારી કોવિડ-19નું શિયાળામાં સંક્રવણ વધતાની શક્યતાને પગલે થેન્ક્સગિવિંગ પર્વે ફરવા જવાનું આયોજન કરનારા અમેરિકન નાગરિકોની યોજનાને અસર થશે તેમ એએએ ટ્રાવેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ટ્રાવેલ એજન્સી દ્વારા આગાહી કરવામાં આવી છે કે પ્રવાસીઓની સંખ્યામાં દસ ટકા જેટલો ઘટાડો થશે. સાલ 2008ની વૈશ્વિક આર્થિક મહામંદી પછીનો આ ઘટાડો વર્ષનો સૌથી મોટો ઘટાડો છે, કારણે કે સત્તાવાળાઓએ આ વૈશ્વિક મહામારીના સંક્રમણથી બચવા માટે નાગરિકોને ઘરે જ રહેવા જણાવ્યું છે.
એએએ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે ઓક્ટોબરના મધ્ય સુધી 50 મિલિયન અમેરિકનો થેન્ક્સગિવિંગ પ્રસંગે ફરવા નિકળી પડશે, એજન્સી દ્વારા આ બાબતે કરવામાં આવેલ એક સર્વેમાં જાણવા મળ્યું કે 67 ટકા પુખ્ય અમેરિકન પ્રવાસીઓ વર્ષના અંત સુધી વેકેશન પ્લાનિંગ ધરાવે છે. રજાઓમાં ફરવા નિકળી પડનારા પ્રવાસીઓની સંખ્યામાં 2019ની સરખામણીએ પંચાવન મિલિયન ઘટાડો થયો છે. હવે એએએ ટ્રાવેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે તેમાં હજુ ઘટાડો થઇ શકે.
એએએ ટ્રાવેલનાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પૌલા ટ્વિડેલે આ બાબતે જણાવ્યું હતું કે ફરવા જવાનું આયોજન કરનારાઓ હજુ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યાં છે. પ્રવાસ કરવું એ દરેક જણનો વ્યક્તિગત નિર્ણય હોઇ શકે. જે લોકોને ફરવા જવાનું જ છે તેઓ કાર લઇને ફરવા નિકળી શકે કારણ કે તે વધારે સુગમ છે.
અલબત્ત, પ્રવાસ માટે ડ્રાયવિંગ કરવી એ એક પાયાની પદ્ધતિ છે. રજાઓમાં ફરવા નિકળી પડનારાઓમાં કુલ પ્રવાસીઓના 95 ટકા એટલે કે 47.8 મિલિયન લોકો ડ્રાયવિંગ પસંદ કરે છે. ઘણા પ્રવાસીઓ ટૂંકો પ્રવાસ આયોજન કરે છે અને પોતાના ગંતવ્ય સ્થાને ઓછા દિવસ વિતાવે છે.
વિમાનમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો છે, જે ગત વર્ષની સરખામણીએ 2.4 મિલિયન મુસાફર છે, આખા વર્ષનો આ કોઇ પણ એક સમયનો સૌથી મોટો ઘટાડો છે. બસ, ટ્રેન ને ક્રૂઝના માધ્યમથી પ્રવાસ કરનારાઓની સંખ્યા પણ 76 ટકા એટલે કે 353000 પ્રવાસીઓ જેટલી રહેવાની શક્યતા છે.
એએએ ટ્રાવેલ દ્વારા મુસાફરો માટે કેટલાક સૂચન જાહેર કરાયા છે જેથી તેમનો પ્રવાસ મહામારીના કપરા સમયે પણ સલામત નિવડે. હોટેલ્સ અનુસાર, એજન્સી દ્વારા સૂચવાયું છે કે હોટેલ ચાલુ છે કે નહીં તે ફોન કરીને પહેલા જાણી લેવું જોઇએ, ત્યાં ગેસ્ટ માટે તથા હોટેલ સ્ટાફ માટે માસ્ક સહિતનાં સલામતીના કેવા પગલાં લેવામાં આવી રહ્યાં છે તે અંગેની પણ જાણકારી મેળવી લેવી જોઇએ.
જે અમેરિકન્સ રજાઓમાં મુસાફરી કરવાનો અંગત નિર્ણય કરશે તેમના માટે જરૂરી છે કે તેઓ પોતાની જાતને તથા અન્યોને સલામત રાખવા અંગેના પગલાંઓનું પાલન કરે તેમ એએએ ટ્રાવેલે જણાવ્યું હતું. આ ઉપરાંત સીડીસી ગાઇડલાઇન્સ અનુસાર મુસાફરોએ સ્થાનિક અને રાજ્યસ્તરના પ્રવાસ માટેના નિયંત્રણો અંગે પણ જાણકારી મેળવી લેવી જરૂરી છે, જેમાં ટેસ્ટિંગની જરૂરિયાત અને ક્વોરન્ટાઇન ઓર્ડર્સનો સમાવેશ થાય છે.