હેડલાઇન: સ્ટોનહિલ આઠમા નંબરની સૌથી મોટી યુએસ હોટલ લેન્ડરઃ MBA

સબ : MBA મુજબ સ્ટોનહિલ યુએસની 16મી સૌથી મોટું કોમર્શિયલ રિયલ એસ્ટેટ રિટેલ લેન્ડર

0
1476
કૅપ્શન: મોર્ગેજ બેન્કર્સ એસોસિએશનના 2022 લોન ઓરિજિનેશન્સ રેન્કિંગ મુજબ કોમર્શિયલ રિયલ એસ્ટેટ ડાયરેક્ટ લેન્ડર્સ સ્ટોનહિલ 8મા નંબરના સૌથી મોટા યુએસ કોમર્શિયલ રિયલ એસ્ટેટ હોટેલ લેન્ડર્સ તરીકે સ્થાન પામે છે, જે તેના 2021ના રેન્કિંગથી બે સ્થાનનો વધારો દર્શાવે છે.

મોર્ગેજ બેન્કર્સ એસોસિએશનના 2022 લોન ઓરિજિનેશન મુજબ કોમર્શિયલ રિયલ એસ્ટેટ ડાયરેક્ટ લેન્ડર સ્ટોનહિલ અને પીચટ્રી ગ્રૂપ એસોસિયેટ  હવે 8મા નંબરના સૌથી મોટા યુએસ કોમર્શિયલ રિયલ એસ્ટેટ હોટેલ લેન્ડર્સનું સ્થાન ધરાવે છે, જે તેના 2021ની તુલનાએ બે સ્થાનનો વધારો દર્શાવે છે. સ્ટોનહિલે 2022માં રિયલ એસ્ટેટમાં 1.2 અબજ ડોલરનું રોકાણ કર્યુ છે અને તેમાથી 81.2 કરોડ ડોલરનું રોકાણ હોટેલ ઉદ્યોગમાં કર્યુ છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

દરમિયાન, સ્ટોનહિલને MBAએ 16મા નંબરના સૌથી મોટા યુએસ કોમર્શિયલ રિયલ એસ્ટેટ રિટેલ લેન્ડર્સ તરીકેનો પણ ક્રમ આપ્યો છે, જેણે 2022માં 16.3 કરોડ ડોલરનું રોકાણ કર્યુ હતુ, એમ તેણે નિવેદનમાં ઉમેર્યું હતું.

સ્ટોનહિલના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ પ્રિન્સિપાલ, મેટ ક્રોસ્વીએ જણાવ્યું હતું કે, “અમારું પ્રદર્શન એ અમારા પ્રાયોજકોની બિઝનેસ યોજનાઓને સમજવાની અને બજારમાં ઉથલપાથલ છતાં મૂડીરોકાણ જાળવી રાખીને વ્યવહારો પૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.”

સ્ટોનહિલે 2022 માં સ્ટોનહિલ CRE ની રચના કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરવા માટે તેના વ્યાપારી ધિરાણ વ્યવસાયનો વિસ્તાર કર્યો. આ CRE જૂથ પરંપરાગત રીતે ઓછો સપ્લાય ધરાવતી ટ્રાન્ઝિશનલ એસેટ્સ અને ધિરાણ બજારના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે, એમ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું.

“આર્થિક અસ્થિરતા અને વધતા વ્યાજ દરો વચ્ચે, પરંપરાગત ધિરાણકર્તાઓએ રિયલ એસ્ટેટ ધિરાણ પાછા ખેંચ્યા છે, જેનાથી મૂડી બજારોમાં અવ્યવસ્થા સર્જાઈ છે,” એમ સ્ટોનહિલ CREના પ્રમુખ ડેનિયલ સિગેલે જણાવ્યું હતું. અનિશ્ચિતતાના સમયગાળા દરમિયાન પણ, તેમની વ્યાપાર યોજનાઓ અમલમાં મૂકવા માંગતા તમામ ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ માલિકોને લોન આપવા અને ધિરાણ પ્રદાન કરવા માટેની પ્રતિબદ્ધતા અમે જાળવી રાખી છે.”

MBA નો વાર્ષિક રેન્કિંગ્સ અહેવાલ એ 149 વ્યાપારી/મલ્ટિફેમિલી મોર્ગેજ ઓરિજિનેટર્સ, તેમના 2022ના વોલ્યુમો અને તેમની વિવિધ ભૂમિકાઓની સૂચિનો એક વ્યાપક સમૂહ છે.

2013 માં સ્થપાયેલ, સ્ટોનહિલ એક્વિઝિશન, રિકેપિટલાઇઝેશન, રિફાઇનાન્સિંગ અને નવીનીકરણ માટે સર્જનાત્મક ફાઇનાન્સ સોલ્યુશન્સ પ્રદાન કરે છે અને કુલ 5.4 અબજ ડોલરથી વધુના 510 થી વધુ વ્યવહારો પૂર્ણ કર્યા છે.